આ વાર્તા રાક્ષસ કાલિદત્ત અને પ્રભુ બાળપ્રભુની વચ્ચેની અથડામણ વિશે છે, જેમાં હનુમાનજીની મદદથી કૃત્યાઓ (રાક્ષસીઓ)ને પરાજીત કરી બાળપ્રભુની રક્ષા થાય છે.
કાલિદત્ત નામનો એક રાક્ષસ હતો. તે પાપીઓનો સરદાર હતો. તેને ખબર પડીછે કે ધર્મદેવને ઘેર પ્રભુ પ્રગટ્યા છે તેથી તે એકદમ આકુળ-વ્યાકુળ થઈ ગયો. એક દિવસ વહેલી સવારે તેણે બધી કૃત્યાઓને હુકમ કર્યોઃ “જાઓ, ધર્મદેવને ઘેર જઈ બાળપ્રભુને મારી નાખો.' કૃત્યાઓ એટલે રાક્ષસીઓ.
હુકમ થયો એટલે બધી જ કૃત્યાઓ છપૈયા ગામમાં આવી અને ધર્મદેવનું ઘર શોધવા લાગી. કૃત્યાઓ બધી કાળી કાળી મેશ, લાલઘૂમ આંખો, મોટા મોટા અણીદાર દાંત, કદરૂપાં મોઢાં અને બિહામણો અવાજ. કૃત્યાઓ દોડતી ધર્મદેવના ઘર પાસે આવી. તેમણે હળવેથી અંદર જોયું તો ભક્તિમાતા બાળપ્રભુને દૂધ પાતાં હતાં. કૃત્યાઓ ધીમે પગલે અંદર આવી અન...
ત્યારે તેઓ કૂદકા મારતાં તેઓ કૃત્યાઓ પાસે પહોંચી ગયા. મોટી કૃત્યાના હાથમાંથી બાળપ્રભુને લઈ લીધા. પછી ? પછી તો તેમણે બધી કૃત્યાઓને પકડી. બધાંના ચોટલા પોતાના પૂંછડા સાથે બાંધ્યા અને પૂંછડું જોરજોરથી જમીન સાથે પછાડવા માંડ્યું. વળી, કેટલીકને તો માથાના વાળ ખેંચીને કરી, કેટલીકને હવામાં અધ્ધર ફેરવીને પછાડી....
ભાગી ગયેલી કૃત્યાઓએ કાલિદત્તને બધી વાત કહી. કૃત્યાઓ કહેઃ “હવે અમે છપૈયા બાળપ્રભુને લેવા નહીં જઈએ. હનુમાનજીએ તો અમને મારી મારીને અધમૂઈ કરી નાખી.' આ સાંભળી કાલિદત્ત વધુ ક્રોધે ભરાયો. તેણે કોટરા નામની સૌથી મોટી કૃત્યાને બાળપ્રભુને મારી નાખવા મોકલી. કોટરા તો પ્રભુના ઘરની સામે આવીને ઊભી રહી. પ્રભુ એકલા પ...
9 study modes available based on your content