બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
11 views
Content
1 of 7
‘સ્વામી રાજી થશે ને!’
Original
5 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પૂજ્ય કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળમાં વિચરણ કરતા. જ્યાં જ્યાં આ મંડળ જતું ત્યાં યોગીજી મહારાજની સેવા-ભક્તિ અને નિર્મળ વાત્સલ્યની સુવાસ પ્રસરતી જતી. એક વખત તેઓનું મંડળ કુકાવાવ ગામે પધાર્યું.
સ્વામીશ્રી જ્યાં જાય ત્યાં સેવા શોધી કાઢતા. એ વખતે પિત્તળના વાસણનું ચલણ હતું. સ્વામીશ્રીને વાસણને કલાઈ (ધાતુની ચળકાટ વધારવા અને કાટ થતો અટકાવવા કરાતી પ્રક્રિયા) કરવાનું પણ સારું ફાવતું. ભગવાનભાઈ જોઈતી ચીજવસ્તુ લાવી આપે. યોગીબાપા ભજન કરતાં કરતાં વાસણને કલાઈ કરતા જાય. કલાઈ કરી ભગવાનભાઈને વાસણ બતાવીને પૂછે: ‘કલાઈ કેવી થઈ? સ્વામી રાજી થાશે ને?’ યોગીજી મહારાજના અંતરમાં ગુરુને રાજી કરવાની તમન્ના અખંડ રહેતી. કૃષ્ણચરણદાસ સ્વામી કલાઈ કરેલા વાસણ હાથમાં લઈને ચારે તરફ ફેરવીને જોતાં, પછી મંડળના બધા સંતોને દેખાડતા જ્ઞાનજીવનદાસ સ્વામીની (યોગીજી મહારાજની) પ્રસંશા કરતાં કહેતા: ‘જ્ઞાનજી તો સાત સમેલિયા છે. બધી ક્રિયા શીખી લે. એકેય ક્રિયામાં પાછા ન પડે. ભગવાન અને સંતને રાજી કરતાં બહુ આવડે.’
‘સ્વામી રાજી થશે ને?’ યોગીબાપાના આ ચાર શબ્દોમાં જાણે સાધનામાત્રનો સાર છુપાયેલો છે. કારણ કે બધા સાધનોની સિદ્ધિ ગુરુના રાજીપાથી જ થાય છે. રાજીપો એ જ આપણી કમાણી છે. સ્વામીબાપાના રાજીપાથી જ અંતરમાં ધન્યતા અને કૃતાર્થતાનો અનુભવ થાય છે.
‘મહંતસ્વામી મહારાજ રાજી થશે ને?’ આ પ્રશ્નમાંથી દરેક ક્રિયાને પસાર કરીને તેને અનુરૂપ જીવન બનાવીએ એ જ આપણી સાધના.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!