બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
11 views
Content
2 of 7
ખમવું એ સાધુતા
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સાધુતાની વ્યાખ્યા એક જ શબ્દમાં આપી - ‘ ‘ખમવું’ એ સાધુતા.’ યોગીબાપાના અંતરમાંથી વહી પડેલા આ ઉદ્ગારો તેમના અનુભવોમાંથી ઝબકોળાઈને આવ્યા છે. યોગીજી મહારાજ એવા મહાપુરુષ હતા કે જેઓએ પોતાના જીવનમાં અકલ્પ્ય પીડા સહન કરી, પણ મુખારવિંદ ઉપરથી બ્રહ્માનંદ પળમાત્ર ઓસર્યો નહીં. એવું લાગે કે જાણે દુનિયામાત્રનું દુ:ખ યોગી બાપાએ સહન કરી લીધું અને છતાંય દુનિયામાત્રનો આનંદ ભોગવી લીધો.
સ્વામી કૃષ્ણચરણદાસના આશીર્વાદ મેળવીને જૂનાગઢ મંદિર છોડનાર સાત સંતોનું નેતૃત્વ વિજ્ઞાનદાસ સ્વામીનું હતું. વિજ્ઞાનદાસ સ્વામી સાથે યોગીજી મહારાજે ૧૭ વર્ષ સુધી વિચરણ કરેલું. ગુરુ વિજ્ઞાનદાસ અને શિષ્ય યોગીજી મહારાજની પ્રકૃતિમાં આકાશ-પાતાળની ભિન્નતા હતી. ગુરુ અતિશય ક્રોધી, શિષ્ય અતિશય શાંત; ગુરુ દુરાગ્રહી, શિષ્ય સદા અનુકૂળ; ગુરુ અસહિષ્ણુ, શિષ્ય સહનશીલ. યોગીજી મહારાજની સાધુતા ગુરુને મન લાચારી હતી. પરિણામે, એમની વચ્ચે એવા પ્રસંગો ઊભા થતા જેમાં ગુરુની ક્રોધાવશ અવસ્થાનાં દર્શન થતાં. યોગીજી મહારાજ ગુરુનો ક્રોધ કે એમના તરફથી થતી મારઝૂડ કશી જ ફરિયાદ વિના ગળી જતા. એટલું જ નહીં, પણ ગુરુ વિષે મનમાં કોઈ હીણો વિચાર પણ પ્રગટ થવા ન દેતા.
એક વખત વિજ્ઞાનદાસ સ્વામી તથા અન્ય સંતોને જમાડીને યોગીજી મહારાજ મંદિરના મેડે ભંડારમાં જમવા બેઠા. તેઓ હંમેશાં ઊભા પગે જમવા બેસતા. બે ગોઠણ વચ્ચે નીચું માથું રાખી નીરસભાવે પાત્રમાં પાણી નાખી મેળાવીને ઉતાવળે જમી લેતા. આમ, જમવાની તૈયારી કરતા હતા ત્યાં વિજ્ઞાનદાસ સ્વામી આવી પહોંચ્યા. એમની ક્રોધવૃત્તિ સળવળી ઊઠી. એકાએક આવેગ આવી જતાં તેમણે બાજુમાં પડેલી સાણસી લીધી અને પૂરા જોશથી યોગીજી મહારાજના જમણા પગમાં પિંડી (ઢીંચણ નીચે પાછળની તરફ માંસનો લોચો) ઉપર સાણસી વડે ચીપટી ભરી. યોગીજી મહારાજના પગ બહુ પાતળા હતા અને પિંડી જાણે માંસ વગરની હોય તેમ પાતળી છતાં પોચી હતી. સાણસીની સખત ચીપટીથી પિંડીમાંથી ચામડી સાથે માંસ બહાર આવી ગયું અને લોહીની ધાર છૂટી. જરા જેટલો પણ ઊંકાર કર્યા વગર, જાણે કશું જ બન્યું નથી એમ માફી માગવા યોગીજી મહારાજ ઊભા થવા ગયા, પણ ઊભા થવાની તાકાત પગમાં રહી નહોતી. પગનું બંધન છૂટતાં, સખત વેદના અનુભવતાં એ ત્યાં જ ઢળી પડ્યા. શિષ્યને કણસતા છોડી કઠોરહૃદયી ગુરુ ત્યાંથી તરત ચાલ્યા ગયા. પાછળથી બીજા ભક્તોએ એમના પગે પાટાપીંડી કરાવી, પણ પગની એ પિંડીમાં કાયમ માટે પડેલું કાળું ચાઠું એમણે વેઠેલી અપાર યાતનાઓનું જીવનભર નિશાન બનીને રહ્યું.
આવું ઘોર કર્મ કરનાર વિજ્ઞાનદાસ સ્વામીએ એક વાર સોખડામાં ખુલ્લા મેડા ઉપરથી યોગીજી મહારાજને ધક્કો મારીને ઠેઠ મંદિરના ફળિયામાં ફેંકેલા! લગભગ ચૌદ-પંદર ફૂટ ઉપરથી આમ નીચે પડતાં માણસની શી સ્થિતિ થાય એ કલ્પી શકાય એમ છે, પણ શ્રીજીમહારાજે યોગીજી મહારાજની રક્ષા કરી લીધી અને એ બચી ગયા હતા.
એક વખત તો વિજ્ઞાનદાસ સ્વામીએ માઝા મૂકી દીધી. એક દરબારે રસોઈ માટે સીધું આપ્યું. તેમાં ઘીની તપેલી આપવી ભૂલી ગયા. ભોજન વખતે ઘી વગરની કોરી રોટલી જોઈ દરબાર અકળાઈ જેમ-તેમ સંભળાવી ત્યાંથી ચાલ્યા ગયા. વિજ્ઞાનદાસ સ્વામીએ વગર વાંકે યોગીજી મહારાજ ઉપર ચૂલામાંથી બળતું લાકડું લઈને મારઝૂડ કરી. આખા શરીરે સોળ પડી ગયા. છાતીમાં લાલ ચકામા ઉપસી આવ્યા. બેસુમાર મારથી યોગીજી મહારાજ મૂર્છાવશ થઈ બેભાન થઈ ગયા. મારીને થાક્યા એટલે જોગીને પ્રાયાશ્ચિતનો એક ઉપવાસ આપી ગુરુ આરામમાં ગયા! કલ્પી પણ ન શકાય એવો ઘોર શારીરિક ત્રાસ વિજ્ઞાનદાસ સ્વામીશ્રી પર ગુજારતા. તેમ છતાં યોગીબાપા કહેતા કે, ‘ગુર મારે તો હું ઊભો રહું! ગુરુ રાજી થાય ને! ટોકે તો આપણે આગળ વધીએ.’
જેની સાથે આપણે એક દિવસ પણ વીતાવી ન શકીએ એવા વ્યક્તિ સાથે યોગીજી મહારાજે ૧૭ વર્ષ સુધી દિવસ-રાત કાઢ્યા. બે-ત્રણ પ્રસંગો જ હૈયું વલોવી નાખે છે, તો સત્તર-સત્તર વર્ષો સુધી હસતા મુખે આ પીડા સહન કરનાર યોગીબાપાની સાધુતાનો તાગ ક્યાંથી મળે? આ પ્રસંગોને આંખો સામે રાખીએ તો સત્સંગમાં કે જીવનમાં આપણને કાંઈ સહન કરવું પડતું હોય તેવું લાગે ખરું?!

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!