બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
11 views
Content
7 of 7
યુવાહૃદયના માલમી
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
યોગીજી મહારાજ સાથે યુવકોને ખૂબ ગમી ગયું હતું. કેમ કે યોગીજી મહારાજ તેમને જ અનુલક્ષીને વાતો કરે, રમાડે, જમાડે અને રમૂજની છોળો ઉડાડે. વળી, યુવકોના અંગત જીવનમાં પણ એટલો જ રસ લે.
યોગીજી મહારાજ મુંબઈ કપોળવાડીમાં બિરાજમાન હતા. આફ્રિકાના યુવક દિનેશભાઈ મુંબઈમાં અભ્યાસ અર્થે આવેલા. તેઓને યોગીજી મહારાજ પ્રત્યે બહુ હેત. પરંતુ તેઓ સિનેમાના શોખીન હતા. એક દિવસ યોગીજી મહારાજનાં દર્શન કરી તે ફિલ્મ જોવા ગયા. સ્વામીશ્રીએ સાંજે સ્નાન કરતાં દૃષ્ટિમાં રાખ્યું કે ‘આજે દિનેશ નથી આવ્યો.’ તેમની રાહ જોઈ અને જમવા માટે થાળી પણ તૈયાર રખાવી. થોડી વારે તે આવ્યા. એટલે સ્વામીશ્રીએ પ્રસન્ન થકા પૂછપરછ કરી. દિનેશભાઈએ પણ નિષ્કપટભાવે કહી દીધું, “બાપા! સિનેમા જોવા ગયો હતો.”
સ્વામીશ્રીએ નિર્દોષભાવે પૂછ્યું: “એમાં શું આવે? માંડીને વાત કરો.”
દિનેશભાઈ કહે, “સંસાર સ્વાર્થી છે, સુખ નથી. લગ્ન પછી છૂટાછેડા લે. એવું આવે.”
સ્વામીશ્રી એકદમ પ્રસન્નતા વ્યક્ત કરતા કહે: “ઓ... હો... હો! એવું શીખવાનું દેખાડે! તો નિત (રોજ) જજો!” પછી ધીરે રહીને કહે: “સાંજે સભામાં બેસવાનું. ટેમ (સમય) થાય એટલે જવાનું. અમે પૂછીએ કે ક્યાં જાવ છો? તો ‘કોલેજમાં’ એમ કહેવાનું...” યોગીજી મહારાજે તેમને આવી કળા શીખવાડી.
આવું બે-ત્રણ દિવસ ચાલ્યું. દિનેશભાઈ સભામાંથી ઊઠે એટલે સ્વામીશ્રી કહે: “દિનેશ! કોલેજનો ટેમ થઈ ગ્યો. બરાબર ભણજો...” પછી સાંજે તે આવે, ત્યારે બધું વિગતવાર પૂછે.
એક રાત્રે તે ફિલ્મ જોઈને આવ્યા અને જમીને સ્વામીશ્રીની રૂમમાં ગયા. તેમને જોઈને સ્વામીશ્રી એકાએક બેઠા થયા ને કહે, “દિનેશ! મને છાતીમાં બહુ દુઃખે છે. તું દવા કર ને!”
દિનેશભાઈ તો એકદમ ગભરાઈ ગયા અને બહાર ડૉક્ટરને બોલાવવા જતા હતા, ત્યાં યોગીજી મહારાજે તેઓનો હાથ પકડી કહ્યું: “ના, તું જ દવા કર. બહુ દુઃખે છે!”
દિનેશભાઈને તો શું કરવું તે સૂઝ્યું જ નહિ. તેઓ એકદમ ગભરાઈ ગયા. એટલામાં યોગીજી મહારાજે ધીરે રહીને કહ્યું, “જો તું ફિલ્મ જોવાનું બંધ કરે તો મને મટી જાય.”
દિનેશભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. એક જ યુવકનું નિયમ બહાર આચરણ યોગીજી મહારાજની છાતીમાં દુઃખાવારૂપે હોય છે, તે વાતની તેમણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. તેઓ અંદરથી હલી ગયા. તેમણે માફી માગી મનોમન શપથ લીધા કે, ‘હવેથી ક્યારેય કોઈ પણ ભોગે સિનેમા જોવી નહીં!’
આ રીતે યોગીજી મહારાજે પોતાની અનોખી રીતથી એક યુવકને સમજાવી તેની કુટેવ ટાળી. ‘સૌ પ્રથમ હેત-પ્રેમ કરીને શાંતિથી પોતાની વાત સમજાવવી’ આવી યોગીજી મહારાજની રીત આજે પ્રત્યેક માતા-પિતા માટે આદર્શરૂપ છે.
આજે માતા-પિતા આગ્રહ, જોર-જબરજસ્તી કરી પોતાની રુચિ-ઈચ્છા સંતાનો ઉપર લાદવાનો પ્રયત્ન કરે છે. જેનાથી માતા-પિતા અને સંતાનો વચ્ચે જનરેશન ગેપ વધતો જાય છે. પરંતુ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, ‘પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રં મિત્રવદાચરેત્’ સંતાનો સાથે મિત્રની જેમ વર્તી તેઓને યોગ્ય દિશામાં વાળવા. આવી રીતે યુવાનોને સંસ્કારિત કરવાની એક અનોખી રીતથી જ યોગીજી મહારાજે એક આદર્શ, નિયમ-ધર્મયુક્ત યુવાસમાજ તૈયાર કર્યો હતો.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!