બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
11 views
Content
6 of 7
હૈયાના હેત ન ભૂલાય
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
‘બળવંત! કેમ ઊઠ્યા?’
‘સ્વામી! મારે દાદાબાપુને જગાડવા છે.’ નાના દસ વર્ષના બળવંતે જવાબ આપ્યો.
‘શું કામ પડ્યું?’ અક્ષરદેરીના મહંત યોગીજી મહારાજનો વહાલભર્યો સ્વર સંભળાયો.
‘મારે દિશાએ (શૌચક્રિયા માટે) જવું છે’ બાળકે સામે દૂર પથારીમાં બેઠેલા સાધુ તરફ દીનનજરે જોઈને કહ્યું.
‘ઓહો, એમાં શું, હું તમને લઈ જઈશ. દાદાબાપુને ન જગાડશો.’
હાથમાંની માળા પથારીમાં મૂકી યોગીબાપા ઊભા થયા. ચોમાસાના એ દિવસો હતા. બહાર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતો હતો. ખૂણામાં પડેલો એક કોથળો ઉપાડતાં યોગીબાપા કહે: ‘બળવંત! આ કોથળો માથા પર ઓઢીને શરીરે લપેટી લેજો. હું પાણી ભરી લાવું એટલે તમને બહાર લઈ જાઉં.’
યોગીબાપાએ નાના તગારામાં થોડો ગારો નાંખી આંબલીના ઝાડ નીચે બે પથરા વચ્ચે તગારું ગોઠવી દીધું. પાણી ભરેલો પિત્તળનો લોટો પણ મૂકી દીધો. આંબલીના થડ પાસે આ ગોઠવ્યું હતું, જેથી બાળક વધુ પલળે નહીં. પછી ઓરડીના બારણા પાસે આવી ધીમેથી કહે: ‘બળવંતસંગ, આવો.’ બાળક ઊઠીને ચાલ્યો. યોગીબાપા પોતાના બે હાથ વડે કોથળાને માથા પર ઓઢાડીને બળવંતને આંબલીના ઝાડ નીચે લાવ્યા. અને કહે: ‘અહીં દિશાએ જઈ આવો.’ સ્વામીશ્રી થોડે દૂર જઈને ઊભા. બળવંતસિંહ દિશાએ જઈ ઊભો થયો એટલે બાપાએ બીજા લોટાના પાણીથી તેના હાથ માટી વડે ધોવડાવ્યા. પછી બાળકને કહે: ‘બળવંતસંગ, ઓરડીમાં પગ લૂછણિયું પડ્યું છે તે ઉપર પગ લૂછીને પથારીમાં હવે સૂઈ જાવ.’ યોગીબાપાના વેણે વેણે હેત નીતરતું હતું. ક્ષણમાં બાળક બરાબર નિદ્રાધીન થઈ ગયો. યોગીજી મહારાજ આંબલી પાસે આવી વિષ્ટાનું તગારું ઊંચકી, થોડે દૂર ચાલીને ગટરમાં નાંખી, ધોઈ સાફ કરી ઊંધુ વાળીને ફરી આંબલી પાસે મૂકી દીધું. વરસાદ ધોધમાર પડતો હતો. વચ્ચે વચ્ચે થતાં વીજળીના ચમકારાથી અને આ સ્થાનના અનુભવના આધારે યોગીરાજે આ બધી ક્રિયા અંધારામાં આટોપી.
એ પછી હસ્તપ્રક્ષાલન કરી, બન્ને લોટા માંજી યોગીબાપાએ સ્નાન કર્યું. ભીનાં લૂગડાં બળપૂર્વક નીચોવ્યાં ને ઓરડીમાં બાંધેલી દોરી પર સૂકવ્યાં. એ વખતે મોડી રાત્રે બાર ઉપર એક વાગ્યાનો સમય થઈ ગયો હશે. મુશળધાર વરસતા વરસાદમાં તરબોળ ભીંજાયેલા યોગીબાપાના મુખ પર પ્રેમ, દયા અને કરુણાના ભાવો ઝગારા મારી રહેલા. મધરાતે અડવાળના અગરસંગબાપુના પૌત્ર બળવંતસંગની સેવા કરનારા અક્ષરદેરીના મહંત યોગીજી મહારાજના હૃદયમાં ભક્તોની સેવાનો કેવો સાગર ઘૂઘવતો હશે!
સત્પુરુષની આવી નિ:સ્વાર્થ સેવા-સરભરા અને અકારણ કરુણા માણનારા સેંકડો ભક્તોના હૃદયમાંથી એ જ ઉદ્ગારો ઉઠે છે: ‘હૈયાના હેત ન ભૂલાય, સ્વામી! તારા હૈયાના હેત ના ભૂલાય !’

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!