બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
11 views
Content
5 of 7
ગંજીપામાંથી ગુણગ્રહણ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
એક વાર યોગીજી મહારાજ ટ્રેનમાં સંતો સાથે સારંગપુર આવી રહ્યા હતા. આ દરમ્યાન ‘સ્વામીની વાતો’ અને ‘વચનામૃત’ ઉપર નિરૂપણ કરી યોગીજી મહારાજે સૌને ખૂબ આનંદ કરાવ્યો. વઢવાણ સ્ટેશનેથી કેટલાક યુવાનો ટ્રેનમાં ચઢ્યા. યોગીજી મહારાજ તો અલમસ્ત સ્થિતિમાં કીર્તનો ગાઈ રહ્યા હતા. પેલા યુવાનોએ ટ્રેન શરૂ થતાં ગંજીપો એટલે કે પત્તાં રમવાનું શરૂ કર્યું. તેમને આ કીર્તનોથી વિક્ષેપ પડતો હતો. તેથી તેમાંના એકે યોગીબાપાને કહ્યું: ‘ઓ સાધુ મહારાજ! ભજન બંધ કરો. અમારે અહીં પત્તાં રમવા છે અને તમે નકામા ઘાંટા તાણો (અવાજ કરો) છો.' આ સાંભળી યોગીજી મહારાજ કીર્તન બોલતા બંધ થઈ ગયા.
પરંતુ ગંજીપો ૨મનારા ૨મતમાં એટલા બધા મશગૂલ થઈ ગયા હતા કે તેમને રાણપુર સ્ટેશને ઊતરવાનું હતું, તે સ્ટેશન ચૂકાઈ ગયું અને બોટાદ પહોંચી ગયા. રાતના ૨ વાગી ગયા હતા, એટલે આખી રાત ઠંડીમાં હેરાન થયા. વળી, રાણપુરથી બોટાદ સુધીનો ‘ટિકિટ ચાર્જ’ પણ આપવો પડ્યો. તેથી સાથેના કોઈ બોલી ઊઠ્યા: ‘આપણને કીર્તન ગાવા ન દીધાં તેથી કેવી દશા થઈ!’ તરત જ યોગીજી મહારાજે તેમને કહ્યું: ‘ગુરુ! એવું ન બોલાય, આપણે તેમનો ગુણ લેવો. જેવો ગંજીપો ૨મવાનો તેમને વેગ છે, તેવો જ આપણે ભગવાન ભજવાનો વેગ રાખવો જોઈએ.’
યોગીજી મહારાજની આંખો, મન કે હૃદય અવગુણ જોઈ જ શકતાં નહીં. તેઓના જીવનમાં ગુણ અને મહિમાને જ પ્રવેશ હતો. અભાવ-અવગુણ માટે ‘નો એન્ટ્રી’નું કાયમી બોર્ડ તેઓએ લગાવી દીધેલું. યોગીજી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ વિરોધ કરનારનો પણ ગુણ જ ગ્રહણ કરવાની ટેવ પાડીએ તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ અંતરે શાંતિ રહે. ગુણગ્રહણ અને મહિમાદૃષ્ટિ સત્સંગમાં ટકવા અને ચડતા રંગ સાથે આગળ વધવા માટે અનિવાર્ય છે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!