બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
11 views
Content
4 of 7
ભક્તોના સામાનને દંડવત્
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૭ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ યોગીજી મહારાજ દક્ષિણના તીર્થોની ટ્રેનયાત્રામાં પધાર્યા. ૪૫ દિવસની આ યાત્રામાં ૬૫૦ જેટલા હરિભક્તોનો સંઘ જોડાયો હતો. ચિદમ્બરમ્ થી સેતુબંધ રામેશ્વર જતાં પહેલાં પોંડિચેરી જવાનું નક્કી થયું. પોંડિચેરીમાં સૌ યાત્રિકો અરવિંદ આશ્રમ જોવા ગયા હતા. સ્વામીશ્રી ટ્રેન ઉપર જ રોકાયા હતા. જોડના એક સાધુ સાથે વિનુભાઈ (મહંતસ્વામી મહારાજ) અને જશભાઈ યોગીબાપા સાથે ટ્રેનમાં રોકાયા હતા. સ્નાનવિધિથી પરવાર્યા પછી સ્વામીશ્રી કહે: ‘હાલો, પ્રસાદીની ગાડીની પ્રદક્ષિણા કરીએ.’ મીટરગેજના લાંબા લાંબા ૧૮ ડબ્બા હતા. પ્રદક્ષિણા ઘણી મોટી થઈ. દોઢ પરિક્રમા પછી યોગીજી મહારાજ ટ્રેનને દંડવત્ કરવા લાગ્યા. જશભાઈ કહે: ‘બાપા! દંડવત્ કોને કરો છો?’
સ્વામીશ્રી કહે: ‘હરિભક્તોને દંડવત્ કરું છું.’
‘તે તો એકેય નથી. બધા આશ્રમ જોવા ગયા છે.’
સ્વામીશ્રીએ તરત જ કહ્યું: ‘હરિભક્તોનો સામાન તો છે ને!’
યોગીજી મહારાજની મહિમાની આ પરાકાષ્ઠા નિહાળતાં સૌ સ્તબ્ધ બની ગયા!
શિષ્યો ગુરુને વંદન કરે એવું તો દુનિયામાં જોવા મળે, પણ ગુરુ શિષ્યોના સામાનને દંડવત્ કરે તેવું વિરલ દૃશ્ય તો ક્યાં જોવા મળે!
૧૯૫૪ની સાલમાં યોગીજી મહારાજ મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે બંધિયા પધાર્યા હતા. તેઓની સાથે ફરતા સૌ યુવકો રાત્રે મંદિરના ચોકમાં સૂતા હતા. એવામાં યોગીબાપાને લઘુ કરવા જવાનું થયું. તે સમયે વિનુભાઈ પણ જાગી ગયા. તેમણે જોયું તો સ્વામીશ્રી દંડવત્ કરી રહ્યા હતા. વિનુભાઈ એકદમ ઊઠીને દોડ્યા. સ્વામીશ્રીને ઊભા કર્યા અને પ્રશ્નસૂચક નજરે સ્વામીશ્રી સામે જોઈ રહ્યા કે આમ કોને દંડવત્ કરતા હતા? મંદિરના સિંહાસનની દિશા પણ નહોતી. વળી, જે તરફ દંવડત્ કરતા હતા તે તરફ તો સૌ સૂતા હતા. જીજ્ઞાસાવશ વિનુભાઈએ પૂછ્યું ત્યારે યોગીબાપા કહે: ‘યુવકોને! બધા મુંબઈ જેવા શહેરનો ત્યાગ કરીને ભીડો ખમે, સેવા કરે, એટલે હેત આવી ગયું. મહિમા સમજવો પડે ને!’
વિનુભાઈએ અહોભાવ અને આશ્ચર્ય સાથે ફરી પૂછ્યું: ‘બાપા! આવી રીતે કેટલી વાર દંડવત્ કર્યા હશે?’ ત્યારે વાતને ટાળતાં યોગીબાપા કહે: ‘કાંઈ નહીં, થાય એટલું કરીએ.’
મધરાતે કોઈને ખ્યાલ ન આવે તેમ યોગીબાપા યુવકોને દંડવત્ કરતા હતા. તેઓનું અંતર કેટલી નિર્દંભતા, નિર્મળતા અને મહિમાથી છલકાતું હશે! ખરેખર, યોગીરાજની મહિમાદૃષ્ટિનો જોટો જડે તેમ નથી. સૌનો આવો મહિમા સમજી સેવા કરીએ તો આપણા અંતરમાં પણ યોગીજી મહારાજની જેમ ઉત્સાહ અને આનંદના ફૂવારા છૂટે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!