બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ
11 views
Content
3 of 7
પ્રેમના કોળિયાં
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
એક વાર યોગીજી મહારાજ સંતો સાથે નારાયણ ધરે સ્નાન કરવા પધાર્યા. તે વખતે જૂના મંદિર - મૂળીના બે સાધુઓ ઉત્તમચરણદાસ તથા નારાયણપ્રસાદદાસ પણ ત્યાં આવ્યા હતા. તે બંનેનો યોગીજી મહારાજને મારવાનો દુષ્ટ આશય હતો. યોગીજી મહારાજ નારાયણ ધરામાં સ્નાન કરવા ઊતર્યા એટલે તેઓ પથ્થર લઈને કિનારા પર આવ્યા. અમાસના સમૈયાને કારણે ઘણાં હરિભક્તો અહીં આવ્યા હતા, તેઓ સ્નાન કરતા હોવાથી આ સાધુઓને પથ્થર મારવાની તક મળી નહીં. પરંતુ યોગીજી મહારાજ બહાર નીકળ્યા ત્યારે અપશબ્દોથી પ્રહાર કરવામાં આ સાધુઓએ કંઈ જ બાકી ન રાખ્યું. યોગીજી મહારાજને મન તો અપમાન એ સાધુતાના શણગાર હતા, તેઓ હસતાં હસતાં ત્યાંથી ચાલી નીકળ્યા.
સમય જતાં યોગીબાપાને અપશબ્દો બોલનાર આ સાધુ નારાયણપ્રસાદદાસ એક વાર યાત્રાએ નીકળ્યા. કારિયાણી જવું હતું, પરંતુ રસ્તામાં તેને કાચ વાગ્યો. વરસાદ હોવાથી ઘામાં પાણી ચઢી ગયું અને પગ પાક્યો. એક સાધુ સાથે બોટાદ સ્ટેશને ઊતરી, ઘોડાગાડી કરીને બંને સારંગપુર આવ્યા. માર્ગમાં ખૂબ જ ગારો હતો. એટલે ઘોડાગાડીવાળાએ અહીંથી કારિયાણી જવાની ના પાડી અને ભાડુ લઈને તે બોટાદ ચાલ્યો ગયો. સારંગપુર હનુમાનજીનાં દર્શન કરવા ગયા પણ મંદિરના દરવાજા બંધ થઈ ગયા હતા. વરસાદ વરસતો હતો.
પોતે જૂના મંદિરના સાધુ છે તેથી નવા મંદિરમાં તેમને ઉતારો નહીં મળે તેવી તેમને ધારણા હતી. પગ પાક્યો હતો એટલે નારાયણપ્રસાદને પીડા ખૂબ થતી હતી. ન છૂટકે તેમણે રાત્રિના અગિયાર વાગ્યે સારંગપુર મંદિરનાં દ્વાર ખટખટાવ્યાં. રાત્રિની કથા-ચેષ્ટા કરી સૌ સૂઈ ગયા હતા. ફક્ત યોગીજી મહારાજ સૂવાની તૈયારી કરતા હતા. ત્યાં ચોકિયાત પાર્ષદે ખબર આપ્યા કે બે અજાણ્યા સાધુ આવ્યા છે અને મંદિરમાં ઉતારો માગે છે. યોગીજી મહારાજ દરવાજા સુધી લેવા ગયા અને આવકાર આપ્યો. પછી જમવા માટે આગ્રહ કર્યો. ભંડારમાં રસોઈમાં કશું વધ્યું ન હતું. તેથી ઠાકોરજીના થાળની પૂરી, અથાણું અને મગજના લાડુ આપ્યા. બંને સાધુઓ ખૂબ જ ભૂખ્યા થયા હતા. કોળિયે કોળિયે તેઓ યોગીજી મહારાજનો પ્રેમ મમળાવી રહ્યા. સ્વામીશ્રીએ તેમને સૂવા માટે આસનો પણ તૈયાર કરી આપ્યાં. તે બંને સાધુઓ આસન પર આવ્યા એટલે યોગીજી મહારાજે તેઓને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નારાયણપ્રસાદદાસે કહ્યું: ‘કારિયાણી દર્શને જવું છે, પરંતુ વરસાદને લીધે ગાડીવાળાએ અહીં ઉતારી મૂક્યા છે.’ એમ કહી, વહેલી સવારે કારિયાણી જવાની ઇચ્છા દર્શાવી.
વહેલી સવારે યોગીજી મહારાજે તેમને ગાડું જોડાવી દીધું. નારાયણપ્રસાદદાસ યોગીજી મહારાજને ઓળખી ગયા હતા. ‘જે મોઢે જોગીને ગાળો ભાંડી’તી તે જ મોઢામાં જોગીએ પ્રેમથી કોળિયા મૂક્યા છે.’ પશ્ચાતાપનું ઝરણું હૈયેથી વહી પડ્યું. એ જ ક્ષણે તેના અંતરમાંથી ઉદ્ગાર સરી પડ્યો: ‘યોગી મહારાજ! આપ સાચે જ અજાતશત્રુ છો. આપને કોઈ પ્રત્યે વેરભાવના નથી. આપનું હૃદય કેવળ પ્રેમથી જ ભરેલું છે.’ પરંતુ યોગીજી મહારાજે તરત એમના મોઢા ઉપર હાથ મૂકી દીધા. કડવા ભૂતકાળને ભૂલી જવાનો તેમાં સંકેત હતો. ‘પોતે કોઈ ઉપકાર નથી કર્યો, પોતાના વ્યક્તિ માટે આટલું તો થઈ જ શકે ને!’ એ ભાવના જોગી મહારાજના મુખારવિંદ પર છલકતી હતી. આવા અજાતશત્રુ પુરુષ દુનિયામાં ક્યાં મળે!

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!