અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
4 of 12
આ અમારાં તિલક
Original
4 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ફૂલદોલનો સમૈયો કરવા ભગવાન સ્વામિનારાયણ સંતમંડળ સહિત પંચાળા પધાર્યા હતા. એક વખત સભામાં મહારાજે સૌ સંતોને અહીંની ચંદન જેવી પીળી માટીના ખડાં (ટૂકડાં) આપ્યાં અને સંતોને તિલક કરવાની આજ્ઞા કરી. બીજે દિવસે સવારે મહારાજે જોયું તો કોઈના કપાળમાં તિલક નહીં. મહારાજે કારણ પૂછ્યું ત્યારે સૌ કહે કે, ‘તિલક કરવું શેનાથી?’ મહારાજે આગલે દિવસે બધાને માટીના ખડા આપેલા તે યાદ કરાવ્યું. ત્યારે સૌ ભોંઠા પડી ગયા, કારણ કે મહારાજની પ્રસાદી જાણી તે ખડા સંતો જમી ગયા હતા. પછી મહારાજે ફરીથી સૌને ખડા અપાવ્યા. બીજે દિવસે સંતો કપાળમાં ચિત્ર-વિચિત્ર તિલક કરીને સભામાં આવ્યા. આ ભેંસ-ભડકામણાં તિલક જોઈને મહારાજ ખૂબ હસ્યા. પછી પોતાના તિલક સમાન સંતની સૌને ઓળખાણ કરાવવા મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં પોતાના શુભ હસ્તે તિલક અને મધ્યે કુમકુમનો ચાંદલો કર્યો. પછી સ્વામીને બતાવતાં સૌ સંતોને સંબોધીને કહ્યું: ‘જુઓ! આ અમારા તિલક!’ વળી, વધુ સ્પષ્ટતા કરતાં મહારાજ બોલ્યા: ‘હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી.’ એમ પોતાના પુરુષોત્તમ સ્વરૂપની અનન્યતા અને સ્વામીના અક્ષર સ્વરૂપની અદ્વિતિયતા મહારાજે સૌને સમજાવી.
આ રીતે ઘણી વાર શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામીની ‘અક્ષર’ તરીકેની ઓળખાણ સંતો-ભક્તોને કરાવી છે. સંવત ૧૮૬૬ના પોષ સુદ પૂનમે ડભાણમાં મૂળજી શર્માને દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી નામાભિધાન કર્યું. એ સમયે પણ મહારાજે વાત કરી હતી કે, ‘આજે ભાદરામાં પ્રગટ થયેલા મૂળજી શર્મા જે અમારું મૂર્તિમાન અક્ષરબ્રહ્મધામ છે તેને દીક્ષા આપતાં મને અત્યંત આનંદ થાય છે. એ અક્ષરબ્રહ્મધામ અધો-ઊર્ધ્વ પ્રમાણે રહિત છે. અને તેમાં હું મારા અનંત મુક્તો સાથે રહું છું.” આ પ્રસંગને હરિલીલાકલ્પતરુ ગ્રંથમાં (૭/૧૭/૪૯-૫૦) પણ આલેખિત કર્યો છે. આવા તો અનેક પ્રસંગોએ પોતાના સર્વોત્તમ ભક્ત મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી શ્રીહરિએ મોક્ષની ધારા અખંડિત રાખી છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!