jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

દર્શનનો ખપદૃષ્ટિનો સંયમમારે તો પણ મીઠાં ફળ દેઆ અમારાં તિલકઅનાદિના સેવકબ્રાહ્મીસ્થિતિના ઘડવૈયાસેવા કરે તે મહંતમાન-અપમાન મેં એકતાએ મોજ તો સવજી લઈ ગયોઅનોખી માનતાગુણાતીત સંગે ગુણાતીતસ્વામી! તમે પંડે અક્ષર?

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

68 views

Content

11 of 12

ગુણાતીત સંગે ગુણાતીત

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

કામરોળના દરબાર દાજીભાઈ સરકારી કામ પ્રસંગે જૂનાગઢ આવ્યા હતા. તેમણે સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો રાખ્યો. મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે મંદિરમાં જે કોઈ આવે તેની ઉતારા-પાગરણ-જમવાનું વગેરેથી સંભાવના કરતા. જે એક વાર ગુણાતીતાનંદ સ્વામીની મહેમાનગતિનો લાભ લે તે તેઓને ભૂલી શકતા નહીં.

સ્વામીએ દાજીભાઈને હોકામેડીમાં ઉતારો આપ્યો. દરબારો તથા ગરાસિયાઓ કે જેઓને સત્સંગ ન હોય અને હોકા, બીડી, અફીણ વગેરેની લત હોય તેમને માટે સ્વામીએ મંદિરમાં અલગ ઉતારો બાનાવ્યો હતો, જેનું નામ હોકામેડી રાખ્યું હતું. વ્યસનીઓને સ્વામી ત્યાં ઉતારા આપતા જેથી તેમને વ્યસન કરવામાં સંકોચ ન થાય. વળી, સત્સંગીઓને પણ તેઓના વ્યસનથી ત્રાસ ન ઉપજે. ગુણાતીતાનંદ સ્વામીનો ઇરાદો વ્યસનને પ્રોત્સાહન આપવાનો નહોતો, પરંતુ તેઓ સમજતા કે આવા લોકોને સીધો ઉપદેશ આપવા કરતાં તે મંદિરમાં આવી સત્સંગીઓનાં વર્તન જોશે તો તેમની કુટેવો આપોઆપ છૂટી જશે. દાજીભાઈ પણ આ માંહીના એક હતા તેથી તેમને હોકામેડીમાં ઉતારો આપ્યો.

સવારની સભામાં સ્વામીએ દાજીભાઈને પૂછ્યું, “દરબાર! ગુરુ કર્યા છે?”

દરબારે કહ્યું, “હું ગુરુ જ ગોતું છું. હજુ સુધી ગુરુ મળ્યા નથી. કાં જે જેને ગુરુ કરવા જાઉં છું તે દારૂના બે શીશા અને બે બકરા માંગે છે. એટલે મને વિચાર થાય છે કે એવું તો હું પણ કરું છું. એટલે એવા ગુરુ મારું શું ભલું કરે?”

દરબારની આ વાત સાંભળી સ્વામી હસ્યા અને કહ્યું: “દરબાર! આ ગુરુ તેવું માંગે એવા નથી.” એમ કહીને સ્વામીએ કહ્યું: “દારૂ, માટી, ચોરી, વ્યભિચારનો ત્યાગ ને વટલવું-વટલાવવું નહીં, એ પાંચ નિયમો પળાવી સ્વામિનારાયણનું ભજન અમે કરાવીએ છીએ.”

ગુણાતીતાનંદ સ્વામીની આ વાત સાંભળીને અને તેમનાં દર્શન કરીને દરબારનું હૈયું ટાઢું થઈ ગયું. તેમના સંકલ્પો બધા બંધ થઈ ગયા. તેમનું અંતર સ્વામીશ્રી પ્રત્યે ખેંચાયું. તેથી તેમણે હાથ જોડીને કહ્યું: “સ્વામી! આજથી આપના વચને હું દારૂ નહીં પીવું તેમજ માંસ પણ નહીં ખાઉં. ચોરી તો હું કરતો નથી. તેમજ વટલવું-વટલાવવું હું હવે કરીશ નહીં.” સ્વામીને મહાપુરુષ જાણી નિષ્કપટ થતાં દરબાર આગળ બોલ્યા, “પણ સ્વામી, મેં યુવાવસ્થામાં ત્રાંબાની ભસ્મ ખાધી છે ને ચકલાંની જીભો કપાવીને ખાધી છે, તેથી નિષ્કામ ધર્મ મારાથી પળે તેમ નથી.”

દરબારે નિષ્કપટપણે પોતાની હકીકત કહી દીધી, તેથી સ્વામી તેમના ઉપર રાજી થયા. પછી કહ્યું: “આ ચાર નિયમો તમે પાળજો. પાંચમું નિષ્કામ ધર્મ અમે તમને પળાવીશું.” એમ કહીને સ્વામીએ દરબારને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા અને સ્વામિનારાયણની પાંચ માળા પોતા તરફ દૃષ્ટિ રાખીને ફેરવવાની આજ્ઞા કરી. એટલે દરબારે સ્વામીશ્રી તરફ દૃષ્ટિ રાખી પાંચ માળા ફેરવી કે તરત જ સ્વામીએ તેમનાં નેત્રમાંથી કામ ખેંચી લીધો. સ્વામીની આ અસાધારણ કૃપાથી કામાદિક દોષના તેમના તમામ સંકલ્પો શમી ગયા! અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ! રોજ પાંચ શેર દૂધ કઢીને તેમાં શેર સાકર નાખીને પીતા ને બશેર લોટની પૂરી જમી જતા એવા બળવાન હતા, છતાં તેમને કામનો સંકલ્પ ઊઠતો નહીં. ગુણાતીતાનંદ સ્વામી થકી દરબાર નિર્દોષ થઈ ગયા.

આવા તો કંઈક ખારા જીવોને મીઠા કરી દેનાર વડવાનળ સમાન સત્પુરુષ હતા ગુણાતીતાનંદ સ્વામી. પાપના પર્વત સમા લીલાખાનો મુંજો સૂરુ હોય કે બહારવટે ચડી લોકોને રંજાડતો બાબરિયાવાડનો વાલેરો વરુ – ગુણાતીતના પ્રસંગમાં આવનાર હરકોઈ જીવમાંથી શિવ બની ગયા છે.

શ્રીજીમહારાજે સર્વ આશ્રિતોને આજ્ઞા કરી હતી, “વર્ષોવર્ષ એક માસ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જે જૂનાગઢ જશે તેમની કસરમાત્ર ટળી જશે.” ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં બ્રહ્મરૂપ થવાનો અખાડો ચલાવ્યો હતો, જેમાંથી ઘણા બ્રહ્મરૂપ પાક્યા હતા. આવા બ્રાહ્મીસ્થિતિના ઘડવૈયા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા આજે પણ મહંતસ્વામી મહારાજ રૂપે ચાલુ છે...
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics