અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
7 of 12
સેવા કરે તે મહંત
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ચાલીસ વર્ષ સુધી જૂનાગઢ મંદિરના મહંત તરીકે રહ્યા. પરંતુ પદનો મદ ક્યારેય તેઓને સ્પર્શી શક્યો નહોતો. શ્રીજીમહારાજની આજ્ઞાથી સેવા માની તેઓ આ મહંતપદને શોભાવતા હતા, જે તેઓના વર્તન દ્વારા સૌ કોઈને અનુભવાતું. એક વખત તરણેતરના મહંત ગુણાતીતાનંદ સ્વામીને મળવા માટે જૂનાગઢ મંદિરે પધાર્યા. ત્યારે મંદિરના પ્રાંગણમાં સ્વામી વાસીદું વાળતા હતા. મહંતજીએ સ્વામીશ્રીને પૂછ્યું કે, ‘આ મંદિરના મહંત ક્યાં મળશે?’ સ્વામીશ્રીએ નમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ઉપર જાઓ ત્યાં મળશે.’
થોડી વારમાં સ્વામી હાથ-પગ ધોઈ પોતાના આસને પધાર્યા. તરણેતરના મહંત તો સ્વામીશ્રીને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ નવાઈ પામતાં પૂછ્યું: ‘તમે મહંત! તમે તો હમણાં ચોક વાળતા હતા ને?’ ગુણાતીતાનંદ સ્વામીએ હસતાં હસતાં કહ્યું: ‘અમારે ત્યાં તો સેવા કરે એ જ મહંત.’
ચાલીસ વર્ષથી ગુણાતીતાનંદ સ્વામી ‘મહંત’ પદે બિરાજમાન હતા, તે પણ સૌના માટે આશ્ચર્યનો વિષય હતો. તેનો ફોડ પાડતાં સ્વામીશ્રીએ કહ્યું કે, ‘લોકોને દ્રવ્ય અને સત્તાનો મોહ છે. અમારી પાસે દ્રવ્ય તો શું પણ ધાતુની કોઈ ચીજ કે સારું વસ્ત્ર પણ નથી. અમારી પૂજામાં તિલકિયું અને ચાંદલિયું તે પણ લાકડાનાં છે. સ્ત્રી-દ્રવ્યનો ત્યાગ છે તેથી આ મહંતાઈ ટકી છે.’
ગુણાતીત રીત જગતથી નિરાળી છે. અહીં મોટપ સત્તા કે સંપત્તિથી નહીં, પણ સેવાથી છે. એ ગુણાતીત વારસો આજપર્યંત આપણા ગુરુવર્યોએ જાળવી રાખ્યો છે. આપણે પણ તેઓના પગલે પગલે ચાલવાનું છે. આપણાં મંદિરમાં ચાલતી સેવાઓમાં આજ્ઞા મુજબ અથવા યથાશક્તિ જોડાવાનું છે. તો જ આપણે ગુણાતીતના વારસ કહેવાઈએ, ખરું ને?
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!