jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

દર્શનનો ખપદૃષ્ટિનો સંયમમારે તો પણ મીઠાં ફળ દેઆ અમારાં તિલકઅનાદિના સેવકબ્રાહ્મીસ્થિતિના ઘડવૈયાસેવા કરે તે મહંતમાન-અપમાન મેં એકતાએ મોજ તો સવજી લઈ ગયોઅનોખી માનતાગુણાતીત સંગે ગુણાતીતસ્વામી! તમે પંડે અક્ષર?

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

68 views

Content

5 of 12

અનાદિના સેવક

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

વરતાલમાં એક વખત શ્રીજીમહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામી કેટલાક માંદા સાધુની સેવામાં રોકાયા હતા. દરેકની રુચિ પ્રમાણે જમવાનું કરી આપે, ટેલ-ચાકરી કરે અને સહુની ગોદડીઓ પણ ધોઈ નાખે. આ જોઈ કેટલાક સાજા-સારા સાધુઓએ પણ પોતાની ગોદડીઓ, માંદા સાધુઓની ગોદડીઓ ભેગી ધોવા આપી દીધી. લગભગ અઢાર જેટલી ગોદડીઓ ભેગી થઈ હતી, પણ સ્વામી કોઈ ફરિયાદ કે અણગમા વગર પ્રેમથી સૌની સેવા કરતા. ગોમતી તળાવમાં ગોદડીઓ ધોઈ, બંને ખભા ઉપર ઊંચકી સ્વામીશ્રી મંદિરે આવતા હતા. પરિશ્રમથી શરીરે પરસેવો વળી ગયો હતો. સાથે ભીની ગોદડીઓનું પાણી શરીરના અંગો પર રેલાતું હતું.

બરાબર તે જ વખતે મહારાજ વાસણ સુથારને ઘે૨ જમીને મંદિરના હનુમાનવાળા દરવાજે આવ્યા. સ્વામીશ્રી તો મહારાજની મૂર્તિમાં વૃત્તિ પરોવી, અનિમિષ દૃષ્ટિએ દર્શન કરતાં ઊભા રહી ગયા. મહારાજ પણ સ્વામીની પ્રેમદોરીએ બંધાયેલા ત્યાં જ ઊભા રહ્યા. ભક્ત અને ભગવાનનું અલૌકિક દૃષ્ટિમિલન ચાલ્યું. થોડી વાર થઈ એટલે મહારાજે રજા માંગતાં પૂછ્યું: સાધુરામ! હવે ચાલશું?’ એટલે સ્વામીએ દૃષ્ટિ ખેંચી લીધી. પછી મહારાજ સભામાં પધાર્યા. અહીં વિશિષ્ટ ચરિત્ર કરતાં મહારાજ શરીરે એકદમ અકળામણ બતાવવા લાગ્યા. એટલે સેવકો પંખો નાખવા લાગ્યા, તો કોઈ ઠંડું પાણી લઈ આવ્યું. ત્યારે મહારાજ કહે: ‘મારે કાંઈ જોઈતું નથી, પણ પેલા સાધુએ મારે માથે ભાર મૂક્યો છે તે લઈ લો.’ મહારાજનો કહેવાનો ભાવ હતો કે ‘ગુણાતીતાનંદ સ્વામીના ખભે જે ગોદડીઓ છે તેનો ભાર મને લાગે છે.’ આ સાંભળી ભગુજી દોડ્યા અને સ્વામી પાસે જઈ એમના ખભા ઉપરથી ગોદડીઓ લઈ લીધી. તે મહારાજ પાસે લાવીને મૂકી. મહારાજે જેમની ગોદડીઓ હતી તેમને બોલાવ્યા. માંદા સાધુઓ તો પોતાની ગોદડીઓ લઈ ગયા, પણ જે સાજા હતા તે શરમાઈને આવી શક્યા નહીં. મહારાજે તત્કાળ સભા બોલાવી. મહારાજ જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી તો મારા અનાદિના સેવક છે. સંતો-ભક્તોની સેવામાં તે તો ક્યારેય પાછી પાની કરશે નહીં, પણ સૌને ખ્યાલ હોવો જરૂરી છે કે આ કોઈ સામાન્ય સાધુ નથી કે તેમની પાસે આપણે આવી ટેલ-ચાકરી કરાવીએ.

તેથી મહારાજે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વગેરે સદ્ગુરુઓને બોલાવીને પૂછ્યું: ‘આ ગુણાતીતાનંદ સ્વામી કેવા સાધુ છે?’ ‘એ તો બહુ સારા સાધુ છે. કીર્તનો બહુ મોઢે છે ને વાતો પણ કરે છે. સેવા પણ ખૂબ કરે છે ને તપસ્વી પણ ભારે છે.’ સદ્ગુરુઓ બોલ્યા. ‘એ તો તમે ઉપલ્યા ગુણ કહ્યા, પણ એ તો બહુ સમર્થ સાધુ છે, કાં જે, જેમ સાણસામાં સાપ પકડે તેમ અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં એમણે ઝાલી રાખી છે.’ મહારાજે કહ્યું.

તે સાંભળી હિન્દુસ્તાની (ઉત્તર ભારતથી આવેલા હિન્દીભાષી) મહાનુભાવાનંદ સ્વામી કહે: ‘મહારાજકુ ક્યું પકડા હૈ? છોડ દો.’ ત્યારે મહારાજે એમને સમજાવ્યું: ‘એણે તો અમને અખંડ પકડી રાખ્યા છે, પરંતુ અમને તેનું દુઃખ થતું નથી, પણ એમની જેમ બીજાને અમારી મૂર્તિ પકડવી કઠણ છે. આ સાધુ તો અમારા અનાદિના સેવક છે. આ સાધુ દ્વારા જ અમારી સર્વોપરી ઉપાસના આખા સત્સંગમાં પ્રવર્તશે. આ સાધુ જેવો અમારો અદ્ભુત મહિમા જાણે છે તેવો બીજા જાણતા નથી. માટે આવા સાધુ પાસે સાજા સાધુ સેવા કરાવે, તે કેવું કહેવાય?’ આ પ્રમાણે મહારાજે સૌ સદ્ગુરુઓને સ્વામીનો મહિમા સમજાવ્યો.

સ્વામીના શરીરે રહેલી ગોદડીઓનો ભાર શ્રીજીમહારાજને અનુભવાય, અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે કેવું એકાત્મ્ય છે!
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics