અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી
68 views
Content
9 of 12
એ મોજ તો સવજી લઈ ગયો
Original
4 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં નવી ધર્મશાળાનું બાંધકામ કરાવતા હતા. સ્વામીએ ધર્મશાળાના દરવાજા સામું જોઈ બાંધકામની સેવામાં રહેલા કૃષ્ણસેવાદાસને કહ્યું, “આ દરવાજો આમ ને આમ રહે ને મોતિયો (છતની ધાર નીચે લગાવાતું ક્લાકારીગારીવાળું પાટિયું, બાર્જબોર્ડ) મળે કે નહિ?”
કૃષ્ણસેવાદાસે કહ્યું, “દરવાજો તો પાડવો પડે તો જ મોતિયો મળે.”
“દરવાજો તો પાડવો નથી.” સ્વામીએ કહ્યું.
બીજે દિવસે સવારે સ્વામી વતું કરાવતા હતા. તે સમયે સવજી કડિયો દર્શને આવ્યો. સ્વામીએ વતું કરાવતાં કરાવતાં જ સવજીને પૂછ્યું, “આ દરવાજો એમ ને એમ રહે ને મોતિયો મળે કે?”
“હા, મળે ને! હું મેળવી દઉં.” સવજીએ એક ક્ષણનો વિચાર કર્યા વિના કહ્યું.
સવજીની વાત સાંભળી સ્વામી અતિશય રાજી થઈ ગયા અને અડધું વતું બંધ રખાવી, ઊભા થઈ સવજીને ભેટ્યા.
કૃષ્ણસેવાદાસને ભંડારમાં સમાચાર મળ્યા કે સવજીએ મોતિયો મેળવી આપવાનું કહ્યું તો સ્વામી તેને ભેટ્યા. એટલે તેઓ દોડતા સ્વામી પાસે આવ્યા અને કહ્યું, “સ્વામી! હું મોતિયો મેળવી દઉં.”
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “એ મોજ તો સવજી લઈ ગયો.”
સત્પુરુષના વચનને વિશ્વાસપૂર્વક તત્કાળ માની લઈએ તો તેઓનો અપાર રાજીપો થતો હોય છે. સવજીને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા હતા તો તેણે વિચાર્યું નહીં કે મોતિયો મળશે કે નહીં મળે. તેણે વિશ્વાસ રાખ્યો કે સ્વામીએ કહ્યું છે તો ગમે તેમ કરીને મોતિયો તો મળી જ જશે માટે આપણે સ્વામીનું વચન અધ્ધર ઝીલી લેવું. આવા રાજીપાના વિચાર સાથે તરત હા પાડી તો હજુ સવજી મોતિયો મેળવે તે પહેલા તેને સેવા કર્યાનું સ્વામીના રાજીપારૂપી ફળ પ્રાપ્ત થઈ ગયું.
આ રીતે સત્પુરુષની રૂચિમાં ભળી જઇ રાજીપાના વિચાર સાથે આપણી સેવા-ભક્તિ કે કોઈ પણ ક્રિયા કરીએ તો સત્પુરુષ આપણી ઉપર અઢળક ઢળી જાય છે.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!