પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
2 of 12
‘સકલ દિવ્ય દિવ્યમ્’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
મહંતસ્વામી મહારાજને પાર્ષદી દીક્ષા આપ્યા બાદ સૌ તેઓને વિનુ ભગત તરીકે ઓળખતા. સન ૧૯૫૭ થી ૧૯૬૦ સુધી વિનુ ભગતને યોગીજી મહારાજે પોતાના લાડીલા સેવક તરીકે પોતાની સાથે જ રાખ્યા હતા. યોગીજી મહારાજની ઘડતરશૈલી નિરાળી હતી. દીક્ષા પૂર્વે વિનુભાઈએ યોગીબાપાના અપાર વાત્સલ્યનો આસ્વાદ માણ્યો હતો. તેથી તેઓને મનમાં હતું કે દીક્ષા લઈને યોગીબાપા સાથે જોડાઈશું ત્યારે તો કેવી મજા આવશે! પરંતુ પાર્ષદી દીક્ષા લીધા પછીના શરૂઆતના ત્રણેક મહિના તો વિનુ ભગત માટે કપરી કસણી સમા બની રહ્યા. કારણ કે દીક્ષા બાદ તો યોગીજી મહારાજે એક વિશિષ્ટ ચરિત્ર કર્યું. સતત ત્રણ મહિના સુધી તેઓ તો જાણે વિનુ ભગતને ઓળખતા જ નથી તેવી રીતે વર્ત્યા.
ત્રણેક મહિના પછી વિનુ ભગત યોગીબાપા સાથે ભાવનગર પહોંચ્યા. હરિજયંતીના ઉપવાસનો દિવસ હતો. આથી, વિનુ ભગતને રાત્રે ઊંઘ આવતી નહોતી. ઉપવાસને કારણે યોગીબાપા પણ જાગતા હતા. રાત્રે તેઓ વિનુ ભગત પાસે ગયા ને તેઓને ઉઠાડીને કહ્યું: ‘મને ને તમને ઊંઘ આવતી નથી, તો હાલો આપણે ગોષ્ઠિ કરીએ.’ પછી પ્રેમથી ઘણી બધી વાતો કરી. યોગીબાપા છેલ્લે કહે: ‘તમે કસોટીમાં પાસ થઈ ગયા!’ એમ કહી ખૂબ રાજીપો દર્શાવ્યો. પછી યોગીબાપાએ કૃપાનો ધોધ વરસાવતાં કહ્યું: ‘તમને ૧ લાખ ૭૮ હજા૨ માળાનું પુણ્ય આપું છું.’ તે વખતે ભગવાન સ્વામિનારાયણના જન્મને ૧૭૮ વર્ષ પૂરાં થતાં હતાં એટલે તે આંકને લક્ષ્યમાં રાખીને યોગીબાપાએ વિનુ ભગતને અંતરના ઊમળકા સાથે મોજ આપી દીધી. પરંતુ ત્રણ મહિનાના આ સમયગાળા દરમ્યાન મહંતસ્વામી મહારાજને યોગીજી મહારાજમાં લેશ પણ મનુષ્યભાવ ન આવ્યો. અંતરમાં એવી મૂંઝવણ પણ ન થઈ કે યોગીબાપાએ યુવકમાં આટલો લાભ આપ્યા પછી મારી સાથે અચાનક બોલવા-ચાલવાનો વ્યવહાર કેમ બંધ કરી દીધો? મહંતસ્વામી મહારાજ કહે છે કે એ વખતે પણ તેઓએ યોગીબાપાના આ ચરિત્રને દિવ્ય લીલા તરીકે જ જોઈ હતી.
પ્રમુખસ્વામી મહારાજની ૯૫મી જન્મજયંતીએ સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે, ‘સ્વામી! તમે બોલો, ન બોલો, જુઓ, ન જુઓ, હસો, ન હસો.... બધું દિવ્ય જ લાગે છે.’ ગુરુમાં દિવ્યભાવની તેઓની આ રીત પહેલેથી જ ચાલી આવે છે. એટલે જ તો વિનુભાઈને જ્યારે યોગીબાપાએ એક પછી એક એમ સળંગ પાંચ દિવસ સુધી નિર્જળા ઉપવાસ કરાવ્યા, તોય તેઓને યોગીબાપાના વચનમાં શંકા ન થઈ. વિનુભાઈની તો છઠ્ઠા દિવસે પણ ઉપવાસ કરવાની તૈયારી હતી. આ પ્રસંગની સ્મૃતિમાં એક વાર મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે, ‘બહુ બહુ તો શું થશે? દેહ પડી જશે, પણ યોગીબાપા રાજી થાય છે ને’ તેથી છઠ્ઠા દિવસે પણ ઉપવાસ કરવાની તૈયારી સાથે હું યોગીબાપા પાસે ગયો હતો.’ ત્યારે તો યોગીબાપાએ વહેલા ઊઠી તેઓ માટે પારણાની સામગ્રી તૈયાર કરી રાખી હતી. પોતાના હાથે પારણા કરાવી યોગીજી મહારાજે વિનુભાઈ ઉપર અપાર રાજીપો દર્શાવ્યો હતો.
ગુરુમાં દિવ્યભાવ સહિત કેવું જોડાણ હોવું જોઈએ તેનો આદર્શ મહંતસ્વામી મહારાજે પૂરો પાડ્યો છે. આવું જોડાણ થાય તો કોઈ કસર રહે નહીં.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!