પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
6 of 12
‘મને માફ કરજો’
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સન ૨૦૦૧માં અમેરિકાના બાળકો ઇન્ડિયા ટ્રિપ માટે ગયા હતા. બોચાસણમાં તેઓની એક સભામાં મહંતસ્વામી મહારાજને પ્રવચન કરવાનું હતું. તેઓનો વિષય હતો – ‘સ્વામીબાપા - અવર બેસ્ટ ફ્રેન્ડ’
મહંતસ્વામી મહારાજની ખાસયિત છે કે જે કાર્ય હાથમાં લે તેમાં ખૂબ ઊંડા ઊતરે. તેઓને પ્રવચનમાં જે વિષય આપવામાં આવે તેને પૂરેપૂરો ન્યાય મળે તે માટે ખૂબ ઊંડું ચિંતન-મનન કરી રજૂઆત કરે. આ પ્રવચનની તૈયારી કરવા માટે ખાસ તેઓ નડિયાદ ગયા. વળી, અમેરિકાના બાળકોને રસ પડે તે માટે વિશિષ્ટ રજૂઆત કરવાનું વિચાર્યું. વિષયને અનુરૂપ ૩૦-૪૦ જેટલાં ચિત્રો સ્વયં દોર્યાં, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું.
આવી વિશિષ્ટ તૈયારી સાથે મહંતસ્વામી મહારાજે બોચાસણમાં પ્રવચનની શરૂઆત કરી. પરંતુ યાત્રાને લીધે બધા બાળકો થાકી ગયા હતા. એટલે ચાલુ પ્રવચનમાં ઝોકે ચડ્યા. કેટલાક તો લાંબા પગ કરીને સૂઈ જ ગયા!
પ્રવચન પૂરું કરીને સ્વામીશ્રી અટલાદરા પધાર્યા. ત્યાંથી તેઓએ આ બાળકો ઉપર એક માફીપત્ર લખ્યો:
“હું ખરેખર દિલગીર છું કે મારા મનમાં શું હતું તે તમને સમજાવી ના શક્યો. તે તમારા માટે સજા જેવું હતું. બીજું, તમે સૌ આટલા અઘરાં અને લાંબાં-લાંબાં પ્રવચનો સાંભળવા ટેવાયેલા નથી, તે તમને બીજી સજા મળી. ત્રીજી સજા તમારાં ઘૂંટણના દુ:ખાવાની મળી. તમે બધા પલાઠી વાળીને બેસવામાં ખૂબ જ અસ્વસ્થ હતા, તે મને પણ અનુભવાયું.
મારા પ્રવચનો ક્યારેય આટલાં લાંબાં નથી હોતાં. પ્રેઝન્ટેશન સાથેનો આ મારો પ્રથમ પ્રયત્ન હતો, તેથી સમય ન જળવાયો. આગળ આવું નહીં થાય. મને માફ કરજો.”
આ પત્રમાં જેટલા કારણો માટે મહંતસ્વામી મહારાજે માફી માંગી, તેમાં તેઓની કોઈ ભૂલ હતી જ નહીં. છતાં તેઓએ બધો જ વાંક પોતાના શિરે જ લીધો!
આ પ્રસંગના સંદર્ભમાં વર્ષો પછી મહંતસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે ‘એવું ના લાગે કે ‘હું આટલો મોટો છું અને આ આટલા નાના છે, હું એમની માફી કેવી રીતે માંગુ?’ ત્યારે તેઓએ કહ્યું હતું, “મોટાની વાત છે જ નહીં. આ સત્સંગમાં દાસના દાસ થવાનું છે. નાના બાળક લાગે, પણ એનાય દાસ થવાનું છે.”
એક વાર મહંતસ્વામી મહારાજે કહ્યું હતું, “માફી માંગવાનું તો સહેજે. ભૂલ ન હોય તોય પ્રમુખસ્વામી મહારાજે માફી માંગેલી છે! એટલે એમના થકી આપણે શીખ્યા છીએ કે આ જ માર્ગ સારો છે. શાંતિનો માર્ગ છે.”
ઘણી વાર તો આપણી પોતાની જ ભૂલ હોય છે છતાં આપણે માફી માંગી શકતા નથી. જ્યારે સ્વામીશ્રી આપણને અહીં શીખવે છે કે કદાચ આપણી ભૂલ ન હોય છતાં પણ સંપ-સુહૃદભાવ જાળવવા આપણે વ્યવસ્થાપકોની, મંડળના હરિભક્તોની કે કુટુંબના સભ્યોની માફી માંગી લઈએ તો ઘણાં પ્રશ્નોનું સમાધાન તરત જ આવી જાય. મહંતસ્વામી મહારાજના પગલે-પગલે આપણે પણ સંપ અને શાંતિના આ રાજમાર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!