jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

ગુરુ વચને ચૂરે ચુરા‌‘સકલ દિવ્ય દિવ્યમ્’ઉતાવળિયો નિર્ણય ન લેવો‘હું પધરામણીએ જાઉં’‘બીજા સ્વાદની જરૂર નથી’‘મને માફ કરજો’‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી’‘તમારો જોડો અને મારું માથું’સદા દાસ‘અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે’આવા ગુરુ ક્યાં મળે?મનન દ્વારા બ્રહ્મનો સંગ
Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

15 views

Content

5 of 12

‘બીજા સ્વાદની જરૂર નથી’

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

મહંતસ્વામી મહારાજનું ભોજન એટલે સ્વાદ વિનાનું ભોજન. તેમાં ન તો મીઠું હોય કે ન કોઈ મસાલા. વર્ષોથી સ્વામીશ્રી બાફેલું, મરી-મસાલા વગરનું અને રોજ એકનું-એક જમતા આવ્યા છે. વર્ષોથી ભોજનમાં કોઈ પ્રકારની નવીનતા જ નહીં!

સન ૨૦૦૧માં નોર્થ અમેરિકાથી બાળકો-કિશોરો ભારતયાત્રાએ ગયા હતા. આ યાત્રા દરમ્યાન એક વાર બોચાસણમાં મહંતસ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા. ત્યારે દર્શન કરતાં બાળકોએ પૂછ્યું, “આપ શું જમો છો?”

પોતાના ભોજનપાત્ર(પત્તર)ની બાજુમાં પડેલા થાળ તરફ નિર્દેશ કરીને મહંતસ્વામી મહારાજે પૂછ્યું, “ચાખવું છે?”

બાળકો રાજી થઈ ગયા. બાળકોના મનમાં હતું કે સ્વાદિષ્ટ વાનગી જમવા મળશે! મહંતસ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઈને ચમચી દ્વારા એક બાળકને આપ્યું. રાજી થઈને હોંશે હોંશે તે બાળકે જેવું મોઢામાં મૂક્યું કે તરત જ ‘થૂ... થૂ...’ કરીને મોઢામાંથી કાઢી નાંખ્યું, કારણ કે તેમાં કોઈ સ્વાદ જ નહોતો.

બાળકે પૂછ્યું: “આપને આવું સાવ સ્વાદ વિનાનું મોળું કેવી રીતે ભાવે છે?”

મહંતસ્વામી મહારાજે ઉત્સાહથી કહ્યું, “યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે એનો કેફ છે. એટલે બીજા સ્વાદની જરૂર નથી.”

આપણને સમયે-સમયે જમવામાં નવીનતા જોઈએ છે. પરંતુ મહંતસ્વામી મહારાજને એવો કોઈ વિચાર જ નથી આવતો! કોઈ જ ફરમાઈશ નહિ કે કોઈ ફરિયાદ નહિ! ‘રોજ એનું એ જ જમવાનું, એના એ જ ક્રમમાં જમવાનું ને એટલું જ જમવાનું.’ આ પ્રેક્ટિકલ નિ:સ્વાદીપણાનાં દર્શન મહંતસ્વામી મહારાજમાં થાય છે, કારણ કે તેઓ જમવાનો આનંદ નહીં, પરંતુ ભગવાનનો આનંદ લે છે. તેઓ કેવળ કોઠીમાં દાણા ભરે તેમ જમે છે, પણ સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લે છે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics