jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

ગુરુ વચને ચૂરે ચુરા‌‘સકલ દિવ્ય દિવ્યમ્’ઉતાવળિયો નિર્ણય ન લેવો‘હું પધરામણીએ જાઉં’‘બીજા સ્વાદની જરૂર નથી’‘મને માફ કરજો’‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી’‘તમારો જોડો અને મારું માથું’સદા દાસ‘અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે’આવા ગુરુ ક્યાં મળે?મનન દ્વારા બ્રહ્મનો સંગ
Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

15 views

Content

8 of 12

‘તમારો જોડો અને મારું માથું’

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

૧૩મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજ અંતર્ધાન થયા બાદ સમગ્ર વિશ્વની નજર મહંતસ્વામી મહારાજ ઉપર હતી. કારણ કે વિશ્વવ્યાપી BAPS સંસ્થાના પ્રમુખ તરીકેની અને લાખો ભક્તોના ગુરુ તરીકેની જવાબદારી હવે તેઓના શિરે હતી. આ મહાન કાર્યભારથી અલિપ્ત સ્વામીશ્રીના વાણી, વર્તન અને વ્યવહાર સંસ્થાના એક સામાન્ય સંત જેવા જ હતા. એ જ સ્થિરતા અને સાધુતા સૌની નજરે ચડતી હતી.

આ અરસામાં સારંગપુરમાં એક ભક્તે મહંતસ્વામી મહારાજને વાત-વાતમાં હળવાશમાં કહ્યું: ‘પ્રમુખસ્વામી મહારાજ આપને આ જવાબદારી સોંપતા ગયા છે. સ્વામીબાપાએ જેટલું વિચરણ કર્યું એટલું આપે પણ કર્યું છે. સ્વામીબાપાએ સંતો-ભક્તોને રાજી કર્યા એ રીતે આપે પણ રાજી કર્યા છે. આ બે બાબતના તો અમે સાક્ષી છીએ, પણ હવે એક જ વસ્તુ જોવાની બાકી રહી કે પ્રમુખસ્વામી મહારાજનું ઐશ્વર્ય આપનામાં આવ્યું છે કે નહીં?’ આ જિજ્ઞાસાનો જવાબ વાળતાં મહંતસ્વામી મહારાજે કહ્યું: ‘મારા પંચવર્તમાનમાં કાંઈ ફેર હોય તો તમારો જોડો અને મારું માથું! બાકી મને ઐશ્વર્ય-ચમત્કારમાં ખબર પડે નહીં.’

પાંચ-પાંચ દાયકા ઉપરાંતના પોતાના સાધુજીવનમાં પંચવર્તમાનમાં લેશમાત્ર ફેર પડ્યો નથી, એવું ખાતરી સાથે ખોંખારીને કોણ કહી શકે? આવા નિષ્કલંક સાધુતાસંપન્ન પુરુષ માટે શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૨૬મા કહે છે કે, ‘પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે.’ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતની પ્રાપ્તિ થઈ છે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics