jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

ગુરુ વચને ચૂરે ચુરા‌‘સકલ દિવ્ય દિવ્યમ્’ઉતાવળિયો નિર્ણય ન લેવો‘હું પધરામણીએ જાઉં’‘બીજા સ્વાદની જરૂર નથી’‘મને માફ કરજો’‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી’‘તમારો જોડો અને મારું માથું’સદા દાસ‘અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે’આવા ગુરુ ક્યાં મળે?મનન દ્વારા બ્રહ્મનો સંગ
Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

15 views

Content

3 of 12

ઉતાવળિયો નિર્ણય ન લેવો

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

યોગીજી મહારાજે ૯ ભણેલા-ગણેલા નવયુવાનોને સાધુ દીક્ષા આપી હતી. શરૂઆતમાં આ સંતો કાંદિવલી-મુંબઈ રહેતા હતા. એક વખત બપોરના સમયે બધા સંતો જમવા માટે બેઠા હતા. તેવામાં એક વયોવૃદ્ધ ત્યાં આવ્યા. સંતોને જમતા જોઈ થોડી વાર ત્યાં ઊભા રહી ગયા.

આ બાજુ સંતોએ આ વયોવૃદ્ધને જોયા એટલે અંદરો-અંદર અટકળો ચાલુ કરી કે ‘બપોરનો સમય થયો છે એટલે ખાવા માટે આવ્યા છે.’ અને પછી તો આ વયોવૃદ્ધ શા માટે આવ્યા હશે તેનો નિર્ણય સૌએ પોત-પોતાની રીતે કરી લીધો. એમાંથી એક જણ બાકાત હતા – મહંતસ્વામી મહારાજ. તેઓ આ સમયે કંઈ પણ બોલ્યા નહિ કે કોઈના અભિપ્રાયમાં ભળ્યા પણ નહિ.

મહંતસ્વામી મહારાજ જમી રહ્યા પછી આ વયોવૃદ્ધ પાસે આવ્યા. થોડી વાતચીત કરી ત્યારે પેલા વયોવૃદ્ધે કહ્યું, “ભગવાન સ્વામિનારાયણે સંતોને પત્તરમાં જમવાની આજ્ઞા કરી છે. પરંતુ તેવાં દર્શન હજી સુધી મને થયા ન હતા. તેવામાં મેં સાંભળ્યું કે યોગીજી મહારાજે સંતો બનાવ્યા છે તે બધા પત્તરમાં જમે છે. એટલે સંતોને પત્તરમાં જમતાં દર્શન કરવા હું આવ્યો છું.”

જ્યારે મહંતસ્વામી મહારાજે અન્ય સંતોને આ વાત કરી ત્યારે સૌને સમજાયું કે આપણે તો અલગ-અલગ અભિપ્રાય બાંધી દીધા હતા, પરંતુ આ વયોવૃદ્ધ તો મહિમાથી કેવળ દર્શન કરવા માટે આવ્યા હતા.

ઘણી વખત કોઈની બાહ્ય પ્રકૃતિ-વર્તન જોઈને આપણે ઉતાવળિયો નિર્ણય લઈ લઈએ છીએ અને આપણી મનોધારણા અનુસાર તેના આખા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી તેનો અવગુણ લઈ બેસીએ છીએ. પરંતુ મહંતસ્વામી મહારાજે જેમ પ્રથમથી જ કોઈ ધારણા ન કરી લીધી અને પૂરેપૂરી તપાસ કરી મહિમા જાણ્યો, તેમ ઉતાવળિયો નિર્ણય કરી કોઈનો અવગુણ ન લેતાં સૌનો મહિમા સમજવો.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics