પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
11 of 12
આવા ગુરુ ક્યાં મળે?
Original
1 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
‘હે મારા વહાલા સ્વયંસેવકો, તમે તો બધાએ કમાલ કરી છે. તેના માટે કોઈ શબ્દો જ નથી.’
‘શ્રીજી મહારાજ એટલા રાજી રાજી રાજી થયા છે કે - આ તમને ખબર નથી કે તમે શું કર્યું છે! તમે બધાએ કમાલ કરી છે! ખરેખર!’
‘હું આપ બધાને યાદ કરીને પ્રતિષ્ઠાની મુખ્ય આરતી કરીશ... આપ ૧૨,૦૦૦ સ્વયંસેવકોના લીધે આજે પ્રતિષ્ઠા થશે... હવે મારી ઈચ્છા છે કે હું આપ બધાની આરતી ઉતારું.’
રોબિન્સવિલ અક્ષરધામ નિર્માણમાં સેવા આપનાર સૌ સ્વયંસેવકોને હૃદયની ભાવાંજલિ પાઠવતા સ્વામીશ્રીના પત્રના આ શબ્દો છે. સ્વયંસેવક સભામાં મહંતસ્વામી મહારાજના આ મહિમાસભર શબ્દો જેમ જેમ વહેતા થયા તેમ તેમ સૌના મન-હૃદય ભાવાર્દ્ર થતા ગયા. કારણ કે સ્વામીશ્રીએ અક્ષરધામ નિર્માણનો સંપૂર્ણ યશકળશ ભક્તોના શિરે ઢોળી દીધો હતો.
પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ પોતાનો બનાવીને મહંતસ્વામી મહારાજ સ્વયં આ પ્રકલ્પના સૂત્રધાર બન્યા હતા. તેઓની જ એક હાકલે હરિભક્તો ઘર-બાર-ધંધા-વ્યવહાર મૂકી આ સેવામાં જોડાવા તત્પર થયા હતા. સૌનો એક અનુભવ હતો કે મહંતસ્વામી મહારાજના પ્રૌઢ પ્રતાપ, ઐશ્વર્ય અને કૃપાથી જ અક્ષરધામને આપણે નજર સામે જોઈ શકીએ છીએ. એવા ગુરુહરિ મહંતસ્વામી મહારાજે સફળતાનો સઘળો શ્રેય સ્વયંસેવકોને અર્પણ કરી દીધો! જ્યારે સ્વયંસેવક સભામાં સ્વામીબાપાને પૂજ્ય નારાયણમુનિ સ્વામીએ ગદ્ગદ્ભાવે વિનંતી કરી કે, ‘આપ ચરણરજ માથે ન ચડાવશો, કેવળ દર્શન કરો.’ તેમ છતાં પણ સ્વામીશ્રી સ્વયંસેવકોની ચરણરજ શિરે ચડાવ્યા વિના રહી જ શક્યા નહીં! આ દૃશ્યના સાક્ષી સૌ ભક્તોની આંખોના બંધ ત્યારે છૂટી ગયા. સૌના અંતરે એક જ અહોભાવ રમતો હતો કે આપણા ગુરુ આપણો કેવો મહિમા સમજે છે!
એવી જ રીતે ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ પછી પણ સ્વામીશ્રીએ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની ધૂળ મંગાવી હતી. સ્વામીશ્રીએ કહ્યું હતું કે, ‘મને ઘણા દિવસથી વિચાર આવતો હતો કે આ ધૂળ મારે માથે ચડાવવી છે, કારણ કે અહીં સ્વયંસેવકોએ ખૂબ સેવા કરી છે, સંતોએ ખૂબ સેવા કરી છે. લાખો ભાવિકો અહીં આવ્યા છે. જે અહીં આવ્યા અને સેવા કરી એ બધા દિવ્ય છે. એટલે મારે એમના ચરણની ધૂળ માથે ચડાવવી છે.’ અંતરમાં મહિમાના ઘૂઘવતા સાગર સાથે સ્વામીશ્રીએ ભક્તોની ચરણરજને માથે ચડાવી.
સ્વયં અક્ષરબ્રહ્મ, જેઓના રૂંવાડે રૂંવાડે અનંત કોટી બ્રહ્માંડો ઊડતા ફરે છે, જેઓનો મહિમા ગાતા વેદો પણ ‘નેતિ નેતિ’ પોકારી ઊઠે છે. અરે! જેઓના ચરણની રજ સ્વયં પરબ્રહ્મ પણ ઝંખે છે. એવા સંત મહંતસ્વામી મહારાજ આપણી ચરણરજ મસ્તકે ચડાવે! આવા ગુરુ ક્યાં મળે? સ્વામીશ્રી જેવો આપણો મહિમા સમજે છે, એવો અને એટલો મહિમા આપણે તેઓનો સમજી શકીએ તો આપણે ધન્ય થઈ જઈએ.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!