jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

ગુરુ વચને ચૂરે ચુરા‌‘સકલ દિવ્ય દિવ્યમ્’ઉતાવળિયો નિર્ણય ન લેવો‘હું પધરામણીએ જાઉં’‘બીજા સ્વાદની જરૂર નથી’‘મને માફ કરજો’‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી’‘તમારો જોડો અને મારું માથું’સદા દાસ‘અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે’આવા ગુરુ ક્યાં મળે?મનન દ્વારા બ્રહ્મનો સંગ
Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

15 views

Content

4 of 12

‘હું પધરામણીએ જાઉં’

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

સન ૧૯૯૦માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ નોર્થ અમેરિકાના વિચરણ અર્થે પધાર્યા હતા. મોટી સંખ્યામાં સંતો સાથે હોવાથી તેઓની વ્યવસ્થા અંગે સ્વામીશ્રીએ સ્વયં અમુક નિયમો ઘડ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજે સૌ સંતોને એવી આજ્ઞા કરી હતી કે, ‘જે કોઈ સંતને પધરામણી માટે કોઈ હરિભક્તના ઘરે જવું હોય તે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને જાણ કરી, તેઓની અનુમતિ લઈને જાય.’ આ યાત્રામાં મહંતસ્વામી મહારાજ પણ સાથે હતા.

યાત્રા દરમ્યાન ન્યૂ યોર્કમાં મહંતસ્વામી મહારાજની એક હરિભક્તના ઘરે પધરામણી ગોઠવાઈ. તેથી તેઓ પરવાનગી લેવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પાસે આવ્યા અને પૂછ્યું: ‘હું પધરામણીએ જઉં?’ સદ્‌ગુરુ સંત મહંતસ્વામી તરફથી આ પ્રશ્ન પૂછાતાં જ્ઞાનેશ્વર સ્વામી તો છોભીલા જ પડી ગયા. તેઓએ ક્ષોભ સાથે સ્વામીશ્રીને જણાવ્યું કે, ‘સ્વામી! આ જાહેરાત આપના માટે નથી, બીજા સંતો માટે છે. આપ તો સદ્‌ગુરુ સંત છો. આપે મને ન પૂછવાનું હોય.’ ત્યારે મહંતસ્વામી મહારાજે કહ્યું કે, ‘સ્વામીબાપાએ આજ્ઞા કરી છે એટલે મારે પણ પાળવી તો પડે જ ને!’

પદ, મોભા કે સિનિયોરિટીનો ભાર વ્યક્તિને સહેજે આવી જાય. અન્ય કરતાં આપણે થોડા વિશેષ છીએ એવો સૂક્ષ્મ અહંકાર અંતરમાં ઘર કરી જાય. પરંતુ, અહીં મહંતસ્વામી મહારાજ સદ્‌ગુરુ હતા, છતાં પોતાને વિશેષ ન માનતા અન્ય સંતોની જેમ જ આજ્ઞા લેવા ગયા! નાનામાં નાની આજ્ઞા પાળવાનો કેવો ખટકો! આપણે પણ આવો ખટકો રાખી દાસભાવે નાની-મોટી તમામ આજ્ઞાઓ પાળીએ તો મોટા પુરુષ રાજી થઈ જાય.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics