પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
10 of 12
‘અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૧૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ મહંતસ્વામી મહારાજ હોંગકોંગમાં હતા. 'Harbour Front Landmark' નામની બહુમાળી બિલ્ડિંગના ૪૬મા માળે સ્વામીશ્રીનો ઉતારો હતો.
અલ્પાહાર વખતે સ્વામીશ્રીએ સ્વતઃ, કોઈ જ સંદર્ભ વગર આજુબાજુનાં ગગનચુંબતાં મકાનો બતાવતાં કહ્યું: “આમાં આટલા બધા લોકો છે, પણ આ રૂમમાં શું ચાલે છે તે કોઈને ખબર નથી.” સંતો થોડા સાવધ થયા. કાન સરવા કર્યા, પણ સ્વામીશ્રી શું કહેવા માંગે છે તે પકડાયું નહીં.
મનમાં સ્વામીશ્રીના શબ્દો ફરી યાદ કર્યાઃ ‘આ રૂમમાં શું ચાલે છે તે કોઈને ખબર નથી.’
‘પણ શું?’
ત્યાં સ્વામીશ્રી મધુરું સ્મિત કરતાં સહજ જ બોલ્યા, “અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે!” સૌ સંતો સ્તબ્ધ થઈ ગયા.
હજુ તો સંતો કંઈ વિચારે ત્યાં સ્વામીશ્રી તરત વાત ફેરવીને કહે: ‘ગઢડા ખૂણામાં. વજેસિંહને ખબર નહોતી કે ત્યાંથી અનંતકોટી બ્રહ્માંડનું રાજ ચાલતું હતું.’ સ્વામીશ્રીએ પોતાના પરથી આખીય વાત હવે શ્રીજીમહારાજ તરફ વાળી લીધી હતી. પછી કહે, ‘આઈમેક્સમાં બતાવે છે - નીલકંઠવર્ણી કેટલાયની બાજુમાંથી પસાર થયા, પૂર્ણ પુરુષોત્તમનારાયણ, પરમ સત્તા, એમના ઉપર કોઈ નથી તે બાજુમાંથી પસાર થયા, પણ કોઈને ખબર નહીં!’ આ બોલતાં બોલતાં સ્વામીશ્રીના મુખ ઉપર પરમ આશ્ચર્યના ભાવો ઊભરી રહ્યા હતા.
ફરી પાછા પરભાવમાં આવીને સ્વામીશ્રી ઉચ્ચર્યા: “બીજાને તો દર્શન નથી ને આપણને એ જ, એ જ પરબ્રહ્મ સાક્ષાત્ મળ્યા!”
મહંતસ્વામી મહારાજ સામાન્યપણે વર્તતા હોય એટલે આપણને આ વાત સહેજે મનાય નહી કે ‘સેવક સંતોના ટેકે ચાલતા આ સ્વામીશ્રી અક્ષરબ્રહ્મ છે? આટલું બધું ઐશ્વર્ય છે? સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ છે?’ પરંતુ એક વાર સભામાં મહંતસ્વામી મહારાજે કહ્યું હતું, ‘જેમ કોઈ કરોડપતિની પાસે ઘણી બધી વસ્તુઓ હોય, પણ તે કાંઈ દેખાડવા ના જાય. અને World champion હોય ને કહીએ કે આ વર્લ્ડ ચૅમ્પિયન છે તો કંઈ ઊભા થઈને દોડવા ન લાગે.’ તેમ સત્પુરુષ કાંઇ સતત પરભાવ ન બતાવે. તેઓ તો સામર્થ્ય દાબીને જ વર્તતા હોય છે. આમ છતાં ક્યારેક ભક્તાધીન થઈને, ક્યારેક પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે, તો ક્યારેક ઉતાવળા થઈને તેઓ પોતાનાં ઐશ્વર્ય-પ્રતાપ પ્રગટ કરી દે છે.
સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખી તેઓનો આવો મહિમા અંતરમાં દૃઢ કરીએ તો પછી સુખ-સુખના ઢગલા...

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!