jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

ગુરુ વચને ચૂરે ચુરા‌‘સકલ દિવ્ય દિવ્યમ્’ઉતાવળિયો નિર્ણય ન લેવો‘હું પધરામણીએ જાઉં’‘બીજા સ્વાદની જરૂર નથી’‘મને માફ કરજો’‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી’‘તમારો જોડો અને મારું માથું’સદા દાસ‘અનંત બ્રહ્માંડનું રાજ અહીંથી ચાલે છે’આવા ગુરુ ક્યાં મળે?મનન દ્વારા બ્રહ્મનો સંગ
Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

15 views

Content

12 of 12

મનન દ્વારા બ્રહ્મનો સંગ

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાની વાત કરી છે. ગુણાતીત ગુરુપરંપરાના જીવનમાંથી આ ‘મનન’નો ગુણ આંખે ઊડીને વળગે છે. તેઓએ પોતાના ઇષ્ટદેવ અને ગુરુવર્યોના જીવનપ્રસંગોનું ખૂબ મનન-ચિંતન કર્યું છે. તેઓ માટે ‘મનન’ ગુરુના જીવનને માણવાનો અવસર બની રહ્યો છે. આ પરિપ્રેક્ષ્યથી ગુરુહરિ મહંતસ્વામી મહારાજના જીવનમાં ડોકિયું કરીએ.

વિનુભાઈ ગોયા તળાવની પાળે બેઠા હતા. યોગીબાપા જ્યારે ગામમાંથી વિદાય થઈ રહ્યા હતા ત્યારે તેઓએ વિનુભાઈને બોલાવીને પ્રેમાળ સ્મિત વરસાવતાં કહ્યું: ‘લ્યો, અમે જઈએ છીએ. અમારી ભૂલચૂક માફ કરજો!’ એમ કહેતાં આશીર્વાદનો ધબ્બો મારીને યોગીજી મહારાજ તો ત્યાંથી નીકળી ગયા! પરંતુ આ પ્રસંગથી વિનુભાઈ સ્તબ્ધ બની ગયા. આ એક પ્રસંગનું મનન ઘણાં લાંબા સમય સુધી તેઓના મનમાં થતું રહ્યું. જેના કારણે તેઓના પૂર્વગ્રહો ખરી પડ્યા. પશ્ચાત્તાપનું ઝરણું વહેવા લાગ્યું. વિનુભાઈના મનમાં દિવ્ય વિચારોની પરંપરા ચાલી કે આ કેવા નિરાળા અને અજોડ સંત છે! જનેતા કરતાંય કેવી અજોડ પ્રેમાળ પ્રતિભા છે! કેવું તેમનું અલૌકિક નિર્દોષ હાસ્ય છે! કેવી તેમની સાધુતા છે! આ બધા વિચારો સાથે તેઓ ફરીથી યોગીજી મહારાજના સાંનિધ્યની ઝંખના કરવા લાગ્યા. ભલે યોગીજી મહારાજ ભૌતિક રીતે તેઓથી દૂર હતા, પણ તેઓ મનન દ્વારા યોગીરાજનો સંગ કરી રહ્યા હતા.

એ અરસામાં યોગીજી મહારાજ એક વાર ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા અને રસ્તામાં આણંદ સ્ટેશન આવ્યું. અહીંના હરિભક્તો યોગીબાપાના દર્શન કરવા સ્ટેશને આવ્યા હતા. વિનુભાઈ પણ સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. શરમાળ પ્રકૃતિના વિનુભાઈ એક હૉટેલની દીવાલના ટેકે ઊભા રહી યોગીજી મહારાજના દર્શન કરી રહ્યા હતા. તેઓને જોઈ યોગીબાપા ટ્રેનની બોગીમાંથી નીચે ઊતરી તેઓની પાસે પહોંચ્યા. એ જ વાત્સલ્યની અસીમ વર્ષા! એ જ આશીર્વાદના ધબ્બા! કરુણા અને સાધુતાના દિવ્ય પ્રવાહમાં વિનુભાઈ ખોવાઈ ગયા. થોડીવારમાં ટ્રેનની વ્હીસલ વાગી. યોગીબાપા પુન: ટ્રેનમાં બેસી વિદાય થયા. પણ મનનશીલ વિનુભાઈ લાંબા સમય સુધી અહીં જ બેસી આ પ્રસંગની સ્મૃતિ-મનન કરતા રહ્યા. યોગીબાપાના એ દિવ્ય અનુભવને વાગોળતા રહ્યા. એટલું જ નહીં ત્યારબાદ પણ લગભગ પંદર દિવસ સુધી વિનુભાઈ રેલવે સ્ટેશન પર આવી, બાંકડા પર બેસી કલાકો સુધી આ પ્રસંગના મનન-ચિંતનમાં ખોવાઈ જતા. એ સમયનું સ્મરણ કરતાં મહંતસ્વામી મહારાજ લખે છે કે, ‘યોગીજી મહારાજ મળ્યા અને હું તેમાં એકદમ ચોંટી ગયો. બીજું બધું જ ગૌણ થઈ ગયું. યોગીજી મહારાજ જ જીવનના કેન્દ્રમાં આવી ગયા.’ આમ, વિનુભાઈ મનન દ્વારા યોગીજી મહારાજના સાંનિધ્યને સતત માણતા રહ્યા અને જોતજોતામાં તો યોગીજી મહારાજ તેઓના જીવનનું કેન્દ્રબિંદુ બની ગયા. એ જ રીતે ગુરુહરિના પ્રસંગોના મનન દ્વારા આપણે પણ ગુરુમય બની જઈએ એ જ સત્સંગની ખરી ફળશ્રુતિ છે.

-------------------

આ પુસ્તિકા દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુપરંપરાના દિવ્ય પ્રસંગામૃતનું આપણે રસપાન કર્યું છે. તેમાંથી હૃદયસ્પર્શી પ્રસંગોનું વારંવાર મનન-ચિંતન કરવાથી સત્સંગમાં આપણે પ્રગતિના નવા આયામ સર કરી શકીશું. શ્રીજીમહારાજ ગઢડા મધ્યના ૩૧મા વચનામૃતમાં કહે છે કે, ‘એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે.’ બ્રહ્મનું ‘મનન’ બ્રહ્મરૂપ થવાનું દ્વાર ખોલી આપે છે. માટે આ પુસ્તિકા અધિવેશનની સ્પર્ધા પૂરતી મર્યાદિત ન રહેતા ‘બ્રહ્મમનન’થી બ્રહ્મરૂપ થવાનું એક માધ્યમ બની રહે તેવી અભિલાષા છે. અંતમાં, ઈષ્ટદેવ અને ગુણાતીત ગુરુવર્યોના આ જીવનપ્રસંગો આપણી સદાની જીવનમૂડી બની રહે તે જ મહારાજ-સ્વામી અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના શ્રીચરણોમાં પ્રાર્થના.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics