પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
7 of 12
‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૨૦૧૩માં મહંતસ્વામી મહારાજ જયપુર પધાર્યા હતા. તેઓ હરિભક્તોના ઘરે ઘરે પધરામણીએ નીકળ્યા હતા. એક પછી એક પધરામણીઓ વધતાં ઘણું મોડું થઈ ગયું હતું. સ્થાનિક સંત પર સેવકોના ફોન આવ્યા કે મહંતસ્વામીને વહેલી તકે મંદિર પાછા લઈ આવો ને આગળની બધી પધરામણી કેન્સલ કરો, કારણ કે સ્વામીશ્રીનું ભોજન અને વિશ્રામ બંને ઠેલાતાં હતાં. પરંતુ ૮૦ વર્ષની ઉંમરે મહંતસ્વામી મહારાજ બધાના ઘરે એટલા પ્રેમથી પધરામણી કરતા હતા કે કોઈ હરિભક્ત પધરામણી કેન્સલ કરવામાં રાજી ન થાય. બપોરનો એક વાગ્યો ત્યાં સુધી સ્વામીશ્રી પધરામણીઓ કરતા રહ્યા.
પધરામણીઓ પૂરી કરીને સ્વામીશ્રી મંદિરે પહોંચ્યા જ ત્યાં તો એક ભાવિકે દોડતાં આવી કહ્યું કે, ‘મારા ઘરે પધરામણી રહી ગઈ છે.’ જો કે તેમના ઘરે નાનું-મોટું સમારકામ ચાલી રહ્યું હતું. આથી, સ્થાનિક સંતોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભવિષ્યમાં પધરામણી કરીશું. પરંતુ મહંતસ્વામી મહારાજ સ્થાનિક સંતોનો હાથ દબાવીને કહેવા લાગ્યાઃ ‘ચાલો, આપણે પધરામણીએ જઈ આવીએ.’ એટલું કહેતાં તેઓ પોતાના ભોજન માટે ઉતારામાં જવાને બદલે કાર તરફ જવા લાગ્યા. સાથેના સંતને પણ તેમણે ઇશારા દ્વારા કારમાં બેસવાનો નિર્દેશ કર્યો. અને ભોજન પડતું મૂકીને સ્વામીશ્રી એ હરિભક્તના ઘરે પધરામણીએ ગયા અને તેમને રાજી કર્યા.
ત્યારબાદ આશરે અડધો કલાકમાં મંદિરે પહોંચ્યા અને ભોજન માટે બિરાજ્યા. સંતોએ તેઓને પૂછ્યું: ‘આવા સંજોગોમાં આપને કંટાળો ન આવે?’ મહંતસ્વામી મહારાજે સહજતાથી કહ્યું: ‘કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી કે આમ કરવું છે. જેમ સૌ સંતો-હરિભક્તો રાજી થાય એ પ્રમાણે કરવાની વાત યોગીબાપાએ શીખવાડી છે.’
સ્વામીશ્રીએ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ સંતો-ભક્તોને અર્પણ કરી દીધું છે. આપણને રાજી કરવા તેઓએ પોતાના સમય, શરીર કે સુવિધા સામે ક્યારેય જોયું નથી. પળ પળ ગુરુહરિ બસ! આપણા માટે જ જીવી રહ્યા છે. આમ તો આપણે તેઓને રાજી કરવાના છે, પણ ખરેખર તો તેઓ ક્ષણે ક્ષણે આપણને રાજી કરી રહ્યા છે!

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!