પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ
15 views
Content
9 of 12
સદા દાસ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૨ ઓક્ટોબર, ૨૦૧૬, નડિયાદ. મહંતસ્વામી મહારાજના મધ્યાહન્ ભોજનમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દર્શન લાભ લઈ રહ્યા હતા. ભોજનસત્રની પૂર્ણાહુતિમાં યુવકોએ સ્વામીશ્રીને કહ્યું: ‘સ્વામી! આજે આપની સમક્ષ એક ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે.’ એમ કહી પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં ગવાયેલી કવ્વાલી મહંતસ્વામી મહારાજ આગળ રજૂ કરી. જેના શબ્દો હતા – ‘આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતો સિતારો પૂછે છે.... પ્રમુખસ્વામી શું છે? મહંતસ્વામી શું છે?’
ભક્તિસભર કવ્વાલીનું ગાન કરી વિદ્યાર્થીઓએ મહંતસ્વામી મહારાજને કહ્યું: “સ્વામી! પ્રમુખસ્વામી મહારાજ આગળ આ કવ્વાલી ગવાયા પછી પોતાની ઓળખ આપતાં તેઓએ જણાવ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી એ સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે.’ તો સ્વામી! આજે આપ પણ આપની ઓળખ આપો કે, ‘મહંત સ્વામી શું છે?’ સૌના કાન સરવા થઈ ગયા. સ્વામીશ્રી સમક્ષ માઇક ધર્યું ને ક્ષણનાય વિલંબ વિના સ્વામીશ્રીએ કહ્યું: ‘દાસના દાસ.’ અનન્ય દાસત્વની આ અદ્ભૂત ક્ષણ સૌનાં હૈયે જડાઈ ગઈ.
દાસત્વ એ સત્પુરુષે સિદ્ધ કરેલો ગુણ નથી, પરંતુ તેઓની સ્વાભાવિક જીવનશૈલી છે. તેથી જ લાખોના ગુરુ હોવા છતાં તેઓને મનાતું જ નથી કે ‘હું ગુરુ છું.’ તેથી જ સાક્ષાત્ અક્ષરબ્રહ્મ હોવા છતાં તેઓને ભક્તોના ચરણસ્પર્શ કરતાં લેશ પણ સંકોચ થતો નથી. સ્વામીશ્રી એવું માને છે કે ‘બધાં મારાથી મોટાં છે અને હું સૌથી ન્યૂન છું!’ પોતાના વિચાર, વાણી અને વર્તન દ્વારા સ્વામીશ્રી આપણને પણ દાસભાવથી સત્સંગ કરવાની સતત પ્રેરણા આપી રહ્યા છે. મહંતસ્વામી મહારાજ કહે છે કે, ‘દાસભાવ – Express way to Akshardham’ છે. ગુરુ ‘દાસના દાસ’ થઈને રહેતા હોય તો આપણે શિષ્ય થઈને તો દાસ થવું જ રહ્યું, ખરું ને?

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!