jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

પ્રાગટ્યના હેતુનિર્ભય નીલકંઠનિ:સ્પૃહી નીલકંઠસેવાના આદર્શ - નીલકંઠશુદ્ધભક્તિપ્રવર્તકઅજોડ વરદાનઆજની ઘડી રે ધન્ય..‘દાસનું લક્ષણ શું?’ગધેડાની ગાયઅણિશુદ્ધ ચોખ્ખાંઅમારા પર દયા રાખજોદુર્લભ પ્રાપ્તિસ્વામિનારાયણિયા કોણ?શ્રીજી મહારાજનું અખંડ પ્રગટપણું

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /ભગવાન સ્વામિનારાયણ

ભગવાન સ્વામિનારાયણ

105 views

Content

10 of 14

અણિશુદ્ધ ચોખ્ખાં

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

ધરમપુરના રાજમાતા કુશળકુંવરબાને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અપાર પ્રેમલક્ષણા ભક્તિ હતી. અનેક ચાકરો હોવા છતાં તેઓએ મહારાજ માટે ચોખા પોતાના હાથે ફોલીને તૈયાર કર્યાં હતાં. એક દિવસ મહારાજે આ ચોખામાંથી થોડા દાણા હાથમાં લીધા. મૂઠીમાંથી એક દાણો લઈ મહારાજે સંતોને બતાવ્યો અને પૂછ્યું: ‘સંતો! આ શું છે?’ મહારાજના પ્રશ્નથી સંતોને આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે આ તો રોજના ખોરાકની વસ્તુ છે, જેની નાના-મોટા તમામને જાણ છે, છતાં મહારાજ કેમ પૂછતા હશે? સંતોએ જવાબ આપ્યો: ‘મહારાજ! એ ચોખા છે.’ મહારાજે ફરી પૂછ્યું: ‘સંતો! આ શું છે?’ મહારાજના પુન: પૂછાયેલા પ્રશ્નથી સંતો મૂંઝાયા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું: ‘મહારાજ! એ ચોખાનો દાણો છે. તેમાં આપ ફરી-ફરી કેમ પૂછો છો?’ આ સાંભળી મહારાજ હસ્યા. મહારાજ પોતાની ગાદી ઉ૫૨થી ઊભા થઈ ગયા. સંતો પાસે આવ્યા અને ચોખાનો દાણો સૌને બતાવ્યો. પછી કહ્યું: ‘સંતો! આ છે તો ચોખાનો દાણો પણ કેવો અણિશુદ્ધ છે?! ઉપર, નીચે કોઈ ઠેકાણે તૂટેલો નથી.’ તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું: ‘મહારાજ! રાજમાતાએ હાથે ફોલેલાં છે, એટલે અણિશુદ્ધ હોય જ!’ મહારાજ ફરી હસ્યા. તેમણે કહ્યું: ‘હાથે ફોલવામાં કેટલી મહેનત પડી હશે ત્યારે આ દાણો અણિશુદ્ધ રહ્યો હશે? અમારે સૌને આ ચોખાના દાણા જેવા અણિશુદ્ધ કરવા છે. તેમાં અમને કેટલી મહેનત પડતી હશે તેનો તમને વિચાર થાય છે?’ મહારાજના આ શબ્દો સાંભળી સૌ સંતો વિચારમાં પડી ગયા. પૂર્ણ પુરુષોત્તમનારાયણની આપણા સૌ જીવો પર કેવી અકારણ કરુણા છે!

મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું: “મહારાજ! આપ સત્ય કહો છો. આપ અક્ષરધામના અધિપતિ છો. આપનું ધામ માયાથી પર છે. અમને સૌને તે ધામના અધિકારી બનાવવા, અમારામાં તલમાત્ર કસ૨ ન રહે એવી આપ કાળજી રાખો છો. એ આપની અમારા ઉપરની અપાર કરુણા છે. પરંતુ અમે આપના એ ઊંચા આદર્શને અનુરૂપ થઈ શકીએ એવી પણ આપ કૃપા કરજો.’

શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય-૪૫માં કહે છે: ‘જે જે મારા કહેવાયા છો તેમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી.’ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને અણિશુદ્ધ ચોખા જેવા કરવાની જવાબદારી સ્વયં ભગવાને માથે લીધી છે. આજે શ્રીહરિ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ દ્વારા આપણને અણિશુદ્ધ કરવા અપાર ભીડો વેઠી રહ્યા છે. તેઓનો દાખડો સાર્થક કરવા હવે આપણે કમર કસવાની છે!
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics