jypi
ExploreChatWays to LearnAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

3 views

Content

1 of 16

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા

Original
3 views

Versions:

Original

Chapter Study

સંવત ૧૯૩૯માં સુરતમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં જ શાસ્ત્રીજી મહારાજ અને ભગતજી મહારાજનો સૌપ્રથમ મેળાપ થયો હતો. ભગતજીનાં પ્રથમ દર્શને જ શાસ્ત્રીજી મહારાજે તેઓને ગુરુ તરીકે સ્વીકારી લીધા.

એક દિવસ ભગતજીએ યજ્ઞપુરુષદાસજીને કહ્યું : “સાધુરામ! સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા કરી છે કે નહિ?” ભગતજીના આ પ્રશ્નથી યજ્ઞપુરુષદાસને આશ્ચર્ય થયું અને હાથ જોડીને કહ્યું, “મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એવી નિષ્ઠા મેં દૃઢ કરી છે.”

આ સાંભળી ભગતજી મહારાજ હસ્યા અને કહ્યું, “એ તો એકલી નારાયણની નિષ્ઠા થઈ, પણ જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી ‘મૂળ અક્ષર છે’ એવી નિષ્ઠા ન થાય, ત્યાં સુધી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ ન કહેવાય.”

આ સાંભળી વિચક્ષણ બુદ્ધિવાળા યજ્ઞપુરુષદાસજી બોલ્યા: “મારા ગુરુ વિજ્ઞાનાનંદજી બહુ જ અનુભવી, વિદ્વાન અને વળી, શ્રીજીમહારાજના મળેલા સાધુ છે. તેમણે મને આવી વાત કરી નથી તો આપ આ નવીન વાત ક્યાંથી લાવ્યા?”

યજ્ઞપુરુષદાસજીની સ્પષ્ટ વાતથી ભગતજી રાજી થયા અને બોલ્યા: “તમારા ગુરુ પણ આ વાત જાણે છે.”

આ સાંભળી યજ્ઞપુરુષદાસજીએ એક યુક્તિ વિચારી અને ભગતજીને કહ્યું: “જો, આપ મારા ગુરુ પાસે આ વાત કહેવરાવો તો હું માનું.”

બીજે દિવસે સવારે ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને આસને પધાર્યા. યજ્ઞપુરુષદાસજી પ્રથમથી જ આસન નીચે સંતાઈ ગયા હતા. ભગતજીએ વિજ્ઞાનાનંદ સ્વામીને કહ્યું: “સ્વામી! તમારા વખતમાં ગુણાતીત સ્વામી ‘મૂળ અક્ષર’ છે એવી જે વાત થતી હતી તે આજે કહો!”

ભગતજીની આ વાત સાંભળી સ્વામીએ આજુબાજુ જોયું અને પછી ધીરેથી બોલ્યા: “સ્વામી ‘મૂળ અક્ષર’ છે એ વાત મેં ઘણી વાર મહારાજ પાસેથી જ સાંભળી છે. વળી, ગોપાળાનંદ સ્વામી પણ એ વાતનું ઘણું જ પ્રતિપાદન કરતા. તેથી એ વાત મારા જીવમાં છે.”

આ વાત કરી એટલે યજ્ઞપુરુષદાસજી તેમના ઢોલિયા (નીચેથી પોલાણ/જગ્યાવાળો પલંગ/ખાટલો) નીચેથી નીકળ્યા અને સ્વામી તરફ જોઈ તેમને કહ્યું: “આ વાત તમે મને કેમ અત્યાર સુધી ન કહી?”

આથી વિજ્ઞાનાનંદ સ્વામીને તેમને જોઈ આશ્ચર્ય થયું, પણ પછી પોતાના વિશ્વાસુ સેવક જાણી કહ્યું: “હજુ મહારાજનું પુરુષોત્તમપણું જ સત્સંગમાં ઘણાને સમજાતું નથી, ત્યાં સ્વામી ‘અક્ષર’ છે એવી ઘેડ (સમજણ) કેમ બધાંને બેસે? પણ હવે તમે આ વાત સાંભળી છે તો તે સાચી છે અને જીવમાં એ પ્રમાણે સમજી રાખશો.”

પરંતુ હવે કેવળ પોતાના પૂરતું જ આ જ્ઞાન રાખે તો તે શાસ્ત્રીજી મહારાજ શાના! અક્ષરપુરુષોત્તમ જ્ઞાન સાચું છે તો તેનું વિશ્વભરમાં પ્રવર્તન થવું જ જોઈએ, એવો દૃઢ સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે કર્યો. અને આ રીતે ઉપાસના પ્રવર્તનનો સુદૃઢ પાયો આ પ્રસંગથી નંખાયો.
0 comments
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics