બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
14 of 16
‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સન ૧૯૩૬ના અધિક ભાદરવા માસમાં અમદાવાદના હરિભક્તોની વિનંતીથી શાસ્ત્રીજી મહારાજે સત્સંગિજીવનનું પારાયણ યોજ્યું હતું. સાબરમતીના તટ ઉપર કાશી વિશ્વનાથના મંદિરમાં આયોજિત એ પારાયણમાં શ્રીજીસ્વરૂપદાસ સ્વામી કથાનો લાભ આપતા. સાંજે છ વાગ્યે શાસ્ત્રીજી મહારાજ કથામૃત વરસાવતા. ત્યારબાદ તેઓની આજ્ઞાથી પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ ‘અક્ષરપુરુષોત્તમ ચરિતમ્’ ગ્રંથમાંથી અધ્યાય વાંચતા. તેઓ શાસ્ત્રીજી મહારાજના જ આસન ઉપર બેસીને કથા કરતા. ગુરુના આસન પર બેસી શિષ્ય કથા કરે તે કેટલાક હરિભક્તોને ગમ્યું નહીં. કારણ કે તેમાં ગુરુની ગરિમા અને મર્યાદા ન સચવાતી હોય એવું લાગ્યું. તેથી સૌ વતી બબુભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને ફરિયાદ કરતાં કહ્યું: ‘આ પ્રોફેસર તો આપના જ આસન પર બેસીને કથા કરે છે! આ યોગ્ય ન કહેવાય.’
પરંતુ શાસ્ત્રીજી મહારાજ માટે તો ‘અક્ષરપુરુષોત્તમ’ જ પોતાનું સર્વસ્વ હતા. અક્ષરપુરુષોત્તમનું આ જ્ઞાન જગછતરાયું કરવા તો તેઓએ પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું હતું. તેથી શાસ્ત્રીજી મહારાજે બબુભાઈને ઠપકો આપતાં કહ્યું: ‘પ્રોફેસર અક્ષરપુરુષોત્તમ મહારાજનાં ચરિત્રોની કથા કરે છે! આવી કથા તો મારા આસન પર શું, મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે!’ બબુભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. અક્ષરપુરુષોત્તમના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠાનો આ ટંકાર સાંભળી તેઓનું મસ્તક ઝૂકી ગયું.
નિષ્ઠાપ્રવર્તનની સેવા કરનાર ભક્ત માટે શાસ્ત્રીજી મહારાજના અંતરમાં કેટલો મહિમા છે! આ સેવકને સ્વામીશ્રી પોતાના મસ્તક પર બેસાડવા તત્પર છે! આપણે સૌભાગ્યશાળી છીએ કે એ જ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનની સેવા આપણને પણ પ્રાપ્ત થઈ છે. વળી, આપણી સાથે આ સેવામાં જોડાયેલા કાર્યકરોનો આપણે કેવો મહિમા સમજવાનો છે તેનો દૃષ્ટિકોણ પણ શાસ્ત્રીજી મહારાજ શીખવી રહ્યા છે. કદાચ, પ્રકૃતિવશાત્ કોઈના વાણી-વ્યવહાર અરુચિકર લાગે, પણ આખરે ‘તે સેવા તો અક્ષરપુરુષોત્તમ મહારાજની કરે છે’ એવો મહિમા સમજીએ તો આપણું તેઓ સાથેનું વર્તન મહિમાભરેલું રહે. ગુરુહરિની જેમ ઉમંગથી આપણે પણ આ સેવામાં જોડાઈશું અને જે ભક્તો આ સેવામાં જોડાયા છે તેઓનો મહિમા સમજીશું તો સ્વામીશ્રીના હૃદયમાં આપણને સ્થાન અચૂક મળી જશે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!