બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
3 of 16
જાગા ભક્તની બંધી તોડી
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય જાગા ભક્ત જૂનાગઢમાં પોતાના આસને ઉપાસનાની અદ્ભુત વાતો કરતા. મોટા મોટા સદ્ગુરુઓ તથા હરિભક્તો તેમની પાસે બેસી કથાવાર્તા સાંભળતા. આથી, જાગા ભક્તનો વધતો જતો મહિમા અને પ્રતાપ દેખી કેટલાક દ્વેષીઓના પેટમાં ઇર્ષ્યાનું તેલ રેડાયું.
તે વખતે જૂનાગઢમાં જીભાઈ કોઠારી હતા. ભગતજી મહારાજને વિષે ગુરુભાવવાળા આ કોઠારી જરા ભોળા અને સરળ સ્વભાવના હતા. દ્વેષીઓએ કોઠારીને જાગા ભક્ત વિષે ઊંધું-છત્તું કહી કાનભંભેરણી કરી. કાચા કાનના કોઠારીને દ્વેષીઓની વાત ગળે ઊતરી ગઈ. જાગા ભક્તનો યથાર્થ મહિમા ન જાણનાર કોઠારીએ મંદિરમાં ફરમાન બહાર પાડ્યું - “જાગા ભક્તને ઓરડે સાધુ-હરિભક્તે કથા સાંભળવા જવું નહિ અને જે જશે તેને મંદિરમાંથી વિમુખ કરવામાં આવશે.” વળી, જાગા ભક્તને પણ સભામંડપમાં કથાવાર્તા કરવાની બંધી કરવામાં આવી. આ ફરમાનને વરતાલના મુખ્ય કોઠારી ગોવર્ધનભાઈનો પણ ટેકો મળ્યો.
આ ફરમાનથી જૂનાગઢના તમામ હરિભક્તોને ઘણું દુ:ખ થયું. પરંતુ જીભાઈ કોઠારીના ફરમાન આગળ કોઈ કાંઈ બોલી શક્યું નહીં. સ્વામી જાગા ભક્ત તો આ પ્રસંગથી અતિ ઉદાસ થઈ ગયા. સદા સર્વદા મહારાજ અને સ્વામીનાં લીલાચરિત્રોનું ગાન કરવાવાળા અને તેમાં જ આનંદ માનનારા અને તેમની જ ઉપાસના પ્રવર્તાવવાના આગ્રહવાળા સ્વામી જાગા ભક્તને કથાવાર્તા એ જ ભક્તિ હતી, એ જ જીવન હતું. તે જીવન તેમનાથી છીનવી લીધું તેથી જાગા ભક્ત અત્યંત દુખાઈ ગયા.
જાગા ભક્તની બંધીના સમાચાર શાસ્ત્રીજી મહારાજને રાજકોટ મળ્યા. તરત જ શાસ્ત્રીજી મહારાજે કોઠારી જીભાઈને સ્વામી જાગા ભક્તના મહિમાનો એક લાંબો પત્ર લખીને તૈયાર કર્યો, પરંતુ તેમને વિચાર થયો કે પત્ર લખવા કરતાં પણ રૂબરૂ જવું એ વધારે ઠીક છે; એટલે તે કાગળ ફાડી નાંખ્યો અને તે જ દિવસે પોતે જૂનાગઢ પહોંચી ગયા.
ઠાકોરજીનાં દર્શન કરી, સીધા જ જાગા ભક્તના ઓરડે પોતે દર્શને જતા હતા ત્યારે કેટલાકે કહ્યું, “ત્યાં જવાની બંધી છે.”
“મારે માટે બંધી નથી.” નીડરતાથી શાસ્ત્રીજી મહારાજે કહ્યું અને જાગા ભક્તના ઓરડે પહોંચી ગયા.
જાગા ભક્તે અતિશય આશ્ચર્ય પામીને પૂછ્યું: “તમે અહીં શી રીતે આવ્યા? અહીં આવવાની તો બંધી થઈ છે.”
ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું: “બંધી હવે આજથી તૂટી. માટે આપ તેની ચિંતા ન કરો. હું કોઠારીને સમજાવી બધી વ્યવસ્થા કરું છું!” એમ કહી પોતે પોતાના આસને પધાર્યા.
આ બાજુ મંદિરમાં બધે ‘હો...હા...’ થઈ ગઈ. ‘યજ્ઞપુરુષદાસ બંધી હોવા છતાં પણ જાગા ભક્તને ઓરડે ગયા અને તેમને દંડવત્ કર્યા’- એ વાતનો સૌ જોરશોરથી ઊહાપોહ કરવા માંડ્યા. પરંતુ શાસ્ત્રીજી મહારાજને તેની પરવા નો’તી.
તે જ રાત્રે શાસ્ત્રીજી મહારાજે કોઠારી જીભાઈને બોલાવ્યા. સવારના ચાર વાગ્યા સુધી શાસ્ત્રીજી મહારાજે જાગા ભક્તનો અપરંપાર મહિમા સમજાવ્યો. આથી કોઠારી જીભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત જ નાહી-પરવારી, ચંદન-હાર લઈ કોઠારી જીભાઈ જાગા ભક્તને આસને પહોંચ્યા. કોઠારીએ અત્યંત પરિતાપ સાથે જાગા ભક્તની ચંદનથી પૂજા કરી અને હાર પહેરાવી દંડવત્ કર્યા. કોઠારી જીભાઈએ તમામને જાગા ભક્તના આસને આવવાની છૂટ કરી આપી અને જાગા ભક્તને સભામાં આવી વાતો કરવાની પણ પ્રાર્થના કરી.
આ રીતે, વિમુખ થવાની બીક રાખ્યા વગર કે કોઈની શેહ-શરમમાં આવ્યા વિના શાસ્ત્રીજી મહારાજે જાગા ભક્તનો પક્ષ રાખ્યો. આ રીતે, આપણે પણ કોઈના દબાવમાં આવ્યા વિના, લોકલાજની ચિંતા કર્યા વગર શ્રીજીમહારાજ, સત્પુરુષ અને તમામ હરિભક્તોનો શિરસાટે પક્ષ રાખવો જોઈએ.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!