બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
11 of 16
‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ગુજરાતી સાહિત્યના સાક્ષર, સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વરતાલ કમિટીના સભ્ય શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજના ગુણાનુરાગી હતા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વરતાલ હતા ત્યારે દોલતરામભાઈ તેઓની વિદ્વત્તા અને સાધુતાથી આકર્ષાયા હતા. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી છૂટા પડ્યા ત્યારે દોલતરામભાઈને મનમાં પ્રશ્ન રહી ગયો હતો કે, ‘સ્વામીશ્રી શા માટે વરતાલથી બહાર નીકળ્યા હશે?’ પરંતુ તેઓને વિશ્વાસ તો હતો કે, ‘સ્વામીશ્રી સિદ્ધાંત વિરુદ્ધ તો કોઈ કાર્ય કરે નહિ.’
સંવત ૧૯૭૨માં શાસ્ત્રીજી મહારાજ નડિયાદ પધાર્યા હતા. વર્ષોથી પોતાના મનમાં રહેલી દ્વિધાના સમાધાન માટે દોલતરામભાઈએ શાસ્ત્રીજી મહારાજને પોતાના ઘરે આમંત્ર્યા. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી નીકળ્યા એના ૧૦ વર્ષ પછી દોલતરામભાઈને તેઓનાં દર્શન થયા, એટલે તેઓ આનંદિત થઈ ગયા.
દોલતરામભાઈને હજુ મનમાં એવું રહ્યા કરતું કે, ‘સ્વામીશ્રી વરતાલ સાથે ભેગા થાય.’ એટલે તેઓએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, “સ્વામી! આપને ભેગા થવાનો વિચાર છે?”
શાસ્ત્રીજી મહારાજે વિનમ્રતાપૂર્વક પણ દૃઢતાથી કહ્યું: “અમારે તો ભેગા થવાનો વિચાર છે. પણ ગ.મ.૨૧મું વચનામૃત વરતાલવાળા સ્વીકારે તો ભેગા થવામાં અમારે વાંધો નથી.”
દોલતરામભાઈએ જિજ્ઞાસાથી કહ્યું: “સ્વામીજી! હું જાણું છું કે આપ સિદ્ધાંત સિવાય બહાર પડો જ નહિ. માટે આપ મને ગ.મ.૨૧ની વાત અને આપનો સિદ્ધાંત સમજાવો.”
દોલતરામભાઈની શુદ્ધ મુમુક્ષુતા જોઈ શાસ્ત્રીજી મહારાજે ગ.મ.૨૧ના આધારે શાસ્ત્રોના રહસ્યરૂપ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત તેઓને સમજાવ્યો. ‘પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય સમજાય ત્યારે જ કલ્યાણનો મુદ્દો હાથ આવો કહેવાય.’ એમ કહી મહારાજના પુરુષોત્તમપણાની અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે તે સંબંધી વાતો વચનામૃત અને ઐતિહાસિક પ્રસંગોના આધારે શાસ્ત્રીજી મહારાજે સમજાવી. અને અંતમાં કહ્યું: “શ્રીજીમહારાજના આ સિદ્ધાંત અનુસાર જ, તેઓના જ સંકલ્પથી બોચાસણમાં અમે મંદિર રચ્યું છે અને તેમાં મધ્ય મંદિરમાં પુરુષોત્તમ શ્રીજીમહારાજની સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે.”
શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક અને પ્રમાણો સહિત વાત કરવાની શૈલીથી દોલતરામભાઈ મંત્રમુગ્ધ (પ્રભાવિત) થઈ ગયા. ‘સ્વામીએ સહિત નારાયણની નિષ્ઠા થાય એ જ સાચી સ્વામિનારાયણની નિષ્ઠા’ એ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની દૃઢતા તેઓને થઈ ગઈ.
અહોભાવથી તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું: “સ્વામી! આ તો જે કાર્ય કરવા માટે મહારાજને અવતાર ધરી ફરી આવવું પડે, તે કાર્ય આપે કર્યું છે. આપની મહત્તા અપાર છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે.”
આ રીતે એક સાક્ષરના હૃદયમાં પણ અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે કરાવી દીધી. એવો અદ્ભુત પ્રતાપ હતો શાસ્ત્રીજી મહારાજનો!

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!