jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠાચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવુંજાગા ભક્તની બંધી તોડીઆદર્શ ગુરુભક્તિ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’‘શ્રીજીએ જ કર્યું છે’ઉપાસના પ્રવર્તનની ધગશવરતાલથી મહાપ્રસ્થાન‘અમે અને વરતાલ એક જ છીએ’‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’કલ્યાણનું સદાવ્રત‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ‘તમે જીવ્યા અમારે કાજ’

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

24 views

Content

7 of 16

ઉપાસના પ્રવર્તનની ધગશ

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

પીજના જેઠાભાઈ વડોદરા કલાભવનમાં અભ્યાસ કરતા હતા. તે સમયે શાસ્ત્રીજી મહારાજ વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા. ગોવિંદભાઈ માસ્તર, ઉલ્લાસરામભાઈ વગેરેના સમાગમથી જેઠાભાઈને ભગતજી પ્રત્યે હેત થયું હતું. તેથી તેઓ મંદિરે અવારનવાર આવવા લાગ્યા. અહીં તેઓને શાસ્ત્રીજી મહારાજનો સમાગમ થયો. શાસ્ત્રીજી મહારાજને જેઠાભાઈમાં એક ઉત્તમ મુમુક્ષુ દેખાયા.

એક દિવસ સાંજે ઠાકોરજી જાગ્યા પછી શાસ્ત્રીજી મહારાજ અને જેઠાભાઈ મળ્યા. થોડી પ્રદક્ષિણા કરી સાંજે ૬ વાગે પ્રદક્ષિણામાં જ બંને બેઠા. શાસ્ત્રીજી મહારાજ જેઠાભાઈને અક્ષરપુરુષોત્તમની વાતો કરવા લાગ્યા.

શાસ્ત્રીજી મહારાજ વાતો કરવામાં મશગુલ થઈ ગયા અને જેઠાભાઈ વાતો સાંભળવામાં! ક્યારે સંધ્યા આરતી થઈ, શયન આરતી થઈ અને રાત્રિની નીરવ શાંતિ પથરાઈ ગઈ તેની તેઓને ખબર પડી નહિ. જ્યારે ટાવરમાં સવારના ચારના ટકોરા વાગ્યા ત્યારે બંનેની જાણે સમાધિ તૂટી. સતત ૧૦ કલાક સુધી શાસ્ત્રીજી મહારાજે જેઠાભાઈને વાતો કરી!

વર્ષો પછી આ પ્રસંગને યાદ કરતા જેઠાભાઈએ એક પત્રમાં લખ્યું હતું: “શું સ્વામીનો વાતો કરવાનો ઉમંગ! મને પણ ભગતજી મહારાજનો નવો પ્રસંગ થયેલો. સ્વામીશ્રીએ ૧૦ કલાક લાગટ વાતો કરી. પછી અમારે હેત થયું. ભગતજી મહારાજ પાસે ચાર વખત મહુવે જઈને સમાગમ કર્યો ને મોટાપુરુષની દૃષ્ટિ થઈ ગઈ.”

શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક વાતોથી જેઠાભાઈને અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા દૃઢ થઈ ગઈ. હજુ ભગતજીનાં દર્શન થયા ન હતા, છતાં ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે તેવી પ્રતીતિ આવી ગઈ. અને પછી પોતાનું સમગ્ર જીવન અક્ષરપુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે સમર્પિત કરી દીધું. દીક્ષા લઈ પીજના જેઠાભાઈ સ્વામી નિર્ગુણદાસ બન્યા.

શાસ્ત્રીજી મહારાજ કહેતા: “સત્સંગમાં ૧૪ આની સત્સંગ નિર્ગુણ સ્વામીએ પ્રવર્તાવ્યો છે.” આવા શાસ્ત્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તનની સેનાના સેનાપતિ નિર્ગુણદાસ સ્વામીને તૈયાર કરનાર હતા - શાસ્ત્રીજી મહારાજ.

‘પોતાના સંગમાં આવનારને કેમ કરીને અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા દૃઢ કરાવું’ એવી ધગશ હંમેશા શાસ્ત્રીજી મહારાજને રહેતી. તે માટે તેઓએ નથી જોયો સમય કે નથી જોયો પોતાનો દેહ! આપણે પણ એ જ શાસ્ત્રીજી મહારાજના પુત્રો છીએ. આપણે પણ આ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ. શાસ્ત્રીજી મહારાજની જેમ સમય, સંજોગો જોયા વગર, ભીડાને ગણકાર્યા વગર, ઉત્સાહથી આપણા સંગમાં આવનારને સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંતની વાત કરીએ તો ગુરુહરિનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics