jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠાચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવુંજાગા ભક્તની બંધી તોડીઆદર્શ ગુરુભક્તિ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’‘શ્રીજીએ જ કર્યું છે’ઉપાસના પ્રવર્તનની ધગશવરતાલથી મહાપ્રસ્થાન‘અમે અને વરતાલ એક જ છીએ’‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’કલ્યાણનું સદાવ્રત‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ‘તમે જીવ્યા અમારે કાજ’

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

24 views

Content

10 of 16

‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’

Original
4 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

અક્ષરપુરુષોત્તમ જ્ઞાનને મૂર્તિમાન કરી અનંત જીવો માટે મોક્ષમાર્ગ મોકળો (સરળ) કરવા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વરતાલથી મહાપ્રસ્થાન કર્યું. નાણાં, માણાં, પાણાં વગર ઝોળી ઉપર મુસ્તાક (મક્કમ) રહી તેઓએ બોચાસણમાં મંદિર નિર્માણનું કાર્ય ઉપાડ્યું હતું. પાંચ સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો સાથે સ્વામીશ્રી વરતાલથી નીકળ્યા હતા, પણ મહારાજ-સ્વામીનો સબળ સંગાથ હતો. તેથી માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં તો બોચાસણ ગામમાં મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાની શરણાઈઓ ગુંજી ઊઠી. સંવત ૧૯૬૩ની વૈશાખ વદ દશમના શુભ દિવસે પ્રતિષ્ઠાનું મૂહુર્ત નક્કી થઈ ગયું.

પ્રતિષ્ઠાના શુભમુહૂર્તમાં સૌએ શ્રીજીમહારાજની મૂર્તિ ઉપાડી મધ્યખંડમાં પ્રસ્થાપિત કરી. ત્યાર બાદ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જે મહારાજની મૂર્તિ કરતાં વજનમાં હલકી હતી, તે મૂર્તિ ઘણા માણસોએ ઊંચકી, પણ ઊંચી જ ન થઈ. એક તસુ પણ મૂર્તિ ખસી નહિ. સૌએ અથાગ પ્રયત્ન કર્યો પરંતુ વ્યર્થ! છેવટે સૌ થાકીને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને વાત કરી: ‘મહારાજની મૂર્તિ તો સ્વસ્થાને પધરાવી, પરંતુ સ્વામીની મૂર્તિ ઊપડતી નથી. બધાએ બહુ મહેનત કરી અને સૌ થાક્યા છે.’ એટલે સ્વામીશ્રી તરત જ યજ્ઞશાળામાં પધાર્યા. કારીગરના હાથમાંથી ટાંકણું લઈ સ્વામીશ્રીએ પ્રથમ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી: ‘હે સ્વામી! આપના સારુ વરતાલથી નીકળ્યા. અપમાન, તિરસ્કાર અને સંકટ આપના સારુ સહન કર્યાં. તો હવે આપ દયા કરી બિરાજો.’ એમ કહી સ્વામીશ્રીએ મૂર્તિ નીચે ટાંકણું ભરાવ્યું, એટલે તરત જ મૂર્તિ ઊંચી થઈ અને સૌએ તે મૂર્તિ તેના સ્થાનકે પધરાવી દીધી!

લૌકિક રીતે આવી પરિસ્થિતિમાં એવું સૂચન થાય કે, ‘મૂર્તિ નથી ઊપડતી તો થોડા વધુ માણસો ભેગા થઈને ઉપાડો’ અથવા અન્ય કોઈ યુક્તિથી કળ-બળનો પ્રયોગ કરીને મૂર્તિ ઊંચકવા પ્રયત્ન કરવામાં આવે. પરંતુ આ પ્રસંગ અલૌકિક હતો અને શાસ્ત્રીજી મહારાજ પુરુષ પણ અલૌકિક હતા. તેથી તેઓએ આવતાંની સાથે પ્રાર્થના કરી. સૌ કોઈને સ્વામી-શ્રીજીમાં તેઓની અવિચળ શ્રદ્ધાના દર્શન થઈ ગયા. સ્વામીશ્રીની અરજીથી ગુણાતીતાનંદ સ્વામી પણ મંદિર ઉપર બિરાજમાન થઈ ગયા. જેથી સૌને સિદ્ધાંતની સત્યતા પણ હૃદયે જડાઈ ગઈ. કદાચ સૌને આ અનુભવ કરાવવા જ ભગવાને આવો પ્રસંગ ઊભો કર્યો હશે! તે સાથે મહાપ્રતાપી શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં શ્રીઅક્ષરપુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી, સમગ્ર બ્રહ્માંડમાં ઉપાસનાનો દિગ્વિજય કરી દીધો!

મહંતસ્વામી મહારાજ કહે છે કે, ‘મહારાજ-સ્વામી સાચા છે, આપણો અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે, સત્પુરુષ સાચા છે.’ ગુરુહરિના વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને ઉપાસના પ્રવર્તનની આ સેવામાં મંડીએ તો આપણા હૃદયમંદિરમાં પણ અક્ષરપુરુષોત્તમની પ્રતિષ્ઠા થઈ જાય.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics