બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
9 of 16
‘અમે અને વરતાલ એક જ છીએ’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
અક્ષરપુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ વરતાલથી બહાર નીકળ્યા પછી પણ દ્વેષીઓ તરફથી તેઓને ઘણાં કષ્ટો આવ્યાં. તેઓને મારવા માટે દ્વેષીઓની એક ટુકડી ગામોગામ ફરતી. આ બધું સાધુતા રાખીને શાસ્ત્રીજી મહારાજ સહન કરતા. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે: “સાધુને કોઈ ગાળ દે, મારે તો પણ સહન કરવું અને તેનું હિત થાય એમ જ મનમાં ચિંતવન કરવું.” શાસ્ત્રીજી મહારાજ આ પ્રમાણે જીવતા હતા. પોતે ક્યારેય વરતાલનું અહિત થાય તેવું તો કર્યું જ નથી, ઊલટાનું કોઈ અહિત કરતું હોય, વિરોધમાં બોલતા હોય તો તેઓને વાર્યા છે.
એક સમયે શાસ્ત્રીજી મહારાજ આણંદમાં હતા. અન્ય એક વિશાળ અને પ્રસિદ્ધ સંપ્રદાયના ધર્મગુરુ તેઓને મળવા માંગતા હતા. તેઓ શાસ્ત્રીજી મહારાજની વિદ્વત્તાથી સુપેરે પરિચિત હતા. તેથી તેમને મનમાં એમ હતું કે, ‘યજ્ઞપુરુષદાસજી વરતાલથી હવે છૂટા પડ્યા છે, તો પોતાની સાથે તેમને ભેળવી વરતાલવાળાનો શાસ્ત્રાર્થમાં પરાજય કરવો.’
શાસ્ત્રીજી મહારાજ તેમનો ઉદ્દેશ સમજી ગયા અને કહેવરાવ્યું: “કૌરવો સામે યુદ્ધ કરવાનો વિચાર કરતા રાજાઓએ પાંડવોનો અભિપ્રાય જાણવા એક રાજાને સંન્યાસીના વેશમાં પાંડવો પાસે વનમાં મોકલ્યો. ત્યારે યુધિષ્ઠિરે કહેવરાવ્યું કે કૌરવો સામેના તમારા યુદ્ધમાં અમે તથા કૌરવો એક છીએ. એટલે અમો ૧૦૫ છીએ. તેમ તમારી સામે તો અમે અને વરતાલ એક છીએ.”
પેલા ધર્મગુરુને આવા સંદેશાની અપેક્ષા ન હતી. શાસ્ત્રીજી મહારાજની અજાતશત્રુતા અને વરતાલ પ્રત્યેનો પક્ષ જોઈને તેઓને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપૂર્વ માન થયું અને કહેવા લાગ્યા: “આખા સંપ્રદાયમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસનો વિદ્વત્તામાં, સાધુતામાં જોટો નથી.”
ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમ ૨૭માં કહ્યું છે: “એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.” એવા અજાતશત્રુ શાસ્ત્રીજી મહારાજ હતા.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!