jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠાચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવુંજાગા ભક્તની બંધી તોડીઆદર્શ ગુરુભક્તિ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’‘શ્રીજીએ જ કર્યું છે’ઉપાસના પ્રવર્તનની ધગશવરતાલથી મહાપ્રસ્થાન‘અમે અને વરતાલ એક જ છીએ’‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’કલ્યાણનું સદાવ્રત‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ‘તમે જીવ્યા અમારે કાજ’

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

24 views

Content

8 of 16

વરતાલથી મહાપ્રસ્થાન

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

અક્ષરપુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ માથું હાથમાં લઈને ફરતા. કેમ કરીને શાસ્ત્રીજી મહારાજ અક્ષરપુરુષોત્તમની વાત કરતા અટકે તે માટેના તમામ પ્રયત્નો દ્વેષીઓ કરતા. વરતાલના કોઠારી ગોરધનદાસજીએ એક વાર શાસ્ત્રીજી મહારાજને ચેતવતાં કહ્યું હતું: “ભેખધારી કોશ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે.” આ વચનની સત્યતાને પુરવાર કરતા પ્રસંગો પણ બન્યા. વરતાલમાં મંદિર ઉપર દર્શન કરતી વખતે ઘનશ્યામદાસે સ્વામીશ્રીના સાથળમાં સોયો ઘોંચ્યો, જેથી સાથળેથી લોહીની ધાર છૂટી હતી. વળી સુકૃતજીવનદાસે સ્વામીશ્રીને લાતો પણ મારી હતી. અરે! વરતાલમાં શાસ્ત્રીજી મહારાજની હાજરી જ સૌને ખૂંચતી.

પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો, “કેસરી સિંહને રે જેમ શંકા મળે નહિ મનમાં; એકાએકી રે નિરભે થઈ વિચરે વનમાં.” એ રીતે નિર્ભય થકાં ઉપાસનાની વાતો કરતા. એમાં પણ શાસ્ત્રીજી મહારાજે માયાને સામેથી છંછેડી. સંવત ૧૯૬૧ની ચૈત્ર સુદ પૂનમની વરતાલની જાહેર સભામાં શાસ્ત્રીજી મહારાજના કહેવાથી ગલભાઈએ અક્ષરપુરુષોત્તમની જય બોલાવી.

આ પ્રસંગથી દ્વેષીઓ વધુ વિફર્યા. હવે તો યજ્ઞપુરુષદાસના નામમાત્રથી દ્વેષીઓના હૃદયમાં વૈરાગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગતી. સ્વામીશ્રીના હેતવાળા હરિભક્તોને પણ વિરોધનાં વાવાઝોડાં જોઈ એવી ભીતિ અંતરમાં થઈ કે હવે વધુ સમય શાસ્ત્રીજી મહારાજ વરતાલમાં રહી શકશે નહિ.

સંવત ૧૯૬૨નો કાર્તિક પૂર્ણિમાનો ઉત્સવ નજીક આવતો હતો. સૌને આ સમૈયે કાંઈક નવાજૂની થશે તેવો ભય હતો. દ્વેષીઓએ હવે શાસ્ત્રીજી મહારાજનું કાસળ કાઢી નાખવાનો છેલ્લી કક્ષાનો નિર્ણય કરી લીધો હતો.

સંવત ૧૯૬૨ કાર્તિક સુદ બારસને દિવસે સવારે શાસ્ત્રીજી મહારાજને એકાદશીના પારણાની ખીચડીમાં ઝેર આપ્યું. પરંતુ મહારાજ-સ્વામીના ચાર હાથ શાસ્ત્રીજી મહારાજ ઉપર હતા. તેથી તેઓ ઝેર પણ પચાવી ગયા. આથી દ્વેષીઓ ધૂંઆપૂંઆ થઈ ગયા.

કાર્તિક સુદ તેરસને દિવસે દ્વેષીઓએ નક્કી કરી લીધું કે 'શાસ્ત્રી ભંડારમાં જમવા આવે એટલે ઊંચકીને સળગતા ચૂલામાં નાખી દેવા.' પરંતુ આગલા દિવસના પ્રસંગથી આ વખતે શાસ્ત્રીજી મહારાજ સાથે ૨૫-૩૦ હરિભક્તો પણ ભંડારમાં આવ્યા. જેવો ઉશ્કેરાટ વધ્યો કે તરત જ પાંચ હરિભક્તો શાસ્ત્રીજી મહારાજને ઊંચકી ભંડારની બહાર નીકળી ગયા.

કાર્તિક સુદ ચૌદશને દિવસે હેતવાળા હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના મંડળને બોચાસણ જવાની ચિઠ્ઠી લખાવવા કોઠારી ગોરધનદાસજી પાસે ગયા. પરંતુ કોઠારીનું આચાર્ય લક્ષ્મીપ્રસાદજી સામે ચાલે એવું ન હતું. કોઠારીને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે હેત હતું, તેથી હરિભક્તોને અંતિમ ચેતવણી આપતાં કહ્યું, “આ વખતે શાસ્ત્રીને મૂકીને જશો નહિ.” કોઠારીના આ શબ્દોથી સૌ ચેતી ગયા.

હેતવાળા હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને વરતાલથી નીકળી જવા કહ્યું. ત્યારે દૃઢતાથી શાસ્ત્રીજી મહારાજે કહી દીધું, “વરતાલથી છૂટા થવાની વાત કરશો નહિ. ભગતજી મહારાજે મને કહ્યું છે: ‘તમારા કટકા કરી નાખશે તો હું સાંધી દઈશ, પણ વરતાલનો દરવાજો છોડશો નહિ.’ માટે અમારે બહાર નીકળવાનો સંકલ્પ જ નથી.” 'દેહનો નાશ થતો હોય તો ભલે થાય, પણ ગુરુનું વચન ઉથામવું નહીં.' આવી ઉત્કૃષ્ટ ગુરુભક્તિ શાસ્ત્રીજી મહારાજમાં જોઈ સૌ કોઈ નતમસ્તક થઈ ગયા.

કાર્તિક સુદ પૂનમના દિવસે ગુણાતીત જ્ઞાનના પ્રવર્તક શ્રીકૃષ્ણજી અદાશ્રીએ શાસ્ત્રીજી મહારાજને વરતાલથી નીકળવા માટે સમજાવ્યા. અદાશ્રી પ્રત્યે શાસ્ત્રીજી મહારાજને અપૂર્વ માન હતું. ‘સાક્ષાત્ ભગતજી મહારાજ જ તેઓમાં રહીને બોલ્યા છે.’ એમ જાણી શાસ્ત્રીજી મહારાજે વરતાલથી મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો.

સંવત ૧૯૬૨ કાર્તિક વદ પડવાના દિવસે સવારે અંતિમ ઉપાય તરીકે મોટેરા હરિભક્તો આચાર્ય લક્ષ્મીપ્રસાદ પાસે સ્વામીશ્રીના મંડળ માટે ચિઠ્ઠી લેવા ગયા. આચાર્ય લક્ષ્મીપ્રસાદ અકળાઈને ઉદ્ધતાઈથી બોલ્યા: “એને કોણ ચિઠ્ઠી આપે? બધો દેશ પડ્યો છે. જ્યાં જવું હોય ત્યાં જાય.”

શાસ્ત્રીજી મહારાજને જ્યારે આ વાત કરી ત્યારે ગંભીર થઈ સ્વામીશ્રી બોલ્યા: “આપણે તો મંદિર અને સત્સંગથી જુદું પડવું નથી, પણ કદાચ મહારાજની મરજી હોય તો બહાર નીકળવું પડે.”

નીકળતાં પહેલા શાસ્ત્રીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરી: “મહારાજ! અમારે જુદું પડવાનો જરાય સંકલ્પ નથી, પણ જો આપની ઈચ્છાથી જુદા પાડતા હો, તો આપ અમારી અખંડ ભેગા રહેજો.”

આ પ્રમાણે મહારાજને અખંડ સાથે રહેવાની પ્રાર્થના સાથે વરતાલના હીર શાસ્ત્રીજી મહારાજ મંદિરના હનુમાનજીવાળા આગળના દરવાજાથી બહાર નીકળ્યા. તે વખતે શાસ્ત્રીજી મહારાજ સાથે માત્ર પાંચ સાધુ અને લગભગ દોઢસો જેટલા હરિભકતો હતા.

શ્રીજીના હૃદગત અક્ષરપુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે વરતાલની સુખ-સાહ્યબીયુક્ત સુંવાળી પથારીને ઠોકર મારીને એક કાંટાળા માર્ગે શાસ્ત્રીજી મહારાજે પ્રયાણ કર્યું.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics