jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠાચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવુંજાગા ભક્તની બંધી તોડીઆદર્શ ગુરુભક્તિ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’‘શ્રીજીએ જ કર્યું છે’ઉપાસના પ્રવર્તનની ધગશવરતાલથી મહાપ્રસ્થાન‘અમે અને વરતાલ એક જ છીએ’‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’કલ્યાણનું સદાવ્રત‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ‘તમે જીવ્યા અમારે કાજ’

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

24 views

Content

16 of 16

‘તમે જીવ્યા અમારે કાજ’

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીના અથાગ પુરુષાર્થથી ખાનદેશમાં સત્સંગનો વિકાસ નોંધપાત્ર રીતે થઈ રહ્યો હતો. એમાં પણ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીં પધારે તો તો સોનામાં સુગંધ ભળે, અહીંના સત્સંગને સારી એવી પુષ્ટી મળી રહે. તેથી નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને અહીં પધારી ભક્તોને લાભ આપવા પત્રો લખ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ પણ ખાનદેશના ભક્તોને લાભ આપવા માટે ભાંગતી તબિયતે જવા તૈયાર થઈ ગયા હતા.

તે માટે સારંગપુરથી અમદાવાદ ઊતરવા જાળિલારોડ સ્ટેશને સ્વામીશ્રી આવી પહોંચ્યા. એ રાત્રે જમણો પગ ઝલાઈ ગયો(વા થયો હોવાથી) હોવા છતાં ટ્રેન પકડવા સ્વામીશ્રી અહીં પહોંચ્યા, પણ રસ્તે આવતા ગાડામાં બીજો પગ પણ ઝલાઈ ગયો! પોતે એક ડગલું પણ માંડી શક્યા નહીં. સેવક સંતો નારાયણસ્વરૂપદાસજી અને ચતુર્ભુજ સ્વામીએ ઊંચકીને શાસ્ત્રીજી મહારાજને ગાડામાંથી ઉતાર્યા. શાસ્ત્રીજી મહારાજના મનમાં અત્યંત વસવસો થવા લાગ્યો કે ખાનદેશના હરિભક્તોને લાભ આપવા નહીં જઈ શકાય. જાળિલા સ્ટેશનેથી નિર્ગુણદાસ સ્વામીને તેઓએ લખેલા પત્રમાં તેઓની શારીરિક પરિસ્થિતિનું હૃદય દ્રવી જાય તેવું દર્શન થાય છે: ‘...અમો તે તરફ (ખાનદેશ) આવવા સારુ પાંચ જણ તૈયાર થઈને અમદાવાદ થઈને શુક્રવારે અટલાદરા જઈશું. પરંતુ સ્વામી-મહારાજની મરજી શું છે તે કળાતું નથી. આજ રાત્રે જમણા પગે આખામાં વા આવી ગયો છે. છતાં વિચાર ન બદલતાં નીકળ્યા. પરંતુ ડમણિયામાંથી ઊતરતાં બિલકુલ ચલાયું નહીં. બીજા પગે પણ દર્દથી પીડા થતી હતી. ઊંચકીને માસ્તરના ઘરે લાવ્યા છે. હવે ગાડીમાં ઊંચકી બેસાડશે. અમદાવાદ ને ત્યાંથી અટલાદરા તો જઈશું, પણ ત્યાં ગયા પછી જો પગે નહીં મટે ને વધારો થશે તો અવાશે નહીં. ઘણું કરીને સે’જ (થોડું) મટશે, ને પગે ચલાશે, તો જરૂર આવીશ. માટે અકસ્માત થયે નહીં અવાય, તો રાજી રહેશો. આસાભાઈ વિગેરે આવસે, તો મોકલીશું. એ જ, મટશે તો અમો પાંચ જણા તો જરૂર આવીશું...’

‘વિચાર ન બદલતાં નીકળ્યા.’ આ વાક્યમાં તેઓના અચળ નિર્ણયની દૃઢતા ઝબકી રહી છે. ‘સહેજ મટશે, ને પગે ચલાશે, તો જરૂર આવીશ’ આ શબ્દોમાં એક એક હરિભક્તોને રાજી કરી લેવાની કેવી અદમ્ય ઝંખના છે. બંને પગે વા છે, એક ડગલું મંડાતું નથી છતાં શાસ્ત્રીજી મહારાજનું વિચરણ અવિરત ચાલુ છે. સત્પુરુષોએ આપણને સુખી કરવા માટે પોતાના દેહને વાટી નાંખ્યો છે. એટલે જ તેઓનું ઋણ ચૂકવવાની ભાવનાથી સૌ ભક્તોનું અંતર ગાઈ ઉઠે છે: ‘તમે જીવ્યા અમારે કાજ, અમે જીવશું તમારે કાજ, વ્હાલા શાસ્ત્રીજી મહારાજ...’
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics