jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠાચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવુંજાગા ભક્તની બંધી તોડીઆદર્શ ગુરુભક્તિ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’‘શ્રીજીએ જ કર્યું છે’ઉપાસના પ્રવર્તનની ધગશવરતાલથી મહાપ્રસ્થાન‘અમે અને વરતાલ એક જ છીએ’‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’કલ્યાણનું સદાવ્રત‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ‘તમે જીવ્યા અમારે કાજ’

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

24 views

Content

5 of 16

‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

ભગવાન સ્વામિનારાયણ વરતાલ પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહે છે કે, “(જેમ) ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેનાં ઇન્દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે.” એટલે જ ગુણાતીત સત્પુરુષને ચમકનો પર્વત કહે છે. તેઓનો દિવ્ય પ્રભાવ જ એવો હોય છે કે મુમુક્ષુઓ સ્વાભાવિક રીતે તેઓ તરફ ખેંચાય.

શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી પણ વરતાલથી વિચરણ માટે જે સ્થાનમાં જતાં ત્યાં ભક્તો-ભાવિકો ભેગા થઈ જતાં. સ્વામીશ્રીનો આ વધતો પ્રતાપ દ્વેષીઓને અસહ્ય થઈ ગયો હતો. તેથી તેઓ સત્સંગમાં ઉપાધિ કરતા. આ દ્વેષાગ્નિને ઠારવા એક વાર કોઠારી ગોરધનભાઈએ યજ્ઞપુરુષદાસજીને ખાનગીમાં બોલાવી જણાવ્યું કે, ‘તમો જ્યાં જ્યાં જાઓ છો ત્યાં મોટા સમૈયા-ઉત્સવ થાય છે અને લોકો તમારામાં ઘણા જ તણાય છે. તેથી ત્યાગીવર્ગને ઘણો જ રાગદ્વેષ થયો છે અને તમારો પ્રતાપ સહન થતો નથી. માટે ત્યાગીવર્ગ તરફથી તમને ઉપાધિ ઘણી જ થશે એમ મને લાગે છે. તો તમારે સૌનું મળતું રાખીને, ઉપદેશ દેવાનું ઓછું કરવું એવી મારી ભલામણ છે.’ કોઠારીનાં આ હિતનાં વચન યજ્ઞપુરુષદાસજીએ સ્વસ્થતાપૂર્વક સાંભળ્યા. સ્વામીશ્રી દૃઢપણે માનતા કે જે પણ કંઈ ઐશ્વર્ય-પ્રતાપ જણાય છે તે તો શ્રીજીમહારાજનું કર્તવ્ય છે. તેથી વિનમ્રતાથી તેઓએ કોઠારીને જવાબ આપ્યો કે, ‘અમારે હરિભક્તોને ઉપદેશ દેવા માટે ગામડે ગામડે ફરી શકાય નહિ, કેમ કે થોડો વખત ગુજરાતમાં ફરવાનું હોય અને પાછું સારંગપુર જવાનું હોય. એટલે એકાદ-બે દિવસ એક સ્થળે ભેગા થઈ કથાવાર્તા, ભજન-સ્મરણનો આનંદ અનુભવીએ છીએ, અને તેમાં લોકો જો તણાય અને ઐશ્વર્ય-પ્રતાપ દેખે તો તે શ્રીજીનું જ કર્તવ્ય છે. તેમ છતાં આપ સર્વને અમારા વચનમાં વિશ્વાસ ન હોય અને અસંતોષ રહેતો હોય તો આવતી સાલનો સમૈયો અને વચનામૃતની કથાની યોજના, હરિભક્તો વરતાલમાં જ કરશે. એટલે આપની શંકા દૂર થશે.’

યજ્ઞપુરુષદાસજીની આવી દિવ્યભાવની વાણી સાંભળી કોઠારીએ કહ્યું: સ્વામી! મને તો કંઈ વહેમ કે શંકા નથી, પરંતુ ભેખધારી કોશ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે, તેથી મને મૂંઝવણ અને અજંપો થાય છે.’ આ શબ્દોમાં ગોરધનભાઈ કોઠારીનો યજ્ઞપુરુષદાસજી પ્રત્યેનો પ્રેમ અને આદર હતા. સ્વામીશ્રીને કોઈ તકલીફ ન પડે તેવી તેઓની અંતરની ઈચ્છા હતી. પરંતુ ઉપાધિથી ગભરાઈને મહિમાની વાતો કરવામાં પાછી પાની કરવી એ આ સિંહપુરુષની પ્રકૃતિ બહાર હતું.

સ્વામીશ્રીએ તેઓને જણાવ્યું: “આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’ એમ સમજીશું તો શ્રીજી આપણને કોઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી કસણી કરે છે તેમ જાણી, આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું, પણ મનમાં તો ઉપાધિને દેખીને મૂંઝવણ પામવી જ નથી.

વળી મહારાજે તો કહ્યું છે: ‘મને ભગવાન મળ્યા છે, તો જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈ થોડી ઘણી ઉપાધિ રહે તોપણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં.’

માટે આપણે તો શ્રીજીની આજ્ઞા અનુસાર તેમનો મહિમા કહેવામાં ઉપાધિથી બીવું નહીં.” સ્વામીશ્રીના શબ્દે-શબ્દે મહારાજના કર્તાપણા પ્રત્યેની તેઓની અડગ શ્રદ્ધાના દર્શન થતાં હતાં, જે સાંભળી કોઠારી ગોરધનભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. સ્વામીશ્રીની ધીરજ અને નિષ્ઠાને મનોમન વંદી જ રહ્યા.

જીવનમાં સ્થિર રહેવા માટે ‘કર્તાપણાની નિષ્ઠા’ના આ વચનો શિલાલેખ સમાન છે. સંસાર-વ્યવહાર હોય કે સેવાપ્રવૃત્તિ, આ વચનોને નજર સમક્ષ રાખીશું તો વિઘ્નોના વાવાઝોડા વચ્ચે આપણે પણ ચટ્ટાન જેવા અડગ રહી શકીશું.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics