બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
12 of 16
‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના ભવ્ય શિખરબદ્ધ મંદિરો રચવાનો શાસ્ત્રીજી મહારાજે આરંભ કર્યો હતો. બોચાસણમાં સૌપ્રથમવાર મધ્ય મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ પધરાવી શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની દુંદુભિ (મોટું નગારું) વગાડી હતી. ઉપાસનાનું આવું બીજું ભવ્ય મંદિર શાસ્ત્રીજી મહારાજે પોતાની આગવી કળાસૂઝથી સારંગપુરમાં બાંધ્યું.
સારંગપુરનું મંદિર ન થવા દેવા માટે વિઘ્નો તો ઘણાં આવ્યાં. ન હતાં નાણાં, ન હતાં પાણાં, ન હતાં દાણાં, કે ન હતાં માણાં; વળી દ્વેષીઓ તરફથી સતત કરવામાં આવતો વિરોધ – આવાં તો કંઈક કષ્ટોની વચ્ચે પણ મહારાજની ઇચ્છાથી અને શાસ્ત્રીજી મહારાજના અપ્રતિમ પ્રતાપથી મૂર્તિપ્રતિષ્ઠાનો અવસર આવી પહોંચ્યો. હવે દ્વેષીઓએ છેલ્લો દાવ અજમાવી જોયો.
લીમડીના ઠાકોર સાહેબે સારંગપુર મંદિર માટે ૨૪ એકર જમીન આપી હતી. દ્વેષીઓએ ઠાકોર સાહેબના કાનમાં વિષ રેડ્યું: “આ શાસ્ત્રી તો તેમના ગુરુ જાગા અને પ્રાગાની મૂર્તિઓ પધરાવશે. આપણા ઇષ્ટદેવ તો રાધાકૃષ્ણ કહેવાય. તેમની જ મૂર્તિઓ મધ્ય મંદિરમાં બેસે તો જ સંપ્રદાયની રીત પ્રમાણે મંદિર થયું કહેવાય.” ઠાકોર સાહેબના હૃદયમાં આ શબ્દો ઘર કરી ગયા.
ઠાકોર સાહેબે શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું: “સ્વામીજી! અમે આપને આ મંદિર માટે જમીન આપી છે, તે માટે અમે એમ સાંભળ્યું છે કે આપ જાગા-પ્રાગાની મૂર્તિઓ બેસારવાના છો. આપણે તો અહીં મહાપ્રભુ શ્રીકૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓ બેસારવાની વાતચીત થઈ હતી, તો આપ કઈ મૂર્તિઓ પધરાવવાના છો?”
સ્વામીશ્રી આ સાંભળી હસી પડ્યા. પછી ગંભીર થઈને કહે: “પ્રાગજી ભક્ત કે જાગા ભક્તની મૂર્તિઓ પધરાવવાનો અમને સ્વપ્નમાં પણ સંકલ્પ નથી. વળી, રાધાકૃષ્ણની મૂર્તિઓ મંદિરમાં ચઢતાં પ્રથમ દેરામાં જ પધરાવવાની છે.” તે સાંભળી ઠાકોર સાહેબ બોલ્યા, “મધ્યમંદિરમાં તો રાધાકૃષ્ણની મૂર્તિઓ જ બેસવી જોઈએ.”
તે સમયે શાસ્ત્રીજી મહારાજનાં નેત્ર ઉપરના ભ્રમર ઊંચાં થઈ ગયા અને ઠાકોર સાહેબની આંખોમાં આંખ પરોવી, પરભાવમાં આવીને કહ્યું, “ઠાકોર સાહેબ! આ દેહે જે કષ્ટ સહન કર્યા છે તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી સારુ સહન કર્યા છે અને આ મૂંડાવ્યું છે તે પણ અક્ષરપુરુષોત્તમ માટે જ મુંડાવ્યું છે. માટે મધ્ય મંદિરમાં તો અક્ષરપુરુષોત્તમની જ મૂર્તિઓ બેસશે.”
શાસ્ત્રીજી મહારાજની આવી નિષ્ઠાભરી સિંહગર્જનાથી ઠાકોર સાહેબે હાથ જોડી કહ્યું, “સ્વામીજી! આપને યોગ્ય લાગે તેમ કરો અને અમારા બોલ્યા સામું જોશો નહિ.”
આ રીતે ઠાકોર સાહેબના દબાવમાં આવ્યા વગર, ‘જો ઠાકોર સાહેબ નારાજ થઈને જમીન પાછી લઈ લેશે તો?’ એવી કોઈ પણ પ્રકારની બીક રાખ્યા વગર કેવળ અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાના બળે શાસ્ત્રીજી મહારાજે મંદિરોનું નિર્માણ કર્યું છે.
શાસ્ત્રીજી મહારાજ કેફથી કહેતા,“આપણે તો અક્ષરપુરુષોત્તમના બળદિયા છીએ.”“અક્ષરપુરુષોત્તમની વાત કોઈ મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછું છે.”“અક્ષરપુરુષોત્તમ માટે વેચાઈ જવું પડે તો પણ ઓછું છે.”“આ મુંડાવ્યું છે તે અક્ષરપુરુષોત્તમ મહારાજ માટે મુંડાવ્યું છે.”
શાસ્ત્રીજી મહારાજના આ ચાર મહાવાક્યોની હૃદયમાં દૃઢતા સાથે આપણી સેવા-ભક્તિ કરવી.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!