jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

સ્વામિનારાયણની પૂરી નિષ્ઠાચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવુંજાગા ભક્તની બંધી તોડીઆદર્શ ગુરુભક્તિ‘શ્રીજીમહારાજ કર્તાહર્તા છે’‘શ્રીજીએ જ કર્યું છે’ઉપાસના પ્રવર્તનની ધગશવરતાલથી મહાપ્રસ્થાન‘અમે અને વરતાલ એક જ છીએ’‘હે સ્વામી! આપ દયા કરી બિરાજો’‘તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે’‘અક્ષરપુરુષોત્તમ માટે મુંડાવ્યું છે’કલ્યાણનું સદાવ્રત‘અક્ષરપુરુષોત્તમની વાત મારા માથે બેસીને કરે તોય ઓછું છે!’શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ‘તમે જીવ્યા અમારે કાજ’

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

24 views

Content

15 of 16

શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સમાધિ પ્રકરણ

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

ભગવાન સ્વામિનારાયણે અદ્વિતીય સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. આ સમાધિ પ્રકરણ દ્વારા તેઓએ હજારો મુમુક્ષુઓને પોતાના સર્વોપરી સ્વરૂપની દૃઢ નિષ્ઠા કરાવી હતી તથા પૃથ્વી પરના પોતાના અવતરણની સૌને પ્રતીતિ કરાવી હતી. વચનામૃત ગઢડા મધ્ય ૨૨માં કહ્યું છે: “ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે.” એ વચનાનુસાર ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક વારસદાર શાસ્ત્રીજી મહારાજે પણ દિવ્ય સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું હતું.

સંવત ૧૯૮૫ના મહા સુદિ છઠને દિવસે સારંગપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાનો અવસર હતો. શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે ધામધૂમથી પ્રતિષ્ઠા સંપન્ન થઈ. સંધ્યા આરતીના સમયે શાસ્ત્રીજી મહારાજ મંદિર ઉપર હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. તેઓની બાજુમાં વરતાલના આચાર્ય લક્ષ્મીપ્રસાદના પુત્ર રાધારમણપ્રસાદ હતા. શાસ્ત્રીજી મહારાજે તેઓને કહ્યું: “તમે મહારાજની મૂર્તિ સામું અનિમિષ નેત્રે જોઈ રહો.”

શાસ્ત્રીજી મહારાજના વચને રાધારમણપ્રસાદ મૂર્તિમાં એકાગ્રચિત્તે જોડાઈ ગયા. મૂર્તિનાં દર્શન કરતાં કરતાં રાધારમણપ્રસાદને સમાધિ લાગી ગઈ અને નિશ્ચેતન થઈ ગયા. તેઓને આવી સ્થિતિમાં જોઈ હરિભક્તો ગભરાઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને કહ્યું: “રાધારમણપ્રસાદને કંઈ થઈ ગયું છે. સૂઈ રહ્યા છે અને કશું બોલતા નથી.” શાસ્ત્રીજી મહારાજે કહ્યું: “તેમને સમાધિ થઈ છે. ભગતજીએ પ્રભુદાસ મારફત કહેવરાવ્યું હતું કે, ‘આપણા મંડળમાં સમાધિ પ્રકરણ મહારાજ શરૂ કરવાના છે.’ તે હવે શરૂ થયું છે.”

આ રીતે શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજીમહારાજે સારંગપુરથી સત્સંગમાં સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું. સંતમંડળમાં સાધુ ધર્મસ્વરૂપદાસજી અને સાધુ અક્ષરજીવનદાસને સમાધિ થતી. હરિભક્તોમાં વઢવાણના પોપટલાલ સોનીને બોચાસણના સભામંડપમાં સમાધિ થઈ હતી. મહારાજે તેઓને સમાધિમાં સાકરનું બનાવેલું શિખરબદ્ધ મંદિર આપ્યું હતું.

સ્ત્રી હરિભક્તોમાં ખેંગારજીભાઈના માતુશ્રી જેઠીબાને મહારાજ સમાધિ દ્વારા દર્શન દેવા લાગ્યા. તેઓના ઘરે આ દિવ્ય સમાધિ જોવા ઘણાં લોકો ઊમટતાં. પ્રખર શૈવમતવાદી અને શુદ્ધ વેદાંતી શંકરલાલ ઠાકરનાં પુત્રી હસમુખબહેન જેઠીબાની સમાધિનાં દર્શને આવ્યાં હતાં, ત્યારે તેમનાં ઉપર મહારાજે ચંદનના છાંટણાં છાંટ્યાં અને તેઓને પણ સમાધિની શરૂઆત થઈ. પછી તો તેઓના પિતાશ્રી શંકરલાલભાઈને પણ સમાધિ થઈ. રાજકોટના શ્રી મણિબાને પણ સમાધિ થતી હતી.

મુંબઈ, અમદાવાદ, સુરતમાં તો જાહેરમાં સમાધિનો કાર્યક્રમ થાય. જનસમુદાયને છાપાંઓ દ્વારા જાહેર આમંત્રણ અપાય. મહારાજ સમાધિમાં કેળાં, દ્રાક્ષ, કંકુ, બદામ, સાકર વગેરેની પ્રસાદી આપે. તે પ્રસાદ આકાશમાંથી હાથમાં પડતો સૌ જુએ અને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. તે સમયના અમદાવાદના વર્તામાનપત્રોમાં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ આ સમાધિ પ્રકરણના સમાચાર છપાયા હતા.

પ્રસિદ્ધ ગાંધીવાદી પોલેન્ડવાસી શ્રી મૉરીસ ફ્રીડમેન (સ્વામી ભારતાનંદ) પણ આ સમાધિનાં દર્શન કરવા અમદાવાદ આવ્યા હતા. સમાધિસ્થ અવસ્થા, આકાશમાંથી અચાનક હાથમાં પડતો સાકર, બદામનો પ્રસાદ વગેરે જોઈને તેઓ પણ અભિભૂત થઈ ગયા હતા.

આ રીતે સમાધિ પ્રકરણથી સમગ્ર સત્સંગમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજીમહારાજે એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો કે સત્સંગની વૃદ્ધિ અતિ અપાર વેગથી થવા લાગી. ભારતના એક સમયના કાર્યકારી વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાજી, પ્રૉફેસર શ્રી જેઠાલાલ સ્વામિનારાયણ, પુનિત મહારાજ, પારસી શ્રીમતી જરબાનુ સોરાબજી મિસ્ત્રી, શ્રી કિશોરલાલ મશરૂવાળા, અમદાવાદ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિવિઝનલ ઑફિસર શ્રી વ્રજલાલ મહેતા વગેરે પ્રતિષ્ઠિત લોકોને આ સમાધિનાં દર્શને સત્સંગ થયો.

‘ભગવાન સ્વામિનારાયણ આજે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે’ એવી પ્રતીતિ સૌને આ સમાધિ પ્રકરણ દ્વારા થઈ હતી.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics