બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
4 of 16
આદર્શ ગુરુભક્તિ
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સ્વામી યજ્ઞપુરુષદાસજી - શાસ્ત્રીજી મહારાજ - રાજકોટમાં રહી વિદ્યાભ્યાસ કરી રહેલા. લગભગ એક વર્ષથી તેમને ભગતજીનો યોગ થયો ન હતો. આથી તેઓને ભગતજીના દર્શનની તાલાવેલી જાગેલી. તેવામાં સંવત ૧૯૫૩માં જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમૈયો આવતો હતો. આ સમૈયે આચાર્ય વિહારીલાલજી મહારાજ પણ આવવાના હતા.
યજ્ઞપુરુષદાસજીને વિચાર આવ્યો, “ભગતજીને જન્માષ્ટમીના સમૈયે જૂનાગઢ તેડાવીએ. જે સ્થળે ભગતજીનું અપમાન થયું હતું અને ઝેર આપીને વિમુખ કરી સત્સંગમાંથી કાઢી મૂક્યા હતા, એ જ સ્થળે જો ભગતજીનું અપાર સન્માન થાય તો સંપ્રદાયમાં ભગતજીનો દિગ્વિજય થાય.”
પોતાના ગુરુનો મહિમા સર્વત્ર પ્રવર્તે તેવી અપાર ગુરુભક્તિ દાખવતાં યજ્ઞપુરુષદાસજીએ ભગતજીને જૂનાગઢ તેડાવવા ચક્રો ગતિમાન કર્યા. અતિ વ્યવહારકુશળ અને અપાર બુદ્ધિપ્રતિભા ધરાવતા યજ્ઞપુરુષદાસજીએ વિચાર્યું કે, જો ભગતજી સીધા જ જૂનાગઢ પધારશે તો દ્વેષીઓને વિરોધ કરવાનો મોકો મળી જશે. પણ જો આચાર્ય મહારાજની આજ્ઞાનો કાગળ આવી જશે તો કોઈ વિરોધ કરી શકશે નહીં.
તેઓએ ભગતજીના હેતવાળા ગુજરાતના હરિભક્તોને ભગતજીને જૂનાગઢ તેડાવવા સંબંધી કાગળો લખ્યા. સર્વ હરિભક્તો તો રાજી રાજી થઈ ગયા. હરિભક્તોના પત્રો આચાર્ય મહારાજ ઉપર આવવા માંડ્યા કે, ‘ભગતજીને જન્માષ્ટમી ઉપર જૂનાગઢ તેડાવો.’ વળી, યજ્ઞપુરુષદાસજીએ પણ આચાર્ય મહારાજ ઉપર રાજકોટથી પત્ર લખી કહ્યું: “આ વખતે ગુજરાતના હરિભક્તોની જૂનાગઢ સમૈયા ઉપર આવવાની ઈચ્છા છે અને જો ભગતજીને સમૈયે તેડાવો તો ગુજરાતના હરિભક્તોને ઘણો જ ઉત્સાહ રહે અને સૌને કથાવાર્તાનું પણ સુખ આવે.”
આચાર્ય મહારાજ ઉપર આ પત્રોની ધારી અસર થઈ અને ભગતજીને જૂનાગઢ પધારવાનો મહોરછાપવાળો કાગળ ભગતજીને અને યજ્ઞપુરુષદાસજીને મોકલાવ્યો. પત્ર મળતાં જ યજ્ઞપુરુષદાસ જૂનાગઢ પહોંચી કોઠારી જીભાઈને મળ્યા અને ભગતજીના સ્વાગતની તમામ તૈયારીઓ કરી લીધી. જન્માષ્ટમીના સમૈયા ઉપર આચાર્ય મહારાજ અને ભગતજી મહારાજ જૂનાગઢ સાથે પહોંચ્યા. અહીં, યજ્ઞપુરુષદાસજીએ આચાર્ય મહારાજ માટે બે ઘોડાની બગી અને તેવી જ બીજી બે ઘોડાની બગી ભગતજી માટે પણ તૈયાર રાખેલી હતી. જેવો આચાર્ય મહારાજનો ઉતારો અને વ્યવસ્થા હતી, તેવી જ ભગતજીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂનાગઢના નાગર બ્રાહ્મણો, જૂના સંતો-હરિભક્તો વર્ષો બાદ ગુણાતીતાનંદ સ્વામીના મુખનું પાન એવા ભગતજીને જોઈને હર્ષપુલકિત થઈ ગયા.
આ રીતે, જૂનાગઢમાં ભગતજીનું અપૂર્વ સન્માન યજ્ઞપુરુષદાસજીએ કરાવ્યું. સંવત ૧૯૨૧ની સાલમાં જે સ્થાનમાંથી આચાર્ય મહારાજની જ આજ્ઞાથી વિમુખ થઈને ભગતજીને નીકળી જવું પડ્યું હતું, તે જ સ્થાનમાં આજે વર્ષો બાદ આચાર્ય મહારાજની જ આજ્ઞાથી ફરી ભગતજીને આવવાનું થયું.
ભગતજી મહારાજ વિષેની શાસ્ત્રીજી મહારાજની આવી આદર્શ ગુરુભક્તિરૂપ આ અપૂર્વ પ્રસંગની સ્મૃતિથી ‘આપણાં કામાદિક દોષો બળી જાય છે’, એમ શાસ્ત્રીજી મહારાજે જ વરદાન આપેલ છે.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!