બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
13 of 16
કલ્યાણનું સદાવ્રત
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સંવત ૧૯૮૦ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ પરમ ભક્તરાજ કુબેરભાઈના આગ્રહથી ભાવનગર પધાર્યા હતા. સાથે યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી વગેરે સંતો પણ હતા. એક દિવસ શાસ્ત્રીજી મહારાજે કુબેરભાઈને બોલાવી કહ્યું, “આજે અમારે ગામમાં ઝોળી માગવા જવું છે.”
શાસ્ત્રીજી મહારાજની આ ઈચ્છાથી કુબેરભાઈ હેબતાઈ ગયા. તેઓએ કહ્યું: “દયાળુ! અહીં મારું ઘર અને બીજા સત્સંગીઓનાં પણ ઘણાં ઘર છે. છતાં આપ ગામમાં ઝોળી માગવા જાઓ તે અમને કેટલું શરમભર્યું લાગે?”
શાસ્ત્રીજી મહારાજે કહ્યું, “કુબેરભાઈ! તમારી સેવા તો અપાર છે. પરંતુ શ્રીજીમહારાજે જાતે ઝોળી માગી હતી અને પરમંહસો પાસે પણ ઝોળી મંગાવી હતી. તેથી અનેક મુમુક્ષુ જીવોને દર્શન થાય અને તેમનું કલ્યાણ થાય - એ જ હેતુ મહારાજનો હતો. આપણે પણ મહારાજની આજ્ઞાનુસાર ઝોળી માગવા જવું છે.”
શાસ્ત્રીજી મહારાજની દૃઢતા આગળ કુબેરભાઈ કાંઈ બોલી શક્યા નહીં. ભાવનગરની શેરીઓમાં ‘નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો’ની આહ્લેક શાસ્ત્રીજી મહારાજે ગુંજાવી. ‘કુબેરભાઈ જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ, સાધુ સાથે ઝોળી માગવા નીકળ્યા છે’ તે વાત આખા ગામમાં પ્રસરતાં સૌ કોઈ આ દૃશ્ય જોવા ઉમટી પડ્યા. શાસ્ત્રીજી મહારાજની સૌમ્ય મૂર્તિ જોઈ ભાવનગરવાસીઓ આકર્ષાયા. સૌએ ઝોળી છલકાવી દીધી.
ઝોળીના એક તરફનો છેડો શાસ્ત્રીજી મહારાજે અને બીજી તરફનો છેડો યોગીજી મહારાજે પકડ્યો હતો. બંને ગુણાતીત સત્પુરુષો આજે અક્ષરપુરુષોત્તમ મહારાજની ઝોળી ફેલાવી કલ્યાણનું સદાવ્રત ખોલતાં ભાવનગરની શેરીએ શેરીએ ફરતા હતા.
આ રીતે શાસ્ત્રીજી મહારાજે સારંગપુર, નડિયાદ, ભાદરણ, ધર્મજ વગેરે ગામોમાં પણ ઝોળી માગી હતી. એક વખત નિર્ગુણદાસ સ્વામીએ પૂછ્યું, “અમે બધાં આપની સેવામાં જ તત્પર છીએ, તો આપ શા માટે ઝોળી માગવા નીકળો છો?” ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા, “અક્ષરપુરુષોત્તમ માટે તો શ્વપચને ઘેર વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. આ મારી ઝોળીમાં જેનો જેનો કણકો આવશે તે તમામને મારે અક્ષરધામમાં લઈ જવા છે.”

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!