બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
6 of 16
‘શ્રીજીએ જ કર્યું છે’
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
અક્ષરપુરુષોત્તમ જ્ઞાનને છડેચોક કરવા માટે શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કર્યો. સંવત ૧૯૫૫ના અરસામાં ધર્મકુળના કુંજવિહારીપ્રસાદ તેમજ નિર્મળદાસ આદિ કેટલાક સાધુ અમદાવાદ ગાદીમાંથી છૂટા પડ્યા હતા. તેઓને પોતાનું એક અલગ શિખરબદ્ધ મંદિર કરવાનો સંકલ્પ હતો. પરંતુ આવું મોટું મંદિર કરવું તે તેમના હાથની વાત ન હતી. તે સમયે શાસ્ત્રીજી મહારાજ સારંગપુર હનુમાનજી મંદિરના મહંત હતા. સ્વામી નિર્મળદાસજીએ લીમડીમાં શાસ્ત્રીજી મહારાજને મંદિર માટેની મુશ્કેલીઓ જણાવી.
અક્ષરપુરુષોત્તમ જ્ઞાનને ઉદ્ઘાટિત કરવાનો અમૂલ્ય અવસર આવ્યો છે તેમ જાણી શાસ્ત્રીજી મહારાજે શરત મૂકતાં કહ્યું, “જો તમે આપણા ઈષ્ટદેવ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી અને તેમના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની જોટે મૂર્તિઓ પધરાવો તો અમો તમને જે પ્રકારે માંગો તે મદદ કરીએ અને મહારાજ પણ તમારી સહાયતામાં રહેશે.” સ્વામી નિર્મળદાસજીએ વચન આપતાં કહ્યું, “જો તમે વઢવાણમાં જમીન અમને અપાવો તો અમે મહારાજ અને સ્વામીની મૂર્તિઓ પધરાવીશું.”
શાસ્ત્રીજી મહારાજની ભલામણથી વઢવાણના ઠાકોર સાહેબે ભોગાવાને કાંઠે મંદિર માટેની જમીન આપી અને પ્રથમ અક્ષરપુરુષોત્તમ મંદિરના શ્રીગણેશ થયા. પછી તો શાસ્ત્રીજી મહારાજે વરતાલમાં રહ્યા થકાં વઢવાણ મંદિર માટેની પ્રવૃત્તિ કરી, જયપુર હરિભક્તને મોકલી અક્ષરપુરુષોત્તમની મૂર્તિ તૈયાર કરાવડાવી.
સંવત ૧૯૬૧ના મહા સુદ ૫, વસંતપંચમીના મહાપવિત્ર દિવસે મૂર્તિપ્રતિષ્ઠા હતી. વઢવાણમાં અક્ષરપુરુષોત્તમ ન બેસે તે માટે વિરોધીઓએ ઘણા ધમપછાડા કર્યા. મૂળીમાં તે માટેની સભા પણ યોજી. પરંતુ શાસ્ત્રીજી મહારાજ પોતે નિર્ભય હતા. શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાવાળા અને પોતાના હેતવાળા તમામ હરિભક્તોને વઢવાણ પ્રતિષ્ઠામાં મોકલ્યા.
કુંજવિહારીપ્રસાદજીએ અક્ષરપુરુષોત્તમની મૂર્તિ મધ્ય ખંડમાં પધરાવવાનું વચન આપ્યું હતું. પરંતુ શાસ્ત્રીજી મહારાજે હરિભક્તોને ચેતવતાં વાત કરી, “વિરોધ થાય તો પણ મૂર્તિઓ મધ્ય ખંડમાં જ પધરાવવાનો આગ્રહ રાખજો. જો બહુ વિરોધ થાય તો બાજુના ખંડમાં પણ પધરાવી દેશો.”
નિર્વિઘ્ને મધ્ય મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ બેસે એવી કોઈ શક્યતા હતી જ નહીં. ભયંકર વિરોધની વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજના હરિભક્તોએ હિંમત દાખવી, અક્ષરપુરુષોત્તમની મૂર્તિ પ્રથમ ખંડમાં પધરાવડાવી. આ રીતે આ ધરા ઉપર સૌપ્રથમવાર અક્ષરપુરુષોત્તમ મહારાજ વઢવાણમાં બિરાજ્યા અને ઉપાસનાનો પ્રથમ દિગ્વિજય થયો!
મૂર્તિપ્રતિષ્ઠા ધામધૂમથી થયાનો તાર મોડી રાત્રે શાસ્ત્રીજી મહારાજને વરતાલ મળ્યો. એ કાગળ લઈ શાસ્ત્રીજી મહારાજ સીધા જ કોઠારી ગોરધનદાસ પાસે ગયા અને કેફથી કહ્યું, “વઢવાણમાં અક્ષરપુરુષોત્તમ દેવ બેઠા.”
આ વાત સાંભળી કોઠારી એકદમ ઊંડા ઉતરી ગયા. પછી કહે: “મારો સંકલ્પ હતો કે મારી હયાતીમાં અક્ષરપુરુષોત્તમ બેસવા જ ન દેવા, પણ તેં આજ એ કામ કર્યું.” શાસ્ત્રીજી મહારાજે નિષ્ઠાના બળે કહ્યું, “મને પણ સંકલ્પ હતો કે તમારી હયાતીમાં જ મહારાજ અને સ્વામી બેસે તો સારું. તે આજે મારો સંકલ્પ પૂરો થયો.”
કોઠારી ગોરધનદાસે નિ:સાસો નાખી કહ્યું: “શ્રીજી કરે તે ખરું.” ત્યારે શ્રીજી મહારાજના કર્તાપણાના બળથી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા: “શ્રીજીએ જ કર્યું છે.” ‘પોતાના દ્વારા આજે શ્રીજી મહારાજ જ પોતે કાર્ય કરી રહ્યા છે’ એવી સ્વસ્વરૂપની ઓળખાણ પણ શાસ્ત્રીજી મહારાજે આ શબ્દોથી કરાવી દીધી.
આ રીતે પોતાના અપ્રતિમ પ્રતાપથી અને અક્ષરપુરુષોતમ મહારાજના કર્તાપણાની નિષ્ઠાથી શાસ્ત્રીજી મહારાજે સનાતન-વૈદિક અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને મૂર્તિમાન કરી દીધો !

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!