બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
24 views
Content
2 of 16
ચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવું
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજનું એવું ઘેલું લાગ્યું હતું કે તેઓનાં દર્શન કર્યા વિના કે તેમની વાતો સાંભળ્યા વિના રહેવાય જ નહીં. જ્યારે જ્યારે ભગતજી મહારાજનો યોગ મળે ત્યારે સમાગમ માટે દોડી જતા.
પરંતુ ઘણીવાર ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના પોતા પ્રત્યેના જોડાણની પરીક્ષા કરતા. એક વાર યજ્ઞપુરુષદાસજી અને બીજા સંતો મહુવા ભગતજીના દર્શને ગયા. ત્યારે ભગતજી મહારાજે ઠપકો આપતાં કહ્યું, “બધા હરિભક્તો શું કહેશે એની શરમ ન આવી? તમે સૌ આ નદીમાંથી જ પાછા જાઓ.” એમ કહી ભગતજી નીકળી ગયા. ભગતજીના પુણ્યપ્રકોપમાં આનંદ માનનારા યજ્ઞપુરુષદાસજી તો ભગતજીની પાછળ પાછળ ગયા. યજ્ઞપુરુષદાસજીની નિર્દોષભાવથી ભરપૂર મુખાકૃતિ જોઈ ભગતજીનો ક્રોધ ઓસરી ગયો.
ભગતજી મહારાજ અમદાવાદ બિરાજતા હતા. તે સમયે શાસ્ત્રીજી મહારાજ મહેમદાવાદમાં હતા. તેઓ મહેમદાવાદના મંદિરમાં જે હરિભક્તો આવે તેમને ભગતજીનો મહિમા સમજાવી દર્શન-સમાગમ માટે અમદાવાદ મોકલે. હરિભક્તોને સ્ટેશન સુધી વળાવવા જાય. વળી, જ્યારે અમદાવાદથી કોઈ હરિભક્ત ભગતજીનો સમાગમ કરીને આવે ત્યારે તેમને મળીને ભગતજીના સર્વ સમાચાર જાણી લે. આવો અપાર ગુરુમહિમા!
હરિભક્તોની વાતો સાંભળી શાસ્ત્રીજી મહારાજને પણ ભગતજીનાં દર્શનની તાલાવેલી જાગી. તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજને આવેલા જોઈ ભગતજીએ વઢતાં કહ્યું, “શું કામ આવ્યા?” સંતો ભગતજીનાં દર્શને દોડી-દોડીને જતા. આથી કેટલાક દ્વેષીઓ ઉપાધિ કરતા કે 'ભગતજીના શિષ્યો છકી ગયા છે અને વર્ણાશ્રમની મર્યાદામાં રહેતા નથી.' તેથી વધુ ઉપાધિ ન થાય તે માટે ઘણીવાર ભગતજી સંતોને આવો ઠપકો આપતા. પરંતુ આવા ઠપકાના શબ્દો સાંભળીને પણ શાસ્ત્રીજી મહારાજને તો આનંદ આનંદ થઈ ગયો. પછી તો ભગતજીએ રાજી થકાં તેમને દર્શન-સમાગમનું સુખ આપ્યું.
એવી જ રીતે એક વાર યજ્ઞપુરુષદાસજી, વિજ્ઞાનદાસજી વગેરે સંતો ભગતજીનાં દર્શન કરવા પેટલાદ ગયા. ભગતજીને સંદેશો મોકલ્યો કે સાધુ મંદિરમાં આવ્યા છે. ભગતજીએ હરિભક્તો સાથે કહેવરાવ્યું કે, “જેવા આવ્યા છો તેવા જ પાછા જાઓ. આજ્ઞા લોપીને કેમ આવ્યા છો?” એમ કહી મંદિરની બહાર કાઢી મૂક્યા.
શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ ઉપર ૧૧ ઑગસ્ટ ૧૮૯૬ના રોજ પત્ર લખે છે, ‘હમારે પણ આપનાં દર્શન થયાં આજરોજ બે વર્ષ પુરાં થયા, ત્યાર પછી આપનો સમાગમ નથી, તેમજ દર્શન નથી. માટે દયા કરી દર્શન-સમાગમનું સુખ આપશો.’ શાસ્ત્રીજી મહારાજ પાંચ-પાંચ પત્રો લખે પણ ભગતજી એકનો પણ ઉત્તર ન આપે.
આવી કપરી પરીક્ષાઓમાં પણ ભગતજીનાં દર્શન-સમાગમની તાણમાં શાસ્ત્રીજી મહારાજને ઊણપ આવી નથી. ઉલટાનું તેઓ કેફથી કહેતા, ‘માછલાને પાણીને વિશે જેવું હેત, એવું મારે ભગતજીને વિષે હેત.’ આવું 'ચંદ્ર અને ચકોરી' જેવું અપ્રતિમ જોડાણ જ્યારે સત્પુરુષને વિષે થાય, ત્યારે જ સર્વે અર્થ સિદ્ધ થાય છે. (વચનામૃત ગ.અં.૨ )

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!