ભક્તરત્નો
42 views
Content
3 of 17
જેને વ્યવહારે સુખી રહેવું હોય
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર સભામાં વાત કરતાં કહ્યું, “શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે જે દશમો કે વીશમો ભાગ કાઢતા હોય તેનું ક્યાંય દઝાય નહિ. ને ચોર લિયે નહિ. રાજા દંડે નહિ.” આ સભામાં સેંજળના સત્સંગી દરબાર માણસિયો ખુમાણ પણ બેઠા હતા. તેમણે સ્વામીના વચને શ્રદ્ધાથી પોતાની આવકમાંથી ધર્માદો આપવો શરૂ કર્યો. પોતાને દશ હજારની ઊપજ આવે તેમાંથી શિક્ષાપત્રી પ્રમાણે ચોખ્ખો ધર્માદો તેઓ કાઢતા. ‘કોઈનો પાડ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી’ એ ન્યાયે થોડા વખતમાં જ તેમને બે લાખ જેટલી બચત થઈ. તે રકમ તેમણે બે દેગડામાં ભરી ઓરડામાં ઊંડી દાટી દીધી.
તેમના ઘરમાં એક ચાકર રહેતો. વાંકમાં આવતા તે ચાકરને નોકરીમાંથી છૂટો કર્યો. તેને આ વાતની ખબર કે માલિકે ઓરડામાં રૂપિયા દાટ્યા છે. તેણે એક રાત્રે આ ધનના દેગડા ચોરી લેવાનો વિચાર કર્યો. માણસિયાનો દરબારગઢ નદીકાંઠે હતો. તે ચાકરે નદીમાંથી ભોંયરું ખોદી દરબારગઢ સુધી કાઢ્યું. પણ તેના હાથમાં પેલા દેગડાં આવ્યા નહીં. નિરાશ થઈને તે ચાલ્યો ગયો.
બીજે દિવસે સવારે માણસિયા ખુમાણના દીકરા જીવા ખુમાણે ઓરડામાં ભોંયરું ખોદેલું જોઈ બાપુને જગાડ્યા. તેણે કહ્યું, “બાપુ! કાલે રાત્રે ચોર દેગડાં ચોરી ગયા છે.” માણસિયો ખુમાણ કહે, “જીવા! જાય નહીં. મેં ભગવાનનો ભાગ ચોખ્ખો કાઢેલ છે.” પછી ઓરડામાં તપાસ કરી તો દેગડાં એવા ને એવા જ હતા.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, “જેને વ્યવહારે સુખી રહેવું હોય તેણે ઠાકોરજીને પોતાની આવકનો દશમો-વીસમો ભાગ આપવો.” પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા: “ઠાકોરજીને દશમો-વીસમો ભાગ આપો એટલે નિર્વાસનિક”. આમ, આ લોકની રીતે પણ સુખી થવાય અને નિર્વાસનિક પણ થઈ જવાય તે માટે ચોખ્ખો ધર્માદો નિયમિત કાઢવો જ જોઈએ.
Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!