બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
1 of 17
ગુરુભક્તિનો સેતુ
Original
8 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી પ્રમુખસ્વામી મહારાજે સન ૧૯૪૬ થી ૧૯૫૦ના સમયગાળા દરમ્યાન સારંગપુર મંદિરના કોઠારી તરીકેની સેવા સંભાળી હતી. આ અરસામાં સારંગપુર મંદિરના દરવાજા આગળથી વહેતી ફલ્ગુ નદી પર પુલ બાંધવાનું કાર્ય સ્વામીશ્રીએ ઉપાડેલું. શાસ્ત્રીજી મહારાજની ઇચ્છા હતી કે, ‘આ પુલ ચોવીસ ફૂટ પહોળો કરવો.’ પરંતુ તે વખતે સારંગપુર ગામની વસ્તી હજારથી ઓછી. આવનારા યાત્રાળુઓનાં વાહનોની સંખ્યા પણ ઘણી જ મર્યાદિત. વળી, આછી આવક. ટાંચાં સાધનો. આવાં અનેક પરિમાણોને ધ્યાનમાં રાખીને સ્વામીશ્રી તથા બાંધકામની દેખરેખ રાખનાર હરિભક્ત અર્જુનભાઈએ મળીને નક્કી કર્યું કે, ‘પુલ સોળ ફૂટ પહોળો થશે તોય એક સાથે બે વાહન આવે ને જાય, તેમાં કાંઈ મુશ્કેલી નહીં પડે. માટે મોટો પુલ બાંધીને ખર્ચો શા સારુ વધારવો?’
આવા વિચાર સાથે પ્રમુખસ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજને મળવા માટે અટલાદરા પહોંચ્યા. સાંજે ચાર-પાંચ વાગ્યાના સુમારે તેઓ શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને પુલની પહોળાઈ અંગે વાત કરી. શાસ્ત્રીજી મહારાજે વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં.
પછી તે જ દિવસની રાત્રે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને પોતાના ઓરડામાં બોલાવ્યા અને ‘ભક્તચિંતામણિ’માંથી ૮૬મું પ્રકરણ વાંચવાની આજ્ઞા કરી. સ્વામીશ્રી પોતાના સુમધુર કંઠે તે પ્રકરણની કડીઓ ગાવા લાગ્યા:
‘શશિ સૂરજ શેષ સિંધુ, સર્વે રહે અમારા વચનમાં;વારિ વસુધા વહનિ, મરુત ડરે વળી મનમાં.
તેહ સર્વે એમ જાણે, જે વડા થાય વચનથી;એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી?
એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ;એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ?
માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા; છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતાં...’
જ્યારે સ્વામીશ્રીનું ગાન પૂરું થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેઓને પૂછ્યું: ‘આમાં જે વાત આવી તેમાં તું કાંઈ સમજ્યો?’
‘હા.’ સ્વામીશ્રીએ જણાવ્યું.
‘શું સમજ્યો?’
‘પુલ ચોવીસ ફૂટનો કરવાનો છે.’ સ્વામીશ્રીના આ ઉત્તરથી શાસ્ત્રીજી મહારાજ અત્યંત રાજી થઈ ગયા. ભાવથી સ્વામીશ્રીને ભેટી ખૂબ આશીર્વાદ આપ્યા. પોતાના મનનું મૂકી ગુરુની મરજી અનુસાર સેવા-ભક્તિ કરીએ એ જ સાચી ગુરુભક્તિ છે. પ્રસંગ ઊભો કરી સ્વામીશ્રીએ આપણને સૌને ગુરુભક્તિની આદર્શ રીત સમજાવી દીધી.
આપણે પણ આપણી સેવામાં કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે પોતાના મનના વિચારો કે માન્યતાઓથી નહિ, કોઈ અનુભવના આધારે નહિ, કોઈ તર્કથી નહિ કે કોઈ સહકાર્યકારોના મંતવ્યોથી નહિ, પરંતુ સત્પુરુષની મરજી/રુચિ શું છે, આપણને આજ્ઞા શું થઈ છે, તેના આધારે કરવાનો છે. આ રીતે કરીએ એ જ સાચી ગુરુભક્તિ અને આ રીતે કરેલી સેવાથી જ ગુરુનો રાજીપો થાય.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!