jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

ગુરુભક્તિનો સેતુનીચી ટેલ મળે તો માને ભાગ્ય જો‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’મરજી અનુસાર વર્તનારાગુરુપ્રધાન જીવનસ્વામી! કરુણા અપરંપારઆ છે બ્રાહ્મીસ્થિતિદેહ તણી પરવા તજીવિચરણ એક કલ્યાણયાત્રાપ્રમુખપ્રતિજ્ઞાપુરુષોત્તમ બોલ્યા પ્રીતેવિનમ્રતાની મૂર્તિઅનાદિ સિદ્ધસેવાનો ઉચ્ચ આદર્શAkshardham Responseકાંકરી જેટલોય ભાર નથીકાયમી પ્રોજેક્ટ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

28 views

Content

16 of 17

કાંકરી જેટલોય ભાર નથી

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

સન ૨૦૦૩માં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. એકરો સુધી ફેલાયેલી આ ભૂમિ ઉપર ચારે કોર પથ્થરોના ગંજ ખડકાયેલા હતા, જે આ કાર્યની વિરાટતાના દર્શન કરાવી રહ્યા હતા. આ સંદર્ભમાં એક વાર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજને કહ્યું: ‘સ્વામી! આ પથ્થરો કોઈને ભેટમાં આપી દઈએ તો પણ તેના છાતીના પાટિયા બેસી જાય કારણ કે આટલુ મોટું તંત્ર સાચવવું કેવી રીતે? જ્યારે આપ તો બધું નિશ્ચિંતતાથી તેમ છતાંયે વ્યવસ્થિત રીતે સંભાળી રહ્યા છો.’ આ સાંભળી સ્વામીશ્રી હળવાશથી કહે: ‘આટલા બધા પથરા પડ્યા છે, પણ અમને અમારી છાતી ઉપર કાંકરીનોય ભાર નથી, કારણ કે અમે ક્યાં કરીએ છીએ? બધું ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ યોગીજી મહારાજ ગોઠવે છે. એમની ગણતરી પ્રમાણે જ ચાલે છે.’ સ્વામીશ્રી પાસે પહાડ જેટલા પથ્થરોના ભારને કાંકરીથી પણ હલકો કરી નાખવાનો ઉપાય હતો - ભગવાનને સર્વકર્તા માનવા! એટલે જ તેઓ સદૈવ ચિંતામુક્ત રહેતા.

‘ભગવાન અને ગુરુ જ બધું કરે છે’ એ સ્વામીશ્રીના ઔપચારિક શબ્દો નહોતા, પરંતુ તેઓની રગેરગમાં વહેતી નક્કર પ્રતીતિ હતી. એની વિરુદ્ધનો એક શબ્દ પણ સાંભળવો એમને આકરો લાગી જતો. દિલ્હીનું અક્ષરધામ પૂરું થઈ ગયા પછી એક વખત સંતો સાહજિક રીતે એમને કહેવા લાગ્યા કે, ‘આપે આ જબરજસ્ત કાર્ય કર્યું છે.’ ત્યારે એમણે આ વાતમાં બિલકુલ સંમતિ દર્શાવી નહીં અને ‘બધું ભગવાન અને ગુરુએ જ કર્યું છે’- એમ સૌને સમજાવવા લાગ્યા. હકીકતે બધું કાર્ય એમણે જ કર્યું હતું, એ નિર્વિવાદ હતું. આથી સંતો આ વાતને અત્યંત દૃઢતાપૂર્વક વળગી રહ્યા. આ દરમ્યાન સ્વામીશ્રી બાથરૂમમાં પધાર્યા. ત્યારે એકાંતમાં તેઓ બોલી રહ્યા હતા: ‘હું આ લોકોને સમજાવવા માટે આટલો બધો પ્રયત્ન કરું છું કે ભગવાન જ બધું કરે છે, હું કાંઈ જ કરતો નથી, પરંતુ આ લોકો કેમ સમજવા તૈયાર નથી?’ સેવક સંતે આ શબ્દો સાંભળ્યા. સૌને વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે આ દુ:ખથી દ્રવિત થઈ ઉઠેલા સ્વામીશ્રીની આંખોમાં આંસું આવી ગયાં. મંચ ઉપર તો સન્માનનો કળશ ભગવાનના શિરે અર્પણ કરી શકાય, પરંતુ એકાંતમાં પણ હૈયું સન્માન સ્વીકારવામાં અપરાધભાવ અનુભવે એ સાધુતા જુદી! એ કર્તાપણાની નિષ્ઠા જુદી!

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દીક્ષિત સંત સદ્‌ગુરુવર્ય સંતવલ્લભ સ્વામી કહેતા કે ‘કોઈ વ્યક્તિ એક દિવસ પણ પ્રમુખસ્વામીની ગાદીએ બેસીને સંસ્થાનો વ્યવહાર સંભાળે તો ગાંડો થઈ જાય!’ પરંતુ આટલી ગંજાવર પ્રવૃત્તિઓની વચ્ચે સ્વામીશ્રી સદા હળવાશ ભોગવતા. ૪ સપ્ટેમ્બર ૧૯૯૪ના રોજ લંડનમાં સ્વામીશ્રીને કોઈએ પૂછ્યું: ‘આટલી બધી પ્રવૃત્તિમાં આપ આટલા ફ્રેશ કઈ રીતે રહો છો?’ પ્રત્યુત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું: ‘આજ્ઞાથી કરીએ છીએ. માથે લેતા નથી. ‘હું કરું છું’ એવો ભાવ લાવ્યા વિના ભગવાન ને ગુરુમાં ખોવાઈ જવું. આવ્યું તોય ભગવાનની ઈચ્છા ને ગયું તોય ભગવાનની ઈચ્છા એમ સમજવું. તો બોજો ન રહે. સુખ રહે.’

પ્રચંડ કાર્યશક્તિથી વિશ્વને અજોડ પ્રદાનો આપનાર પ્રમુખસ્વામી મહારાજની જીવનવીણામાંથી સતત એક જ નાદ ગુંજતો રહ્યો હતો: ‘ગુરુહરિ એક જ કર્તાહર્તા, આપણ શું કરનાર?’ સ્વામીશ્રીની આ જીવનશૈલી આપણને પણ પહાડ જેવા માનસિક બોજાને કાંકરી જેવો નગણ્ય કરવાની રીત શીખવે છે. બસ! એટલું જ માનવાનું છે – ‘કર્તાહર્તા ભગવાન છે, જે કરે છે એ મારા સારા માટે જ છે.’ તો આપણને શાંતિ રહેશે અને આપણા તરફથી લોકોને પણ શાંતિ રહેશે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics