બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
6 of 17
સ્વામી! કરુણા અપરંપાર
Original
2 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
૬ ડિસેમ્બર ૧૯૭૩ની માગશર સુદ એકાદશી ઇતિહાસમાં અમર થઈ ગઈ છે. કારણ કે આ દિવસે પ્રમુખસ્વામી મહારાજની કરુણાગંગાએ ભક્તવત્સલતાની હદ વાળી દીધી. સવારે સાડા આઠ વાગ્યે તેઓ પ્રાતઃપૂજાથી પરવાર્યા ત્યારે એકાદશીનો નિર્જળા ઉપવાસ હોવાથી અલ્પાહારને તો અવકાશ જ નહોતો. તેથી રોજની જેમ પધરામણીઓની ઇચ્છા ધરાવનારની યાદી તૈયાર થઈ. તેમાં કુલ પંદર પધરામણીની નોંધ થઈ હતી. ‘પંદરની પચીસ પધરામણી થશે’ એવી ગણતરી તો સૌને હતી; પરંતુ આજે પધરામણીની સંખ્યામાં આઠ ગણો ધરખમ વધારો થઈ ગયો! બપોરે પોણા ત્રણ વાગ્યે પધરામણીઓ વિરમી ત્યાં સુધી સ્વામીશ્રીએ એકાદશીના નિર્જળ ઉપવાસમાં સળંગ ૧૨૨ પધરામણીઓ કરી દીધી!!
જ્યારે ઉતારે આવ્યા ત્યારે સૌ થાક્યા હતા, છતાં ઉપવાસના દિવસે બપોરે ન સૂવાની ટેકને જાળવી જાણનારા સ્વામીશ્રી આરામને બદલે સેવકાર્યમાં પરોવાયા. તેઓ પત્રો વાંચતા જાય અને પ્રત્યુત્તર પાઠવતા જાય. પરંતુ આ પત્રવ્યવહાર દરમ્યાન માલૂમ પડ્યું કે સ્વામીશ્રીના શરીરમાં ૧૦૨ ડિગ્રી તાવ ધખી રહ્યો છે! આથી ચોંકી ઊઠતાં ડૉક્ટર સ્વામીએ પૂછ્યું: ‘હમણાં તાવ ચડ્યો?’ ‘ના. સવારથી જ કસર જેવું હતું!’ ભક્તોને રાજી કરવા તેઓએ આ તકલીફની કોઈને જાણ પણ થવા ન દીધી. સાડા પાંચ વાગ્યે સ્વામીશ્રી નિશ્ચિત કાર્યક્રમ મુજબ આગળ વધવા તૈયાર થઈ ગયા! સૌએ કાર્યક્રમ મુલતવી રાખવાની વિનંતી કરી પણ સ્વામીશ્રી તાવતૂટ્યા શરીરે ઓડ, ભરોડા થઈને સાંજે સાત વાગ્યે સુંદલપુરા આવી પહોંચ્યા. તાવ હજીયે તેઓના શરીરને પીંખી રહેલો. છતાં દાંત કકડાવતી ઠંડીમાં રાત્રે નવ વાગ્યે સભામાં પધારી સૌને રાજી કર્યા. સભા બાદ ચેષ્ટાગાન કરીને રાત્રે બાર વાગ્યે સ્વામીશ્રી આરામમાં પધાર્યા! ભક્તોના ભાવ પૂરા કરવા સ્વામીશ્રીએ દેહના ભાવોને કચડી નાંખ્યાં. આખા દિવસનો આ ભીડો જોઈ સાથી સંતો-ભક્તોનું અંતર ગાઈ ઉઠ્યું: ‘કાયા નીચોવી કર્યા કૃતારથ, અમૃતના પાનાર, સ્વામી! કરુણા અપરંપાર!’
જેમ માળી એક એક ફૂલ-છોડને જતન કરીને ઉછેરે છે, તેમ પ્રમુખસ્વામી મહારાજે એક-એક ભક્તહૃદયની ખેવના જીવની જેમ કરી છે. ૧૮ ફેબ્રુઆરી ૧૯૯૦ના રોજ પંચમહાલ જિલ્લાનું મલાવ ગામ તેનું સાક્ષી બન્યું. એ રાત્રે સ્વામીશ્રીએ પાલ્લી ગામે જતાં ગાડી મલાવ બાજુ લેવડાવી, કારણ કે તેઓને ગઈકાલે આ ગામમાં રહેતા એક બાળક શંભુએ પોતાને ઘેર પધારવાનું આમંત્રણ આપેલું. પરંતુ મલાવ સુધી પહોંચવાનો રસ્તો અંગોની તોડ-મરોડ કરે તેવો નીકળ્યો. છતાં એ ઊબડ-ખાબડ કેડી ખેડતાં સ્વામીશ્રી પેલા ચાર વર્ષીય શિશુના નાના એવા ઘરમાં પહોંચી ગયા. પધરામણીનાં પૂજન-આરતી થયાં. પણ અહીં-તહીં ઘેલો થઈને ફરતો શંભુ આરતી ઉતારવાના લાભથી બાકાત રહી જતાં સ્વામીશ્રીએ તેને પૂછ્યું: ‘તેં આરતી ઉતારી?’ ‘ના.’ ‘તો લે. ઉતાર આરતી.’ આમ કહેતાં સ્વામીશ્રીએ પોતાના હાથમાં ઠાકોરજીની પટમૂર્તિ પકડી રાખીને ફરીથી આરતી કરાવી. તે વખતે પેલા બાળકનું મોં ખીલી ઊઠ્યું. તેને આનંદ હતો – ‘બાપા’ ને વધાવ્યા-પધરાવ્યાનો. ‘બાપા'ને આનંદ હતો – બાળકને રાજી કર્યાનો. આવાં તો અઢી લાખથી વધુ ઘરોમાં પધરામણી કરનાર પ્રમુખસ્વામી મહારાજને યાદ કરતાં સૌ ભક્તો-ભાવિકો એક જ અનુભવ વહાવે છે: ‘પ્રમુખસ્વામી! તારી કરુણાનો કોઈ પાર નથી.’

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!