jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

ગુરુભક્તિનો સેતુનીચી ટેલ મળે તો માને ભાગ્ય જો‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’મરજી અનુસાર વર્તનારાગુરુપ્રધાન જીવનસ્વામી! કરુણા અપરંપારઆ છે બ્રાહ્મીસ્થિતિદેહ તણી પરવા તજીવિચરણ એક કલ્યાણયાત્રાપ્રમુખપ્રતિજ્ઞાપુરુષોત્તમ બોલ્યા પ્રીતેવિનમ્રતાની મૂર્તિઅનાદિ સિદ્ધસેવાનો ઉચ્ચ આદર્શAkshardham Responseકાંકરી જેટલોય ભાર નથીકાયમી પ્રોજેક્ટ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

28 views

Content

12 of 17

વિનમ્રતાની મૂર્તિ

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

સન ૧૯૯૪માં મહેસાણા ખાતે પ્રમુખસ્વામી મહારાજનો ૭૪મો જન્મજયંતી મહોત્સવ હતો. વળી, આ જ દિવસે તેઓએ એક ભવ્ય શિખરબદ્ધ મંદિરની ભેટ મહેસાણાને આપી હતી.

આગલે દિવસે સાંજની સભામાં નારાયણમુનિદાસ સ્વામી, ઋષિરાજદાસ સ્વામી વગેરેએ સ્વામીશ્રી પાસે પહોંચી વાત માંડી કે, ‘આવતીકાલે જન્મજયંતીની સભા બાદ વ્યક્તિગત દર્શન માટે હરિભકતો ચાર હરોળમાં આવે તેમ વિચાર્યું છે.’

હજારો હરિભક્તો સ્વામીશ્રીને વધાવવા માટે આવવાના હતા, તેથી વ્યક્તિગત દર્શનમાં બને એટલો ઓછો સમય જાય અને સ્વામીશ્રી સમયસર પોતાના ઉતારે પધારે તેવા વિચારથી આ પ્રકારનું આયોજન વ્યવસ્થાપકોએ કર્યું હતું.

પરંતુ સ્વામીશ્રીને આ આયોજન રુચ્યું નહિ. તેઓએ પૂછ્યું, “ચાર વ્યક્તિ એક સાથે કઈ રીતે આવે?”

“કેમ? જેમ બે આવે તેમ ચાર આવે!” સંતોના આ જવાબથી સ્વામીશ્રી મૌન રહ્યા. સ્વામીશ્રીના મુખ ઉપર આ નવા આયોજન પ્રત્યેનો અણગમો સ્પષ્ટ વર્તાતો હતો. કારણ કે તે મુજબ કરવાથી હરિભક્તોને બરાબર મળી ન શકાય તેમ તેઓને લાગતું હતું. તેઓને પોતાના સમયની કે ભોજનની પરવા ન હતી, પરંતુ હરિભક્તો રાજી થાય તે જ મનમાં હતું.

સ્વામીશ્રીની નારાજગી જોઈ પ્રસ્તાવ મૂકનારા સંતો પણ ખિન્ન થઈ ગયા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે, 'આપની રુચિ મુજબ કરીશું.'

પરંતુ સ્વામીશ્રી બોલ્યા, “ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, ‘સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે.’ માટે તમે બધાએ જે વિચાર્યું છે તે બરાબર છે.”

ગુરુ હોવા છતાં શિષ્યની મરજી અનુસાર વર્તનારા પ્રમુખસ્વામી મહારાજની આવી ઉત્કૃષ્ટ સરળતામાં સંતો ભીંજાઈ ગયા. તેઓએ સ્વામીશ્રીની રુચિ અનુસાર બે હરોળમાં જ દર્શનની વ્યવસ્થા ગોઠવી દીધી.

બીજે દિવસે સવારે પોતાના ૭૪મા જન્મદિનના પ્રભાતે નારાયણમુનિદાસ સ્વામીને પૂજાનું પુષ્પ આપતાં સ્વામીશ્રીએ કહ્યું, “આખી રાત મેં વિચાર કર્યો કે તમે બધાએ કેટલુંય વિચારીને આયોજન કર્યું હોય અને હું બદલી નાંખું તે ઠીક નથી. માટે તમે જેમ વિચાર્યું છે તેમ જ રાખજો.”

જે દિવસે હજારો હરિભક્તો પોતાને વધાવવા માટે ઊમટ્યા છે તે દિવસે જ પ્રમુખસ્વામી મહારાજની આ વિનમ્રતા સૌને નતમસ્તક કરી ગઈ.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics