jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

ગુરુભક્તિનો સેતુનીચી ટેલ મળે તો માને ભાગ્ય જો‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’મરજી અનુસાર વર્તનારાગુરુપ્રધાન જીવનસ્વામી! કરુણા અપરંપારઆ છે બ્રાહ્મીસ્થિતિદેહ તણી પરવા તજીવિચરણ એક કલ્યાણયાત્રાપ્રમુખપ્રતિજ્ઞાપુરુષોત્તમ બોલ્યા પ્રીતેવિનમ્રતાની મૂર્તિઅનાદિ સિદ્ધસેવાનો ઉચ્ચ આદર્શAkshardham Responseકાંકરી જેટલોય ભાર નથીકાયમી પ્રોજેક્ટ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

28 views

Content

15 of 17

Akshardham Response

Original
2 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨નો દિવસ ઈતિહાસના ચોપડે બે સ્વરૂપે અંકિત થયો છે. ગાંધીનગર અક્ષરધામમાં બનેલી આતંકવાદની કરુણ ઘટનાના રૂપે અને તેના પ્રત્યુત્તર સ્વરૂપે પ્રમુખસ્વામી મહારાજે દાખવેલી પ્રગાઢ સ્થિરતા અને અજાતશત્રુતાના રૂપે. આખું જગત સ્તબ્ધ બની જાય એવો કાતિલ આતંક પોતાના ઘેર જ છવાયો હોય ત્યારે, આકુળ-વ્યાકુળ થવાને બદલે સ્વસ્થતાપૂર્વક એનો ઉકેલ લાવવાની પ્રક્રિયામાં પરોવાઈ જવું, સ્થિર મનથી સમગ્ર અનુયાયી વર્ગ અને અસંખ્ય ચાહકોને પણ સ્થિર બનાવી રાખવાનું કૌવત બતાવવું, શુધ્ધ હૃદયની સહાનુભૂતિથી સૌને શાંતિ અને સંયમ જાળવવા સમજાવવા – એ સામાન્ય માનવી નહીં, પણ પારલૌકિક વ્યક્તિનું જ વિરાટ ગજું કરી શકે.

આ દિવસે સાંજે ૪:૫૦ વાગ્યે સારંગપુર બિરાજમાન સ્વામીશ્રીને ફોન દ્વારા આ સમાચાર મળ્યા. એ વખતે તેઓ કચ્છમાં સંસ્થા દ્વારા ચાલી રહેલા ભૂકંપરાહત પુનર્વસન પ્રવૃત્તિની એક મીટિંગમાં વ્યસ્ત હતા. જરા પણ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય તેઓએ સૌને કહ્યું: ‘અક્ષરધામમાં આતંકવાદીઓ આવ્યા છે. ઘણી હિંસા થઈ છે. પણ આપણે સૌ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હવે વધુ હિંસા ન થાય, ખુવારી ન થાય, અને એ પકડાઈ જાય.’ આટલું કહી સ્વામીશ્રી તુરંત પ્રાર્થનામાં પરોવાઈ ગયા. રાષ્ટ્રપતિ તેમજ દેશ-વિદેશના અનેક મહાનુભાવોના સહાનુભૂતિ દર્શાવતા ફોન આવવા લાગ્યા હતા. સ્વામીશ્રી ગાંધીનગરમાં ચાલી રહેલી કાર્યવાહી સાથે ફોન દ્વારા સતત સંપર્કમાં હતા. રાતના ૯:૦૦ વાગ્યા પહેલાં મલ્ટીમીડિયા થિયેટર સિવાય લગભગ બધેથી દર્શનાર્થીઓને બહાર લાવી દેવાયાં હતાં. ત્યારબાદ આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારોને લીધે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો કે મલ્ટીમીડિયા થિયેટરમાં રોકવામાં આવેલા દર્શનાર્થીઓને રાત્રિભર ત્યાં જ સલામત રીતે રાખવાં. સ્વામીશ્રીને મોડી રાત્રે ફોનમાં આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમણે એ સૌ માટે પીવાનું પાણી, ચા-નાસ્તો તથા બાથરૂમ-જાજરૂની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરાવી.

બીજી તરફ સ્વામીશ્રી એ બાબતે પણ સતર્ક હતા કે અક્ષરધામ પરના આ હુમલાનો પ્રતિસાદ પુનઃ પ્રતિહિંસામાં ન જ પરિણમવો જોઈએ. સ્વામીશ્રી આખી રાત જાગતા જ રહ્યા હતા. રાત્રે ૧૨:૩૫ વાગ્યે તેમને ફોન દ્વારા સમાચાર મળ્યા કે નવયુવાન સેવાભાવી સંત પરમેશ્વરદાસ સ્વામી આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા છે ત્યારે સ્વામીશ્રીએ ઘણો ખેદ અનુભવ્યો. પરંતુ સાથે સાથે તેમણે એ પણ વિચારી લીધું કે આ ધર્મસ્થાન પરના હુમલાથી આઘાત પામેલા સમાજને સવારે એવી ખબર પડશે કે એક ભગવાધારી સંત પણ આ આતંકવાદીઓનો ભોગ બન્યા છે ત્યારે લોકોની લાગણી ખૂબ દુભાશે. સૌનો આક્રોશ અનેકગણો વધી જશે. અને પરિણામે કદાચ ફરીથી ગુજરાત અશાંતિની આગમાં ધકેલાઈ જશે. આથી તાત્કાલિક ફોન કરીને તેમણે તમામ વર્તમાનપત્રોમાં અને ટી.વી. માધ્યમોમાં શાંતિની અપીલ કરાવડાવી. એનો અદ્ભૂત પ્રભાવ રહ્યો. સતત બે દિવસ સુધી ગુજરાત અને ભારત બંધ રહ્યાં. મુંબઈ જેવું મહાનગર સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું. ભારત અને સમગ્ર વિશ્વના નેતાઓ પણ આ બંધના એલાનથી ચિંતિત હતા, કદાચ ફરીથી આ બંધ દરમ્યાન હિંસા ફાટી નીકળશે તો? પરંતુ સ્વામીશ્રીની શાંતિની અપીલનો સુખદ પ્રતિસાદ સાંપડ્યો હતો. અમદાવાદ જેવા સંવેદનશીલ શહેરથી લઈને સમગ્ર ભારતમાં હિંસાની કોઈ નોંધપાત્ર ઘટના ન બની! સૌએ અદ્ભૂત સંયમ દાખવ્યો. વિશ્વના અનેક ચિંતકોએ તેનો યશ સ્વામીશ્રીને આપ્યો.

અક્ષરધામ જેવા એક પવિત્ર ધર્મસ્થાન પરનો આ પ્રહાર હર કોઈ માટે અસહ્ય હતો. હિંદુત્વની લાગણીથી રસાયેલા અનેક લોકો માટે આ કારમો ઘા હતો. પરંતુ સ્વામીશ્રીનો એક જ સ્વર સૌને શાંતિ આપતો હતો: ‘આ સમય એકતા અને સહાનુભૂતિથી શાંતિ જાળવવાનો છે. પ્રાર્થના કરો – ક્યારેય, ક્યાંય પણ, કોઈના પર પણ આવો અત્યાચાર ન થાય...’ સ્વામીશ્રીની નજરમાં સમસ્ત સમાજનું હિત તરવરતું હતું. એક પ્રસિદ્ધ સંગઠનના નેતાએ સ્વામીશ્રીને કહ્યું: ‘સ્વામી! આ એવો પ્રસંગ હતો કે આપે માત્ર ઇશારો કર્યો હોત તો લોકો કંઈનું કંઈ કરી નાંખત! પરંતુ આપની શાંતિની અપીલને કારણે ગુજરાત અને ભારતમાં આજે શાંતિ છે.’ જર્મનીમાં આતંકવાદની વૈશ્વિક સમસ્યા માટે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં સ્વામીશ્રીના આ ધીરજના અભિગમને બિરદાવવામાં આવ્યો અને વિશ્વના નિષ્ણાતોએ એને માટે ‘અક્ષરધામ રિસ્પોન્સ’ શબ્દ પ્રયોજતાં કહ્યું: ‘આતંકવાદી દુર્ઘટના વખતે આવું ધૈર્ય જ તેનો યથોચિત ઇલાજ છે!’

આપત્તિનું આભ તૂટે ત્યારે પણ અચળ શ્રદ્ધા, પ્રગાઢ સ્થિરતા અને અજાતશત્રુતાથી પ્રતિભાવ આપવાનો પાઠ આપણાં ગુરુઓએ આપણને શીખવ્યો છે.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics