બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
9 of 17
વિચરણ એક કલ્યાણયાત્રા
Original
1 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
પ્રમુખસ્વામી મહારાજનું સરનામું કયું? આ પ્રશ્નનો કોઈ કાયમી જવાબ ન હતો. ‘સંત તો ચલતા ભલા’ની રીતે સ્વામીશ્રી સતત વિચરતા રહ્યા. શરીર, સુવિધા કે સમયની પરવા કર્યા વગર તેઓ ૧૭,૦૦૦થી વધુ ગામડાંઓ ખૂંદી વળ્યા હતા. આદિવાસીના કૂબાઓથી લઈને અમીરોની મહેલાતો સુધી સ્વામીશ્રી નાત-જાત, ગરીબ-તવંગર, ભક્ત-ભાવિક, દેશ-પરદેશના સઘળા સીમાડા વટાવી અવિરત ઘૂમતા રહ્યા. જેમ ગંગા પાપ ધોઈને પાવન કરે છે, તેમ સ્વામીશ્રીની વિચરણગંગા જ્યાં જ્યાં પહોંચી ત્યાં તેણે વ્યસન-દૂષણના મેલ ધોયા. ધર્મ-નિયમ અને સેવા-ભક્તિના અમૃત સીંચી લાખોના જીવનને જીવવા લાયક બનાવ્યા. કોઈ અંગત સ્વાર્થ વગર ચાર-ચાર દાયકાઓ સુધી તેઓએ કરેલું ભીડાભરેલું વિચરણ તેઓની આંતરિક સચ્ચાઈ અને કલ્યાણભાવનાનું સાક્ષી છે.
૧૯૭૯ની સાલમાં પ્રમુખસ્વામી મહારાજે સુરત પાસેના આદિવાસી ગામડાઓમાં એક મહિના સુધી વિચરણ કર્યું હતું. આદિવાસી ભાઈઓને વ્યસનની ચુંગાલમાંથી છોડાવી સદાચારી જીવનની પ્રેરણા આપતાં સ્વામીશ્રી અહીંના લોકોને જાણે નવજીવન આપી રહ્યા હતા. એક મહિનાના અંતે પધરામણીની કુલ ભેટ મળી સાડા ઓગણપચાસ રૂપિયા (૪૯.૫ રૂપિયા) થઈ હતી. અહીં વિચરણ પૂર્ણ કરી સ્વામીશ્રી સુરત પધાર્યા. સુરત પહોંચતા આ વર્ષે ઉજવાનાર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ માટે સેવાની લખણી થઈ. માત્ર અડધો કલાકમાં સાત લાખ રૂપિયાની સેવા લખાઈ ગઈ! કોઈએ કહ્યું કે, ‘સ્વામી! આપણે ગામડાઓમાં ૧ મહિના સુધી વિચરણ કર્યું ને ૪૯ રૂપિયાની સેવા થઈ અને અહીં અડધો કલાકમાં સાત લાખ રૂપિયાની!’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજના હૃદયની કલ્યાણભાવના વહી પડી: ‘યાદ રાખો, આપણે રૂપિયા માટે વિચરણ કરતા નથી. ત્યાં આદિવાસી ભાઈઓએ વ્યસનો છોડ્યા, માંસાહાર છોડ્યો. તેઓએ સદાચારી જીવન જીવવાના સંકલ્પ કર્યા ને, એ મારે મન અબજો રૂપિયા કરતા અધિક છે.’
આવી સચ્ચાઈ અને નિ:સ્વાર્થ ભાવનાથી વિચરતા પ્રમુખસ્વામી મહારાજ આદિવાસીથી લઈને અમેરિકાવાસી સુધી સૌ કોઈના હૃદય સિંહાસન પર બિરાજતા હોય તેમાં શું આશ્ચર્ય?!

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!