બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ
28 views
Content
17 of 17
કાયમી પ્રોજેક્ટ
Original
3 views
Versions:
Original
Watch & Learn
AI-discovered learning video
Sign in to watch the learning video for this topic.
સન ૨૦૦૫ – દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન સાથે સંસ્થામાં જાણે નવો યુગ આવ્યો. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ‘World’s Largest Comprehensive Hindu Temple’ તરીકે અક્ષરધામની નોંધ લેવાઈ. તે પણ પાંચ વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયું તે હકીકતે તો સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું. વિશ્વપ્રસિદ્ધ સામયિક રીડર્સ ડાયજેસ્ટ દ્વારા ‘The Seven Wonders of the 21st Century’ (૨૧મી સદીની સાત અજાયબીઓ)માં દિલ્હી અક્ષરધામને જાહેર કરવામાં આવ્યું. અહીં પધારનાર પ્રત્યેક મહાનુભાવ પ્રમુખસ્વામી મહારાજને આ કાર્ય માટે અભિનંદન આપતા થાકતા ન હતા. અક્ષરધામ ઉદ્ઘાટન પૂર્વે થયેલી જાહેર સભાઓમાં મોટા માંધાતાઓ સ્વામીશ્રીના બે મુખે વખાણ કરતા. પ્રમુખસ્વામી મહારાજ પર પ્રશસ્તિ પુષ્પો અને સન્માનોની જાણે હેલી વરસી રહી હતી. પરંતુ ‘જલકમલવત્’ સ્થિતિ ધરાવતા સ્વામીશ્રી આ સન્માનસભાઓમાં માળા ફેરવતા અત્યંત નિર્લેપ થકા બેસતા. તેઓનું મન અખંડ ભગવાનના ભજનમાં તલ્લીન રહેતું, કારણ કે અક્ષરધામ તેઓને મન કોઈ વિશ્વવિક્રમી સ્મારક નહીં, પણ ઈષ્ટભક્તિ અને ગુરુભક્તિ હતી. તેનો સાક્ષી બની રહ્યો ૨૪ નવેમ્બર ૨૦૦૫નો દિવસ.
આજે સાંજે વિશ્વપ્રસિદ્ધ હાર્ટસર્જન ડૉ. સુબ્રહ્મણ્યમ્ સ્વામીશ્રીની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ અક્ષરધામનાં દર્શનની સ્વાનુભૂતિ રજૂ કરતાં સ્વામીશ્રીને કહ્યું કે, ‘હું અક્ષરધામમાં પ્રવેશ્યો અને શાંતિ સિવાય જાણે કે બધી જ વસ્તુઓ અંત૨માંથી નીકળી ગઈ હોય એવા અનુભવો થયા.’ આટલું કહી તેઓએ સ્વામીશ્રીને માર્મિક પ્રશ્ન પૂછ્યો કે, ‘આપનો હવે પછીનો પ્રોજેક્ટ કયો છે?’
‘સત્સંગ કરાવવો, ભજન કરવું-કરાવવું, વિશ્વમાં શાંતિ પ્રસરે, સૌમાં ભક્તિ વધે ને સારી ભાવના થાય એ પ્રોજેક્ટ ચાલુ જ છે અને સાથે-સાથે આ મંદિરો થતાં જાય છે.’ સ્વામીશ્રીએ જણાવ્યું.
‘ભજન’ના મુખ્ય પ્રોજેક્ટના કેવળ એક ભાગરૂપે તૈયાર થયું હતું – દિલ્હી અક્ષરધામ! પ્રમુખસ્વામી મહારાજના જીવનની પ્રત્યેક પળમાં ‘ભગવાનનું ભજન’ એ જ મુખ્ય મિશન રહ્યું હતું. ભજન તેઓનો વ્યવસાય હતો, માળા તેઓની મૂડી અને ભગવાન તેઓનું સર્વસ્વ. એવા સ્વામીશ્રીના પ્રત્યેક કાર્યમાં દુનિયાને ભગવાનનો ચમત્કાર દેખાય તેમાં શું આશ્ચર્ય! સ્વામીશ્રીના પંથે આપણા જીવનમાં પણ પ્રવૃત્તિની નહીં, પણ ભગવાનની પ્રધાનતા રહે ત્યારે આપણી સેવા સાર્થક થઈ કહેવાય.

Comments (0)
Please sign in to leave a comment.
No comments yet. Be the first to comment!