jypi
  • Explore
ChatWays to LearnMind mapAbout

jypi

  • About Us
  • Our Mission
  • Team
  • Careers

Resources

  • Ways to Learn
  • Mind map
  • Blog
  • Help Center
  • Community Guidelines
  • Contributor Guide

Legal

  • Terms of Service
  • Privacy Policy
  • Cookie Policy
  • Content Policy

Connect

  • Twitter
  • Discord
  • Instagram
  • Contact Us
jypi

© 2026 jypi. All rights reserved.

Adhiveshan - Gujarati - Satsang Prasang
Chapters

1ભગવાન સ્વામિનારાયણ

2ભક્તરત્નો

3અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

4બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ

5બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

6બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

7બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

ગુરુભક્તિનો સેતુનીચી ટેલ મળે તો માને ભાગ્ય જો‘આવો મહિમા હોય તો કામ થઈ જાય’મરજી અનુસાર વર્તનારાગુરુપ્રધાન જીવનસ્વામી! કરુણા અપરંપારઆ છે બ્રાહ્મીસ્થિતિદેહ તણી પરવા તજીવિચરણ એક કલ્યાણયાત્રાપ્રમુખપ્રતિજ્ઞાપુરુષોત્તમ બોલ્યા પ્રીતેવિનમ્રતાની મૂર્તિઅનાદિ સિદ્ધસેવાનો ઉચ્ચ આદર્શAkshardham Responseકાંકરી જેટલોય ભાર નથીકાયમી પ્રોજેક્ટ

8પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

Courses/Adhiveshan - Gujarati - Satsang Prasang /બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

28 views

Content

14 of 17

સેવાનો ઉચ્ચ આદર્શ

Original
3 views

Versions:

Original

Watch & Learn

AI-discovered learning video

Sign in to watch the learning video for this topic.

Sign inSign up free

Start learning for free

Sign up to save progress, unlock study materials, and track your learning.

  • Bookmark content and pick up later
  • AI-generated study materials
  • Flashcards, timelines, and more
  • Progress tracking and certificates

Free to join · No credit card required

૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧. સવારે ૮:૪૬ વાગ્યે આવેલ તીવ્ર ભૂકંપે ભૂજ તેમજ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું. પ્રમુખસ્વામી મહારાજ આ સમયે બોચાસણમાં હતા. ભૂકંપની ભયાનકતાનો અંદાજ લાવીને તરત જ પ્રમુખસ્વામી મહારાજે ભૂકંપગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચડવાની સૂચના આપી.

ભૂકંપ આવ્યાના સવા કલાકમાં જ ભૂજના આપણા મંદિરે રાહત રસોડાનું પ્રથમ આંધણ મુકાઈ ગયું અને ૪,૦૦૦ અસરગ્રસ્તોને ગરમાગરમ ભોજન પૂરું પાડ્યું. અહીંથી એક સુવ્યવસ્થિત, સુઆયોજિત અને સુદીર્ઘકાળ સુધી ચાલનારા સેવાના આદર્શરૂપ એક રાહતકાર્યનો પ્રારંભ થયો.

એક દિવસ અટલાદરા મંદિર ખાતે ભૂકંપપીડિતો માટે તૈયાર થઈ રહેલા ફૂડ-પેકેટ્સની કાર્યવાહી જોવા પ્રમુખસ્વામી મહારાજ રસોડામાં પધાર્યા. ફૂડ-પેકેટ્સમાં ૧૫૦ ગ્રામ ગાંઠિયા અને ૭૫ ગ્રામ બુંદી જોઈને તેઓએ ભંડારી સંતને વાત કરી, “આમાં બે-બે આથેલાં મરચાં પણ મૂકજો. ખાવામાં સારું લાગે.” વળી, રસોઈ માટે વપરાશમાં લેવાતા અનાજને પણ સાફ કરીને વાપરવાની તેમજ રસોઈ માટે ગાળેલું પાણી જ વાપરવા જેવી નાની-નાની ચીવટ પ્રમુખસ્વામી મહારાજે રખાવી.

વિરાટ ફલક પર વિસ્તરેલાં કાર્યોમાં આવી સૂક્ષ્મ વિગતોની તકેદારી પણ પ્રમુખસ્વામી મહારાજે રખાવી છે. તેની હદ તો ત્યારે આવી જ્યારે ભૂંકપગ્રસ્તોને અપાતી ઘરવખરીમાં તેઓએ નખ કાપવા માટે નેઈલ-કટર, ઘર વાળવા માટે સાવરણી, કપડાં સૂકવવા માટે દોરી, મહિલાઓ માટે ચાંદલાના પેકેટ વગેરે નિત્ય વપરાશમાં આવતી વસ્તુઓ પણ મૂકાવી. કોઈ પણ સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થતાં રાહત કાર્યોમાં અપાતી વસ્તુઓમાં આવી વસ્તુઓ કદાચ પ્રથમ જ વાર અપાતી હતી! આનું કારણ એ હતું કે પ્રમુખસ્વામી મહારાજ લોકોના હૃદય સુધી પહોંચ્યા હતા.

વિશ્વવિખ્યાત સમાચાર સંસ્થા રોઈટર્સના એક અધિકારીએ પ્રમુખસ્વામી મહારાજના આ રાહતકાર્યની પ્રસંશા કરતાં કહ્યું હતું, “સાઉથ આફ્રિકા, તુર્કી અને અન્ય કેટલીય કુદરતી હોનારતોનાં રાહત કાર્યોમાં મેં ભાગ લીધો છે, પરંતુ અહીંયા તમે જેવો રાહત કૅમ્પ શરૂ કર્યો છે તેવો મેં ક્યાય દીઠો નથી, કારણ કે તમે લોકોને અને તેમની લાગણીઓને સમજીને કામ કરો છો.”

ભૂકંપથી હચમચી ઊઠેલાં ૪૦૯ ગામો તેમજ ભૂજ અને મોરબીના ૧૦૭ શહેરી વિસ્તારોમાં પ્રમુખસ્વામી મહારાજના આદેશથી ૬,૫૦૦ સ્વયંસેવકો તથા ૧૮૦ સંતો રાત-દિવસ જોયા વગર સેવામાં લાગી ગયા હતા. ૧૧ જેટલાં સ્થળોએ ધમધમતા રાહત રસોડામાં રોજ સવાર-સાંજ ૪૦,૦૦૦ જેટલા પીડિતો ભોજન ગ્રહણ કરતા હતા. દોઢ મહિનાની સમયાવધિમાં ૧૮,૦૦,૦૦૦ (૧.૮ મિલિયન)થી વધુ મનુષ્યોની આંતરડી પ્રમુખસ્વામી મહારાજે ઠારી હતી.

લોકોને ઘરેઘરે રાહત-સામગ્રી, ભોજન પહોંચાડતી આવી જ એક ગાડીને અંજાર તરફ જતાં રસ્તામાં ભયંકર અકસ્માત નડ્યો. તેમાં એક સંતને ગંભીર ઈજા થઈ હતી અને એક સંત તો બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક ઉપચારની જરૂરિયાત જણાતાં સૌ એક આંતરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થાની કામચલાઉ અસ્પતાલમાં પહોંચ્યા. પરંતુ ત્યાં સંતો-હરિભક્તોને એક બીજો અકસ્માત નડ્યો હોય તેવો આંચકો લાગ્યો. આફતગ્રસ્તોની સહાય કરવાનો દાવો કરતા આ સંસ્થાના કાર્યવાહકોએ કઠોરતાપૂર્વક કહ્યું, “અમે ભૂકંપ-પીડિતોને જ સારવાર આપીએ છીએ, અકસ્માતમાં ઘાયલ થયેલાને નહિ.” આવી લાગણીશૂન્યતાથી સૌ ચકિત થઈ ગયા. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા સંતને બતાવી સારવાર કરવાની બહુ આજીજી કરી. પરંતુ એ સેવાભાવીઓએ સેવા કરવાની ધરાર ના પાડી દીધી. એવામાં તાત્કાલિક સારવાર ન મળતા તે સંત ધામમાં ગયા!

સૌ આ પ્રસંગથી ખૂબ ગુસ્સે થઈ ગયા. નવાઈની વાત તો એ હતી કે આ સંસ્થાના ૪૫૦ જેટલા કર્મચારીઓ આપણા જ રાહત રસોડામાં રોજ ભોજન લેતા હતા! સૌએ નક્કી કર્યું કે હવે તે લોકો આપણે ત્યાં જમવા આવે ત્યારે કહી દેવું કે, ‘અમે ભૂકંપગ્રસ્તો માટે જ રસોડું ખોલ્યું છે, બીજા માટે નહિ.’

જ્યારે પ્રમુખસ્વામી મહારાજને સમગ્ર પ્રસંગની જાણ થઈ ત્યારે સૌને ધીરજ આપતાં તેઓએ કહ્યું, “ભલે એ લોકો મદદરૂપ ન થયા, પણ આપણે તો તેઓની સેવા કરવી અને સહકાર આપવો.” પોતાના એક સંતાનસમા સંતને ખોઈ બેસનાર પ્રમુખસ્વામી મહારાજનો આ પ્રતિભાવ તેઓની સેવાભાવના, સાધુતા અને અજાતશત્રુતાના દર્શન કરાવી ગયો.
Flashcards
Mind Map
Speed Challenge

Comments (0)

Please sign in to leave a comment.

No comments yet. Be the first to comment!

Ready to practice?

Sign up now to study with flashcards, practice questions, and more — and track your progress on this topic.

Study with flashcards, timelines, and more
Earn certificates for completed courses
Bookmark content for later reference
Track your progress across all topics